બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / મનોરંજન / બોલિવૂડ / Actress who charged the highest fees for films at one time Mercedes was gifted to big b

Happy Birthday Mumtaz / એક જમાનામાં ફિલ્મો માટે સૌથી વધુ ફી ચાર્જ કરતી અભિનેત્રી, 'શહેનશાહ' ને મર્સિડીઝ આપી હતી ભેટ

Megha

Last Updated: 10:15 AM, 31 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અભિનેત્રીનું શરૂઆતી કરિયર ઘણું સંઘર્ષ ભર્યું રહ્યું હતું પણ પહેલી હિટ ફિલ્મ પછી એમના કરિયરમાં ઘણો મોટો અને સારો બદલાવ આવ્યો હતો.

  • મુમતાઝ તેના જમાનામાં સૌથી વધુ ફી લેતી હિરોઈન બની ગઈ હતી
  • ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બાળ કલાકાર તરીકે કરી હતી એન્ટ્રી
  • કરિયરની શરૂઆત સ્ટંટ અભિનેત્રીના રૂપે કરી હતી

બોલિવૂડની અભિનેત્રી મુમતાઝને આપણે બધા ઓળખીએ જ છીએ. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બાલ કલાકાર તરીકે એમને તેમના અભિનયના સફરની શરૂઆત કરી હતી. જો કે અભિનેત્રીનું શરૂઆતી કરિયર ઘણું સંઘર્ષ ભર્યું રહ્યું હતું. પણ પહેલી હિટ ફિલ્મ પછી એમના કરિયરમાં ઘણો મોટો અને સારો બદલાવ આવ્યો હતો. એ પછી તો મુમતાઝ તેના જમાનામાં સૌથી વધુ ફી લેતી હિરોઈન બની ગઈ હતી. એટલું જ નહીં પણ શહેનશાહ ફિલ્મ માટે તેને અમિતાભ બચ્ચનને એમને મર્સિડીજ કાર ભેટમાં આપી હતી. આજે એમનો જન્મદિવસ છે તો ચાલે એમના વિશે થોડી આજની વાતો જાણીએ. 

નાના-મોટા રોલ કરતી 
મુમતાઝ તેના જમાનાની દિગ્ગજ અભિનેત્રીમાંથી એક છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમને બાળ કલાકાર તરીકે એન્ટ્રી કરી હતી. એમનો જન્મ 31 જુલાઇ 1947 ના રોજ થયો હતો. એ સમયે મુમતાઝના પરિવારની આર્થિક સ્થિતિ સારી નહતી. એક મીડિયા રિપોર્ટ અનુસાર મુમતાઝના માતા પિતા ઈરાનના રહેવાસી હતા. મુમતાઝ જન્મના એક વર્ષ બાદ બંનેએ એકબીજાથી અલગ થવાનો નિર્ણય કર્યો હતો. ગરીબીના કારણે મુમતાઝ અને તેની બહેને ફિલ્મોમાં કામ કરવાનો નિર્ણય કર્યો હતો. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે શરૂઆતી દિવસોમાં તે તેની બહેન સાથે ઘણા સ્ટુડિયોના ચક્કર લગાવતી હતી અને કોઈ પણ રીતે નાના-મોટા રોલ માટે તે ડિરેક્ટરને રાજી કરી લેતી હતી. મુમતાઝ એ તેમના કરિયરની શરૂઆત સ્ટંટ અભિનેત્રીના રૂપે કરી હતી. 

દારા સિંહ સાથે ચમકી કિસ્મત 
એક લીડ એક્ટ્રેસ તરીકે મુમતાઝની પહેલી ફિલ્મ હતી, ' ગહરા દાગ'. જે વર્ષ 1963માં આવી હતી. એ સાથે જ  એ જ વર્ષે બીજી એક ફિલ્મ આવી હતી 'ફોલાદ' જેમાં મુમતાઝ દારા સિંહ સાથે કામ કર્યું હતું. એક ઇન્ટરવ્યૂમાં મુમતાઝએ કહ્યું હતું કે, 'દારા સિંહ સાથે કામ કર્યા પછી મારી પાસે ફિલ્મોની લાઇન લાગી ગઈ હતી. હું હંમેશા એમની આભારી રહીશ.' એ પછી મુમતાઝ એ દર સિંહ સાથે લગભગ 16 જેટલી બીજી ફિલ્મોમાં કામ કર્યું હતું. દારા સિંહ એક ફિલ્મના 4.5 લાખ રૂપિયા લેતા હતા ત્યારે મુમતાઝ એક ફિલ્મના 2.5 લાખ રૂપિયા ફી લેતી હતી. એ જમાનામાં આટલી ફી લેતી મુમતાઝ પહેલી અભિનેત્રી હતી. આ રીતે તે હિંદી સિનેમામાં સૌથી વધુ ફી લેતી અભિનેત્રી બની ગઈ હતી. 

વર્ષ 1973માં એમને અમિતાભ બચ્ચન સાથે એક ફિલ્મમાં કામ કર્યું હતા. એ સમયે અમિતાભ ઇન્ડસ્ટ્રીમાં નવા હતા. એ સમયે મુમતાઝ મર્સિડીજ કાર લઈને સેટ પર આવતી હતી. એ સમયે મુમતાઝ એકલી એવી અભિનેત્રી હતી જેની પાસે આવી મોંઘી કાર હતી. જ્યારે બિગબી સાધારણ કાર લઈને સેટ પર આવતા હતા. એ સમયે અમિતાભ સેટ પર તેની પાસે બેઠેલા લોકોને કહી રહ્યો હતો કે તેની પાસે એક દિવસ આવી જ મર્સિડીજ જેવી કાર હશે. મુમતાઝને એ વાતની ખબર પડી ગઈ કે અમિતાભ આવી કારની ચાહ રાખીને બેઠા છે. એ સમયે મુમતાઝ તેની મર્સિડીજ અમિતાભને ભેટમાં આપી દીધી હતી અને તે અમિતાભની કાર લઈને ઘરે ગઈ હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ