બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / According to astrology Mahadaridra yoga will cause financial crisis

મહાદરિદ્ર યોગ / કંગાળી લઈ જશે એવો ભરડો કે પાઈ પાઈ માટે તરસી જશે આ રાશિના જાતકો, 'ગ્રહોનો રાજા' મારશે આર્થિક ડંડો"

Kishor

Last Updated: 09:57 PM, 3 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર મિથુન રાશિ, કન્યા અને ધનુ રાશિના જાતકો માટે મહાદરિદ્ર યોગ આર્થિક સંકટ ઉભું કરનારો સાબિત થઈ શકે છે.

  • ગ્રહોના ગોચરને પગલે રાશિના જાતકોના જીવનમાં પણ પરિવર્તન
  • મિથુન રાશિ, કન્યા અને ધનુ રાશિના જાતકો માટે મહાદરિદ્ર યોગ
  • સૂર્ય દર 30 દિવસે એક રાશિમાંથી બીજી રાશિમાં કરે છે સંક્રમણ

જ્યોતિષશાસ્ત્રમા ગ્રહનું ખૂબ જ મહત્વ હોય છે અને ગ્રહોના ગોચરને પગલે રાશિના જાતકોના જીવનમાં પણ પરિવર્તન આવતા હોય છે તેવું માનવામાં આવે છે. અમુક વખતે ગ્રહોનું સંક્રમણ શુભ ફળ આપનાર હોય છે તો અમુક વખતે અશુભ ફળ પણ ભોગવવાનો વારો આવતો હોય છે. ત્યારે મહત્વનું છે કે સૂર્ય દર 30 દિવસે એક રાશિમાંથી બીજી રાશિમાં સંક્રમણ કરે છે. જેના ભાગરૂપે હાલ સૂર્ય કર્ક રાશિમાં પ્રવેશ્યો છે અને આ દરમિયાન મહાદરિદ્ર યોગ સર્જાઇ રહ્યો છે. જે અનેક રાશિના જાતકો માટે અશુભ અસર ઉભી કરશે! 

પર્સમાં ક્યારેય ન રાખવી જોઈએ આ વસ્તુ, નહીં તો આવકમાં થશે ઘટાડો, જાણો શું |  This item should never be kept in the purse otherwise the income will  decrease


મિથુન રાશિ

સૂર્યના કર્ક રાશિમાં પ્રવેશતાની સાથે જ મહાદરિદ્ર યોગ સર્જાઇ રહ્યો છે. પરિણામે મિથુન રાશિના જાતકોને ખાસ સતર્ક રહેવાની જરૂર છે. આ દરમિયાન મિથુન રાશિના લોકોને આર્થિક નુકસાનીનો સામનો કરવો પડી શકે છે. આ રાશિના ગોચરની કુંડળીમાં કેન્દ્રસ્થાન પર કોઈ ગ્રહ ન હોવાથી આવી સ્થિતિમાં આ રાશિના લોકોએ ખાસ કાળજી રાખવી જરૂરી બની છે. નોંધનીય છે કે મિથુન રાશિના લોકોના કરિયરને લઈને ચિંતા વધી શકે છે અને નોકરી દરમિયાન પણ ખાસ સતર્કતાથી વર્તન કરવું જરૂરી બન્યું છે. સહકર્મીના સહયોગ મેળવવામાં પણ ફાફા પડશે અને સ્વાસ્થ્ય બાબતે તથા જીવનસાથી સાથેના સંબંધમાં પણ જોખમ જોવા મળી શકે છે.

આ 5 મોટા ગ્રહો જુલાઇ માસમાં કરશે રાશિ પરિવર્તન, આ રાશિમાં ત્રિગ્રહી યોગનું  થશે નિર્માણ, કોને થશે ફાયદો | these five plante will move in july

કન્યા રાશિ

સૂર્ય દ્વારા બનતો મહાદેવીદ્ર યોગ કન્યા રાશિના લોકો માટે પણ સંકટ લઈને આવી રહ્યો છે. જેમાં આ રાશિના જાતકોના જીવન પર પ્રતિકૂળ અસર પડશે. આ દરમિયાન માતા અને જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. તો રોકાણ કરવા માટે આ જરા પણ સારો સમય ન હોવાનું ગણવામાં આવી રહ્યું છે. નુકસાન પણ જોવા મળી રહ્યું છે અને પ્રોપર્ટી વગેરેમાં ભૂલથી પણ પૈસાનું રોકાણ કરતા હોય તો સો વખત વિચારવા જેવા સંજોગો વર્તાઈ રહ્યા છે.


ધનુ રાશિ

બીજી તરફ ધનુ રાશિના લોકો માટે આ યોગ અશુભ સાબિત થશે. પિતાના સ્વાસ્થ્ય મામલે ખાસ જાગૃત રાખવું ઉપરાંત જીવનસાથીના સ્વાસ્થ્યનું પણ વિશેષ ધ્યાન રાખવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થશે. અકસ્માતની શક્યતાઓ પણ જોવા મળી રહી છે અને ડ્રાઇવિંગ વખતે ખાસ ધ્યાન રાખવા જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ