બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / AAP's Shelly Oberoi re-elected as Delhi Mayor, BJP withdraws her nomination

BIG BREAKING / AAPના શૈલી ઓબેરોય બન્યા દિલ્હીના મેયર, બંને ઉમેદવારોના નામ ભાજપે પરત ખેંચતા બિનહરીફ ચૂંટાયા

Pravin Joshi

Last Updated: 12:31 PM, 26 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આમ આદમી પાર્ટીના ઉમેદવાર શૈલી ઓબેરોય ફરી એકવાર દિલ્હીના મેયર બન્યા છે. તેમના સિવાય ડેપ્યુટી મેયર પદ માટે મોહમ્મદ ઈકબાલ પણ બિનહરીફ ચૂંટાયા હતા કારણ કે મેયર અને ડેપ્યુટી મેયર માટે ભાજપના ઉમેદવારોએ ચૂંટણી પહેલા પોતાના નામ પાછા ખેંચી લીધા હતા.

  • આમ આદમી પાર્ટીના ઉમેદવાર શૈલી ઓબેરોય ફરી એકવાર દિલ્હીના મેયર બન્યા 
  • તેમના સિવાય ડેપ્યુટી મેયર પદ માટે મોહમ્મદ ઈકબાલ પણ બિનહરીફ ચૂંટાયા 
  • ભાજપના ઉમેદવારોએ ચૂંટણી પહેલા પોતાના નામ પાછા ખેંચી લીધા હતા

આમ આદમી પાર્ટીના ઉમેદવાર શૈલી ઓબેરોય ફરી એકવાર દિલ્હીના મેયર બન્યા છે. તેમના સિવાય ડેપ્યુટી મેયર પદ માટે મોહમ્મદ ઈકબાલ પણ બિનહરીફ ચૂંટાયા હતા કારણ કે મેયર અને ડેપ્યુટી મેયર માટે ભાજપના ઉમેદવારોએ ચૂંટણી પહેલા પોતાના નામ પાછા ખેંચી લીધા હતા. આમ આદમી પાર્ટીના ઉમેદવારો શેલી ઓબેરોય અને મોહમ્મદ ઈકબાલ દિલ્હીના મેયર અને ડેપ્યુટી મેયર બન્યા છે. બીજેપીના બંને ઉમેદવારો શિખા રાય અને સોની પાંડેએ ચૂંટણી પહેલા તેમના નામાંકન પાછા ખેંચી લીધા હોવાથી તેઓ બીજા વર્ષ માટે બિનહરીફ ચૂંટાયા છે.

ભાજપ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આમ આદમી પાર્ટી બંધારણ હેઠળ કામ કરી રહી નથી. અમારા તમામ પ્રયાસો છતાં આમ આદમી પાર્ટી સ્ટેન્ડિંગ કમિટીઓ અને વોર્ડ કમિટીઓની રચના થવા દેતી નથી, જેના કારણે મહાનગરપાલિકામાં કોઈ કામ થઈ રહ્યું નથી.

કેજરીવાલે શેલી ઓબેરોયને અભિનંદન પાઠવ્યા હતા

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે શેલી ઓબેરોયને ફરીથી મેયર બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે ટ્વીટ કર્યું છે કે આ વખતે શેલી અને ઈકબાલને બિનહરીફ મેયર અને ડેપ્યુટી મેયર બનવા બદલ અભિનંદન. બંનેને શુભેચ્છાઓ. લોકોને અમારી પાસેથી ઘણી અપેક્ષાઓ છે. તેમની અપેક્ષાઓ પૂરી કરવા માટે સખત મહેનત કરો.

 

અગાઉ ફેબ્રુઆરીમાં મેયરની ચૂંટણી યોજાઈ હતી

આ પહેલા ફેબ્રુઆરીમાં બંને પદો પર પ્રથમ વખત ચૂંટણી યોજાઈ હતી. ત્યારબાદ આમ આદમી પાર્ટીના શેલી ઓબેરોય મેયર પદે અને આલે મોહમ્મદ ઈકબાલ ડેપ્યુટી મેયર પદ પર જીત્યા. શેલી ઓબેરોયે 150 મત મેળવીને ચૂંટણી જીતી હતી. તેના વિરોધમાં ભાજપે રેખા ગુપ્તાને ઉમેદવાર બનાવ્યા હતા. તેમને 116 મત મળ્યા હતા.

આલે મોહમ્મદ ઈકબાલને 147 મત મળ્યા હતા

AAP મેયર અને ડેપ્યુટી મેયર પદ પર જીત મેળવી હતી. વાસ્તવમાં ડેપ્યુટી મેયરની ચૂંટણીમાં 265 વોટ પડ્યા હતા. જેમાં 2 મત અમાન્ય જાહેર થયા હતા. ડેપ્યુટી મેયરની સીટ પર આમ આદમી પાર્ટીના આલે મોહમ્મદ ઈકબાલ 147 વોટ મેળવીને જીત્યા હતા. બીજી તરફ ભાજપના ઉમેદવાર કમલ બગડીને 116 વોટ મળ્યા હતા.

કોંગ્રેસે ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો

ગત વખતે મેયરની ચૂંટણી માટે ચાર વખત ગૃહની બેઠક બોલાવવી પડી હતી. ચોથી વખત મતદાન શાંતિપૂર્ણ રીતે થયું હતું. આ દરમિયાન કોઈ વિરોધ કે કોઈ પ્રકારના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા ન હતા. મતદાન સવારે 11.30 વાગ્યે શરૂ થયું હતું અને 2 કલાકથી વધુ સમય સુધી ચાલ્યું હતું. કુલ 10 નામાંકિત સાંસદો, 14 નામાંકિત ધારાસભ્યો અને દિલ્હીના 250 ચૂંટાયેલા કાઉન્સિલરોમાંથી 241એ મેયરની ચૂંટણીમાં મતદાન કર્યું હતું. કોંગ્રેસના 9 ચૂંટાયેલા કાઉન્સિલરોએ મેયરની ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ