બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / aamir khan announced the film sitaare zameen par sequel of taare zameen par

મનોરંજન / આમિર ખાને કરી નવી ફિલ્મની જાહેરાત: બનાવશે 'સિતારે જમીન પર', આ સિક્વલ દર્શકોને રડાવશે નહીં હસાવશે

Manisha Jogi

Last Updated: 06:47 PM, 11 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આમિર ખાને અપકમિંગ ફિલ્મ ‘સિતારે જમીન પર’ની જાહેરાત કરી છે. આ ફિલ્મ લોકોની નબળાઈ કબૂલ કરવાના કોન્સેપ્ટ પર બનાવવામાં આવશે.

  • અપકમિંગ ફિલ્મ ‘સિતારે જમીન પર’ની જાહેરાત
  • ‘તારે જમીન પર’ની સીક્વલ હશે આ ફિલ્મ
  • લાલ સિંહ ચઢ્ઢા ફ્લોપ થયા પછી એક્ટિંગમાંથી બ્રેક લીધો

આમિર ખાને અપકમિંગ ફિલ્મ ‘સિતારે જમીન પર’ની જાહેરાત કરી છે. આ ફિલ્મની જાહેરાત કરવાની સાથે આમિર ખાને જણાવ્યું કે, આ ફિલ્મ લોકોની નબળાઈ કબૂલ કરવાના કોન્સેપ્ટ પર બનાવવામાં આવશે. 

આમિર ખાને જણાવ્યું છે કે, ‘ટૂંક સમયમાં ફિલ્મ ‘સિતારે જમીન પર’ પર કામ શરૂ કરવામાં આવશે. જે વર્ષ 2007માં રિલીઝ થયેલ ફિલ્મ ‘તારે જમીન પર’ની સીક્વલ હશે’ . પહેલી ફિલ્મમાં આમિર ખાને ઈશાન નામના બાળકની મદદ કરી હતી, હવે ફિલ્મ ‘સિતારે જમીન પર’માં 9 યંગ બાળકો મદદ કરતા જોવા મળશે. રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મમાં બાળકોની નબળાઈને એક્સેપ્ટ કરવાનો કોન્સેપ્ટ રજૂ કરવામાં આવશે. 

આમિર ખાને જણાવ્યું છે કે, ‘મેં આ વિશે ક્યારેય વાત કરી નથી અને હવે કંઈ વધુ કહી શકીશ નહીં. હું ફિલ્મનું ટાઈટલ જણાવી શકીશ. ફિલ્મનું નામ ‘સિતારે જમીન પર’ હશે. તમને મારી ફિલ્મ તારે જમીન પર યાદ હશે, તે જ રીતે આ ફિલ્મનું નામ ‘સિતારે જમીન પર’ છે. તારે જમીન પર ફિલ્મ એક ઈમોશનલ થીમ હતી, મારી અપકમિંગ ફિલ્મ કોમેડી હશે, જે તમને એન્ટરટેઈન કરશે. તારે જમીવ પર ફિલ્મમાં મેં ઈશાન નામના કેરેક્ટરની મદદ કરી હતી, આ ફિલ્મમાં 9 બાળકો મારી મદદ કરશે.’

લાલ સિંહ ચઢ્ઢા ફ્લોપ થયા પછી એક્ટિંગમાંથી બ્રેક લીધો
આમિર ખાને વર્ષ 2022માં ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા ફ્લોપ’ થયા પછી એક્ટિંગ કરિઅરમાંથી બ્રેક લીધો હતો. હાલમાં તેઓ પ્રોડક્શનમાં એક્ટીવ છે. હવે આમિર ખાન ફિલ્મ ‘સિતારે જમીન પર’ થી કમબેક કરશે. રિપોર્ટ અનુસાર આર. એસ પ્રસન્ન આ ફિલ્મને ડાયરેક્ટ કરી શકે છે. 

થોડા દિવસ પહેલા જ ફિલ્મ ‘લાહૌર 1947’ની જાહેરાત કરી હતી
આમિર ખાને 3 ઓક્ટોબરના રોજ ફિલ્મ ફિલ્મ ‘લાહૌર 1947’ની જાહેરાત કરી હતી. આ ફિલ્મ તેમના પ્રોડક્શન હાઉસ આમિર ખાન ફિલ્મ્સના બેનર હેઠળ બનાવવામાં આવશે અને આ ફિલ્મ રાજકુમાર સંતોષી ડાયરેક્ટ કરશે, આ ફિલ્મમાં આમિર ખાનની સાથે સની દેઓલ પણ જોવા મળશે. આ ફિલ્મનું બજેટ 100 કરોડ હોઈ શકે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ