બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / Aam Aadmi Party demanded so many seats from Congress for Gujarat: A decision will be taken for Haryana-Goa

રાજકારણ / આમ આદમી પાર્ટીએ ગુજરાત માટે કોંગ્રેસ પાસેથી આટલી બેઠક માંગી: હરિયાણા-ગોવા માટે લેવાશે નિર્ણય

Vishal Khamar

Last Updated: 02:37 PM, 9 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલ તમામ રાજકીય પક્ષો લોકસભા 2024 ની તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે થોડા સમય પહેલા જ લોકસભા ચૂંટણીને લઈ દિલ્હી ખાતે બેઠક મળી હતી. ત્યારે આ બેઠકમાં સીટોની વહેંચણીને લઈ બંને પાર્ટીઓ દ્વારા વધુ જાણકારી આપી ન હતી. પરંતું બંને પાર્ટી એકજુટ થઈ ચૂંટણી લડશે.

  • લોકસભા ચૂંટણીને લઈ તમામ પક્ષો દ્વારા બેઠકોનો દોર શરૂ
  • AAP અને કોંગ્રેસ એકજૂટ થઈ ચૂંટણી લડશે
  • AAP દ્વારા કોંગ્રેસ પાસે ગુજરાતમાં લોકસભાની એક સીટની કરી માંગ 

 કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનાં નેતાઓએ લોકસભા ચૂંટણીને લઈ સીટોની વહેંચણી પર ચર્ચા કરવા માટે નવી દિલ્હી ખાતે બેઠક બોલાવી હતી. આ દરમ્યાન બંને પાર્ટીઓ એકજુટ થઈ ભારતીય જનતા પાર્ટીને પરાજય આપશે. મીટીંગ બાદ સીટની વહેંચણીને લઈ વધુ માહિતી આપી ન હતી. પરંતું હાલ તેમણે એટલું કહ્યું હતું કે બંને પક્ષો એક સાથે મળીને ચૂંટણી લડશે. હાલ આમ આદમી પાર્ટી દિલ્હી તેમજ પંજાબમાં સત્તા પર છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સ્થાન મેળવ્યું હતું. ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં કોંગ્રેસ પાસે સીટોની આશા રાખી છે. 

AAP દ્વારા લોકસભાનાં ઉમેદવારનું પ્રથમ નામ જાહેર
મળતી માહિતી મુજબ ઈન્ડિયા ગઠબંધનમાં રહેલ બંને પાર્ટીઓએ તેમની વચ્ચે થયેલ સમજૂતી કરાર પર અંતિમ નિર્ણય કર્યો છે.  જેમાં આમ આદમી પાર્ટી દ્વારા કોંગ્રેસ પાસે ગુજરાતમાં 1 લોકસભા સીટની માંગણી કરવામાં આવી છે. ત્યારે તાજેતરમાં જ બે દિવસીય ગુજરાત પ્રવાસે આવેલ કેજરીવાલ તેમજ પંજાબનાં સીએમ ભગવંત માને ભરૂચનાં નેત્રંગ ખાતે સભા યોજી હતી. તાજેતરમાં જ આમ આદમી પાર્ટીનાં પ્રમુખ કેજરીવાલ બે દિવસીય ગુજરાત મુલાકાતે હતા. તે દરમ્યાન તેઓએ ભરૂચના નેત્રંગ ખાતે વિશાળ જનસભાને સંબોધી હતી. જાહેર સભામાં કેજરીવાલે ભરૂચ સીટ પરથી લોકસભાનાં આમ આદમી પાર્ટીનાં ઉમેદવાર તરીકે ચૈતર વસાવાનું નામ જાહેર કરતા રાજકીય માહોલમાં ગરમાવો આવી જવા પામ્યો હતો. 

ભરૂચ લોકસભા મત વિસ્તારમાં સમાયેલ સાત વિધાનસભા મત વિસ્તારની વિગત

નેતાઓએ આદિવાસીઓને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાડ્યું હતું
ગુજરાતમાં લોકસભાની 26 માંથી 26 સીટો ભાજપ પાસે છે. ત્યારે આ આંકડો જાળવી રાખવા માટે ભાજપ દ્વારા કાર્યકર્તાઓને કામે લગાડી દીધા છે. ભરૂચ લોકસભા સીટની વાત કરીએ સમગ્ર વિસ્તાર આદિવાસી મતદારો છે.  આદિવાસી મતદારોને રીઝવવા માટે તમામ રાજકીય પક્ષો દ્વારા ગત લોકસભા ચૂંટણીમાં એડી ચોટીનું જોર લગાડી દીધું હતું. ભરૂચ લોકસભા મત વિસ્તારમાં આવતી સાત વિધાનસભા સીટોમાંથી છ વિધાનસભા સીટ પર  કરજણ, જંબુસર, વગરા, ઝઘડીયા, ભરૂચ, અંકલેશ્વર સીટ પર ભાજપનો કબ્જો છે. જ્યારે નર્મદા સીટ પર આમ આદમી પાર્ટી દ્વારા કબ્જો જમાવ્યો છે. ત્યારે વર્ષ 2019 માં ભરૂચ સીટ પરથી ભાજપ દ્વારા મનસુખ વસાવાને ટીકીટ આપવામાં આવી હતી.  જેમાં મનસુખ વસાવાને 6,37,795 વોટ મળ્યા હતા. જ્યારે કોંગ્રેસ દ્વારા શેરખાન અબ્દુલસાકુર પઠાણને ટીકીટ આપતા તેઓને 3,03,581 મત મળવા પામ્યા હતો. જ્યારે ભારતીય ટ્રાયબલ પાર્ટીનાં છોટું વસાવાને 1,44,083 વોટ મળ્યા હતા. જ્યારે નોટામાં 6321 વોટ પડ્યા હતા. ત્યારે મનસુખ વસાવાને વધુ મત મળતા તેઓને વિજેતા જાહેર કરાયા હતા. 

2019 ની લોકસભાની ચૂંટણીમાં કોને કેટલા મત મળ્યા

વધુ વાંચોઃ વાઇબ્રન્ટ ગુજરાત નામ કેવી રીતે પડ્યું? શું તમે જાણો છો! પહેલાં સંમેલનમાં તો ખુદ PM મોદીએ 500 ઉદ્યોગપતિઓને કર્યો હતો ફોન

બેઠક બાદ કોંગ્રેસનાં નેતાએ શું કીધું
કોંગ્રેસની રાષ્ટ્રીય ગઠબંધન સમિતનાં સભ્યો સાથે આપ નાં નેતાઓ સંદીપ પાઠક, સૌરભ ભારદ્વાજ અને આતિશીએ બેઠક કરી હતી. જેમાં કોંગ્રેસ તરફથી ગઠબંધન સમિતિનાં સંયોજક મુકુલ વાસનિક, રાજસ્થાનનાં પૂર્વ મુખ્યમંત્રી અશોક ગહલોત તેમજ અન્ય નેતાઓનો સમાવેશ થાય છે.  ત્યારે મીટીંગ બાદ કોંગ્રેસ નેતા વાસનિકે કહ્યું હતું કે ચૂંટણી સબંધિત કેટલાક મુદ્દાઓ પર ચર્ચા થઈ છે. તેમણે કહ્યું કે, અમે આગામી ચૂંટણીને લઈ ઘણા મુદ્દાઓ પર બેઠક કરી હતી. ત્યારે હજુ વાતચીત ચાલુ રહેશે અને અમે ફરી મળીશું. જે બાદ સીટોની વહેંચણી પર છેલ્લો નિર્ણય લઈશું.  ત્યારે આ વખતે અમે એકસાથે ચૂંટણી લડશું. અમે ભાજપને પરાજય આપીશું. તેમજ સીટોની વહેંચણીને લઈ જલ્દી જ અમે નિર્ણય કરીશું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ