બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 11:33 AM, 11 March 2024
ટેક્નોલોજીની સાથે ફ્રોડની ચિંતા પણ વધતી જઈ રહી છે. લોકો ટેક્સ ચોરી પણ કરે છે જેનાથી સરકારી રેવેન્યૂને નુકસાન પહોંચે છે. હવે એવા જ લોકોથી બચવા માટે સરકારે પણ તમામ પ્રકારની તૈયારીઓ કરી લીધી છે. આધાર અને પાન લિંક કરવું પણ તેમાંથી જ એક છે.
ADVERTISEMENT
તમામ નાણાકીય મુશ્કેલીઓને રોકવા માટે સરકારે આધાર-પાન લિંક કરાવવું જરૂરી કરી દીધુ છે. ઘણી વખત તેની ડેડલાઈન વધરવામાં આવી અને હવે દંડની સાથે આધાર-પાન લિંક કરાવી શકાય છે. આજે અમે તમને આધાર-પાન લિંકને લઈને એવી જ એક ખબર જણાવવા જઈ રહ્યા છીએ. જેના બાદ તમને ઝટકો લાગી શકે છે.
ADVERTISEMENT
મોંઘુ પડશે પ્રોપર્ટી ખરીદવું
જો તમે પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યા છો અને પોતાના આધાર સાથે પાન લિંક નથી કરાવ્યું તો તમને મોટુ નુકસાન થઈ શકે છે. આધાર-પાન લિંક ન થવા પર તમને પ્રોપર્ટી ખરીદવા પર 20 ટકા સુધી ટીડીએસ આપવાનો રહેશે.
સામાન્ય રીતે 50 લાખ રૂપિયાથી વધારેની પ્રોપર્ટી ખરીદવા પર 1% ટીડીએસ સરકાર આપે છે. છેલ્લા ઘણા મહિનાથી ઈનકમ ટેક્સ વિભાગની તરફથી એવી ઘણી નોટિસ જાહેર કરવામાં આવી છે જેમાં મળી આવ્યું છે કે સંપત્તિ ખરીદનારના આધાર અને પાન લિંક નથી.
આપવામાં આવી રહી છે નોટિસ
હકીકતે એક રિપોર્ટ સામે આવ્યો હતો જેમાં મળી આવ્યું કે જે લોકોએ પોતાના આધાર કાર્ડને પાન સાથે લિંક નથી કર્યું તેમના પાન કાર્ડ ડિએક્ટિવેટ થઈ ગયા છે. ત્યાર બાદ તેમણે જે પ્રોપર્ટી ખરીદી છે. તેમના પર સરકારે નોટિસ જાહેર કરી છે. 50 લાખથી વધારેની સંપત્તિ પર એવા લોકોને 20 ટકા ટીડીએસ આપવાની નોટિસ જાહેર કરવામાં આવી રહી છે.
વધુ વાંચો: કઇ સ્કીમમાં ઇન્વેસ્ટ કરવાથી તમને મળશે બેસ્ટ રિટર્ન, જાણો ફાયદા અને ટિપ્સ
જો તમને પણ આ નિયમ ખબર નથી તો તમે તરત પોતાનું આધાર અને પાન લિંક કરાવી શકો છો. હજુ પણ આધાર-પાન લિંક કરાવી શકાય છે. પરંતુ તેના માટે તમારે એક હજાર રૂપિયાની ફી આપવી પડશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.