ફેશનના ચક્કરમાં એક મહિલાના સ્તન ફાટયા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેને લઈને હવે મહિલા એલિયન જેવી દેખાઈ રહી છે.
મહિલાને મોંઘો પડ્યો શોખ
ફેશનના ચક્કરમાં એક મહિલાના સ્તન ફાટયા
સર્જરી દરમિયાન મહિલાનું સ્તન ફાટ્યું
ઘણીવાર આપણને વિચિત્ર શોખ ભારે પડતો હોય છે. આવી જ એક ઘટના સામે આવી છે. ફેશનના ચક્કરમાં એક મહિલાના સ્તન ફાટવાની ઘટના સામે આવી છે. આ ઘટનાની વાત કરીએ તો એક મોડલે તેના સ્તનની સાઈઝ વધારવા માટે સર્જરી કરવી હતી પરંતુ તેને ક્યાં ખબર હતી કે આ પ્રકારનો શોખ કે સર્જરી તેના માટે મુસીબત ઉભી કરી દેશે. અને થયું કાંઈક એવુંજ કે મહિલાનું એક સ્તન ફાટ્યું છે. જેના કારણે તે મહિલાનો દેખાવ એલિયન જેવો થઈ ગયો છે.
સુંદર દેખાવાના ચક્કરમાં જોખમ લેતા લોકો માટે આંખ ઉઘાડનારો કિસ્સો
હાલમાં આપણે વાત કરીએ તો પ્લાસ્ટિક સર્જરી કરાવવી સામાન્ય વાત બની ગઈ છે અને જો ફેશનની વાત કરીએ તો આજના સમયમાં ઘણા એવા સેલિબ્રેટી છે જેમને પ્લસગીક સર્જરી કરાવી છે. એટલુંજ નહીં આજના સમયમાં મોટા ભાગના મોડલ પ્લાસ્ટિક સર્જરી કરાવી રહ્યા છે ત્યારે આ કિસ્સો તેમના માટે સબક લેવાનો છે. કેમકે આજની તારીખે સુંદર દેખાવાના ચક્કરમાં અભિનેત્રીઓ કે મોડેલો કંઈ પણ કરવામાટે તૈયાર થઈ જાય છે.
મેરી મેગડાલેને શોખ પડ્યો મોંઘો
આ મોડેલનું નામ મેરી મેગડાલેને છે. તે કેનેડાની મોડેલ છે અને તેના વિચિત્ર શોખના કારણે તેને તેની સુંદરતા ગુમાવવાનો વારો આવ્યો છે. એક અહેવાલની વાત કરીએ તો તેમને 10 કિલો વજંનના બ્રેસ્ટ ઈંપ્લાન્ટ કરાવ્યા હતા. જેમાં એક બાજુના સ્તન ફાટી જતા હવે તેઓ તેના વિચિત્ર શોખના કારણે એલિયન જેવી દેખાઈ રહી છે.