બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / A species of lizard found that is also related to crocodiles is a giant elusive identity
Last Updated: 05:03 PM, 9 January 2024
ADVERTISEMENT
આપણી સૃષ્ટી પર અગણિત જીવો વસવાટ કરે છે. જેમાં કેટલાક જીવો વિશાળકાય છે તો કેટલાક જીવો એકદમ સુક્ષ્મ અને ઝેરીલા છે. તમે બધાએ ગરોળી તો જોઈ જ હશે. પણ શું તમે જાણો છો કે આ ગરોળીની કેટલીક પ્રજાતીઓ ખુબ જ મોટી અને ઝેરીલી છે. સામાન્ય રીતે આપણે તો નાની નાની ગરોળી જોઈ હોય જે ઘરની દિવાલો પર ફરતી હોય.. આ ગરોળીને જોઈને પણ જો આપણી ચીસ નીકળી જતી હોય તો જરા વિચારો કે જો આ ગરોળી મગર જેટલી મોટી હોય તો તમે શું કરો.
વધુ વાંચો: આ છે દુનિયાનું એકમાત્ર એવું જાનવર, જેના દૂધમાં હોય છે આલ્કોહોલ!
ADVERTISEMENT
વિશાયકાય ગરોળી મેક્સિકોમાં જોવા મળી
તમને જણાવી દયે કે મેક્સિકોમાં એક એવી ગરોળી મળી છે કે જે અત્યારે ચર્ચાનો વિષય બની છે. આ ગરોળી એટલી મોટી છે કે જેને જોઈને વૈજ્ઞાનિકોના પણ હોંશ ઉડી ગયા છે. આવુ કદાચ તમને માનવામાં નહીં આવે પણ આ હકિકત છે. આ વિશાયકાય ગરોળી મેક્સિકોમાં જોવા મળી છે.
ADVERTISEMENT
ગરોળીની આઁખો પીળી અને ઉંડા નિશાન વાળી છે
વૈજ્ઞાનિકોનો દક્ષિણી મેક્સિકોના ઝાડ પર ચોટેલી એક મગર જેવડી એક સામાન્ય રૂપથી મોટુ કદાવર જાનવર જોવા મળ્યું હતું. આ કદાવર જાનવર ગરોળી છે. આ ગરોળીની એક નવી પ્રજાતિ છે. જેનું નામ એબ્રોનિયા ક્યૂનેમિકા અથવા કોપિલા આર્બોરિયલ એલીગેટર ગરોળી રાખવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકો અનુસાર આ ગરોળી લગભગ 9.8 ઈંચ જેટલી લાંબી છે. જેનુ શરીર પીળા અને ભુરા રંગનું કદાવર છે. શોધમાં જાણવા મળ્યું છે કે આ ગરોળીની આઁખો પીળી અને ઉંડા નિશાન વાળી છે.
ADVERTISEMENT
માયાવી છે આ ગરોળીની નવી પ્રજાતિ
વૈજ્ઞાનિકોએ કહ્યું કે આ વિશાળકાય ગરોળી પાંદડાઓની વચ્ચે છુપાઈને રહે છે તે મોટા ભાગે સવારે અથવા બપોરના સમયે બહાર નીકળે છે. પીએલઓએસ વન જર્નલમાં પ્રકાશિત એક અહેવાલ મુજબ વર્ષ 2014માં આ ગરોળીની રસપ્રદ તસવીર સામે આવ્યા બાદ શોધકારોએ 2015થી લઈને 2022 વચ્ચે પાંચ અભિયાન ચલાવ્યા હતા અને ગરોળી જેવા માયાવી જીવની શોધ કરી હતી.
એક રિપોર્ટ અનુસાર આ શોધ આમ જોઈ તો ઘણી કઠિન છે. મિયામી હેરાલ્ટના રિપોર્ટ અનુસાર શોધકારોએ ગરોળીની શોધ કરવા માટે 20 ઝાડ પર ચડવા માટે 350 કલાકથી વધુનો સમય વિતાવ્યો હતો. ત્યારે તેમને આ વિશાળકાય ગરોળી જોવા મળી હતી. રિપોર્ટ અનુસાર આ ગરોળી મેક્સિકો સિટીથી લગભગ 700 કિલોમીટર દુર દક્ષિણ પૂર્વમાં ચિયાપાસના એક શહેર કોએપિલામાં મળી છે. જો કે આ નવી પ્રજાતિની સુરક્ષા માટે તેમને કોઈ ચોક્કસ સ્થાન વિશે ખુલાસો કર્યો નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.