બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / અમદાવાદ / A special watch designed in Canada by Jaibhole Group Ahmedabad will be presented to Prabhu Shriram

અમદાવાદ / અયોધ્યાના રામ મંદિરની શોભા વધારશે ગુજરાતની ખાસ ઘડિયાળ: ભગવાન રામના 720 નામ અને બાણ છે અંકિત, જાણો ખાસિયત

Dinesh

Last Updated: 10:27 AM, 7 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

​​Ahmedabad news: આગામી 10મી જાન્યુઆરીએ અયોધ્યા ખાતે નવનિર્મિત રામ મંદિર સહિતના ચાર સ્થળોએ જયભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા કેનેડામાં ડિઝાઇનિંગ કરેલ વિશેષ ઘડિયાળ પ્રભુ શ્રીરામને અર્પણ કરાશે

  • કેનેડામાં ડિઝાઇનિંગ કરેલ વિશેષ ઘડિયાળ પ્રભુ શ્રી રામને અર્પણ કરાશે
  • જયભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા રામ મંદિરમાં આ ખાસ ઘડિયાળ અર્પણ કરાશે
  • નવનિર્મિત રામ મંદિર સહિતના ચાર સ્થળોએ આ ઘડિયાળ સ્થાપિત થશે


ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યા ખાતે આગામી 22મી જાન્યુઆરીએ પ્રભુ રામના નવનિર્મિત ભવ્ય મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે દેશભરમાં ઉજવણીનો માહોલ છે અને કરોડો લોકો અનેકવિધ પ્રકારે પોતાની શ્રદ્ધા અને આસ્થા સાથે પ્રભુશ્રી રામની ભક્તિમાં લીન બન્યા છે. જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા પ્રભુ શ્રી રામના નવનિર્મિત મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવણી અંતર્ગત અયોધ્યા ખાતે શ્રી રામના મંદિર સહિત ચાર સ્થળોએ વિશેષ પ્રકારની ઘડિયાળ અર્પણ કરવામાં આવી રહી છે. આ તમામ ઘડિયાળોનું ડિઝાઇનિંગનું કામ કેનેડા કરવામાં આવ્યું છે. આગામી તારીખ 10 મી જાન્યુઆરી એ જય ભોલે ગ્રુપના દીપેશભાઈ પટેલ સહિતના સભ્યો અયોધ્યા ખાતે શ્રી રામના નવનિર્મિત મંદિર, હનુમાન ગઢી, શૃંગી આશ્રમ અને શ્રી રામ જન્મ ભૂમિ ટ્રસ્ટના મહંત નૃત્ય ગોપાલદાસજી મહરાજને આ વિશેષ ઘડિયાળો અર્પણ કરશે. આ સાથે ભગવાન શ્રી રામના આરાધ્ય સદાશિવ મહાદેવના જ્યોતિર્લિંગ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર અને કાશી નગરીના ક્ષેત્રપાલ કાળભૈરવ મંદિરમાં પણ આવી જ વિશેષ ઘડિયાળ સ્થાપિત કરવામાં આવશે.

આ ઘડિયાળ કેનેડા નિવાસી સભ્ય વિવેક પટેલે તૈયાર કરી
ઘડિયાળનો કાંટો એક રીતે આપણી શ્વાસોની ગતિ, ધબકારાને પણ નિર્દેશ કરે છે. સમય બધું જ છે, સમયએ જીવનચક્ર છે, તો ભગવાન માતાજીના મંદિરોમાં પણ ભગવાનનો સમય ચાલવો જોઈએ એવી ભાવના સાથે જયભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા દેશભરના નામાંકિત મંદિરોમાં અત્યાર સુધી 1780 ઘડિયાળો સ્થાપિત કરવામાં આવી છે. આ ઘડિયાળોમાં જે તે મંદિરનું પૌરાણિક આધ્યાત્મિક મહત્વ અને અને લોકોની શ્રદ્ધાને જોડી તેને અનોખી આગવી અને વિશેષ બનાવવામાં આવી છે. આ તમામ ઘડિયાળોની ડિઝાઇન અને કોન્સેપ્ટ જય ભોલે ગ્રુપ જુનિયરના કેનેડા નિવાસી સભ્ય વિવેક પટેલે તૈયાર કરી છે. તેમના જણાવ્યા મુજબ સમગ્ર દેશ અને દુનિયાભરમાં વસતા હિંદુઓ માટે 22 મી જાન્યુઆરીનો દિવસ ખાસ છે, ત્યારે અમે આ ઘડિયાળ મંદિરમાં અર્પણ કરી ધન્યતા અનુભવી રહ્યા છીએ.

સમયની સાથે શ્રદ્ધાનું સમન્વય
સમયને આપણે કાળચક્ર તરીકે પણ ઓળખીએ છીએ. સમય અનંત અને અનાદિ છે. ક્યાંથી શરૂ થાય છે અને ક્યાં પૂરો થાય છે એ કોઈ જાણી શક્યું નથી. પરંતુ આપણે સમયને માપવા માટે ઘડિયાળની શોધ કરી અને ઘડિયાળથી આપણે સમયને આપણી સમજણ મુજબ નિશ્ચિત કર્યો. આ ઘડિયાળ ફક્ત સમય નહિ પરંતુ સમયની સાથે શ્રદ્ધાનું સમન્વય કરી આસ્થાનું એવું અનુબંધ રચે છે કે જેથી દરેક શ્રદ્ધાળુઓની ધાર્મિક ચેતના જાગૃત થાય અને સનાતન ધર્મ પ્રત્યેની આસ્થા અખંડિત સ્વરૂપે અનંત કાળ સુધી સચવાઈ રહે.


    જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા ધાર્મિક ચેતના અને સનાતન સંસ્કૃતિના જતન માટે અનેકવિધ પ્રયાસ કરવામાં આવે છે. કરોડો હિન્દુઓની લાંબી પ્રતીક્ષા બાદ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણ પામ્યું છે ત્યારે જય ભોલે ગ્રુપ અમદાવાદએ આ મહોત્સવમાં સહભાગી બનતાં અયોધ્યામાં ચાર ઘડિયાળો અર્પણ કરી ધન્યતા અને ગૌરવ સાથે કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા અને ધાર્મિક ચેતનાને ઘડિયાળ- સમયના માધ્યમથી સેતુસ્વરૂપે જોડવાનું કામ કર્યું છે.

વાંચવા જેવું: અયોધ્યા મંદિર માટે પિતા અને ભાઈએ જીવ આપ્યા, હવે બહેનને આમંત્રણ મળતા સરી પડ્યા આંસુ, કહ્યું એ દિવસ આજે પણ ભૂલાતો નથી

ઘડિયાળોની વિશેષતા
ઇતિહાસ, આસ્થા અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ દર્શાવતી વિશેષ ઘડિયાળ. અયોધ્યા શ્રીરામ મંદિરમાં અર્પણ થનારી ઘડિયાળમાં  પ્રભુ શ્રીરામના દ્વાદશ નામો અંકિત છે. જે ભગવાન શિવજીએ માતા પાર્વતી સમક્ષ વર્ણવ્યા હોવાનો સ્કંદ પુરાણમાં ઉલ્લેખ છે. ઉપરાંત પ્રભુ શ્રી રામે જે બાણથી રાવણનો વધ કર્યો એ અજયબાણ અંકિત કરેલું છે. તેમજ નવનિર્મિત રામ મંદિર અને 22 મી જાન્યુઆરી 2024 તારીખ દર્શાવવામાં આવી છે. શ્રી રામના મંદિર નિર્માણમાં જેમનું અનન્ય અને મહત્વનું યોગદાન છે એવા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર સમિતિના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસજીને તેમની ભક્તિ અને રામ સ્મરણના પ્રતીક સ્વરૂપે ભગવાન રામના 720 નામોનું વર્ણન કરેલ ઘડિયાળ અર્પણ કરવામાં આવશે. જે 12 કલાકમાં 720 મિનિટ રામ સ્મરણની તેમની આસ્થા ભક્તિને સમર્પિત છે. ભગવાન રામની વાતમાં ભક્ત શિરોમણી શ્રી હનુમાનની યાદ અવશ્ય આવે, આથી જય ભોલે ગ્રુપ દ્વારા હનુમાન ગઢી ખાતેના મંદિરમાં " અંજનેય દ્વાદશ નામ સ્ત્રોત"નું વર્ણન કરેલ ઘડિયાળ અપર્ણ કરવામાં આવશે. જ્યારે શૃંગી આશ્રમમાં સ્થાપિત થનારી ઘડિયાળમાં સપ્તઋષિઓ સહિત 12 ઋષિ-મુનિઓના નામ દર્શાવવામાં આવ્યા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ