બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Father and brother gave their lives for Ayodhya temple, now tears fell on sister's invitation, said that day is not forgotten even today

Vtv Exclusive / અયોધ્યા મંદિર માટે પિતા અને ભાઈએ જીવ આપ્યા, હવે બહેનને આમંત્રણ મળતા સરી પડ્યા આંસુ, કહ્યું એ દિવસ આજે પણ ભૂલાતો નથી

Vishal Khamar

Last Updated: 03:33 PM, 6 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રામ મંદિરનાં પ્રાણ પ્રતિષ્ઠા અંગે કાર સેવકોમાં હર્ષની લાગણી છવાઈ જવા પામી છે. અમદાવાદનાં નેહાબેને પિતા અને ભાઈએ જીવ ગુમાવ્યા હતા. રામ મંદિર નિર્માણને લઈ કાર સેવકોમાં ગર્વ છે.

  • રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા અંગે કારસેવકોમાં હર્ષની લાગણી
  • અમદાવાદના નેહાબેને ગુમાવ્યા પિતા અને ભાઇ 
  • ઘરના મોભીઓના મોત બાદ સંઘર્ષમય રહ્યું જીવન 

૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજવાનો છે. જેનું આમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે. રામ મંદિર માટેના વર્ષો લાંબા સંઘર્ષમાં લોકો બલિદાન આપ્યું છે. ત્યારે આવો મળીએ સોની પરિવારને જેમણે પોતાના પિતા અને ભાઈ ગુમાવ્યા છે. ત્યારે કેવો છે, સોની પરિવારનું  યોગદાન જોઈએ.

રામ મંદિર માટે જીવ આપનાર પરિવારોની કહાની
રામમંદિરમાટેનો નિર્માણ માટે ૫૦૦ વર્ષ જુનો સઘર્ષ પૂર્ણ થયો અને હવે  ૨૨ જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ નિજ  મંદિરમાં બિરાજશે..પરંતુ રામ મંદિરમાં માટે ચાલેલા લાંબા સંઘર્ષ માં અનેક લોકો બલિદાન આપ્યું છે. આવું જ બલિદાન સોની પરિવારના સદસ્ય છે, આ પરિવાર મોભી એવા  મનસુખભાઈ સોની અને તેમનો પુત્ર જેસલભાઈ સોનીનું છે. મનસુખભાઈ સોની  અમરાઈવાડી વિસ્તારના વિશ્વ હિંદુ પરિષદના સ્વયમ સેવક હતા. 

સંઘર્ષમય જીવન જીવી રામમંદિરનું સપનું કર્યું સાકાર 
વર્ષો સેવા કરતા મનસુખભાઈ ૧૯૯૦ અને ૧૯૯૨ની કાર સેવા બાદ અયોધ્યમાં રામ મંદિરના ખાતે આયોજિત યજ્ઞ ૨૦૦૨માં રામયજ્ઞમાં આહુતિ માટે ગયા હતા. આ યજ્ઞમાં સેંકડો લોકો જોડાયા હતા.આહુતિ આપીને પરત આવતા ૨૦૦૨માં ગોધરામાં હિંદુ કાર્યકરોને લઇને જતી એક ટ્રેનમાં આગ લગાવી હતી. જેમાં 58 લોકોનાં મોત નીપજ્યાં જેમાં મનસુખભાઈ સોની અને તેમનો પુત્ર જેસલ ભાઈ સોની નું અવસાન થયું હતું. આ બન્ને મોભીનું અવસાન બાદ નેહાબેન અને તેમની માતા માથે જાણે આભ ફાટી ગયું  હોય તેવી સ્થતિ બની. 

અમદાવાદના નેહાબેને ગુમાવ્યા પિતા અને ભાઇ 
તેમના ભાઈ જેસલ ભાઈની છ માસ ની દીકરી પણ એ પણ પિતાની છત્ર છાયા ગુમાવી દીધી. આમ સોની પરિવાર માથે જાણે કોઈ મોભી જ હોય તેવું હાલત બની ત્યાર બાદ સોની પરિવારના નેહાબેન માતા પણ પાંચ વર્ષમાં અવસાન પામ્યા ત્યારે બાદ સંઘર્ષમય જીવન જીવી રહ્યા છે..આજે પણ આ નેહાબેન રામ મંદિર નિર્માણ ખુશી અને ગર્વ છે, પરતું રામ નામ સાંભળતા સાથે આંખમાંથી આંસુ સરી પડે છે..એ દિવસ ભૂલી શકતા નથી.

નેહાબેન સોની  ((પુત્રી સોની પરિવાર)

રામયજ્ઞ આહુતિ આપી પરત આવતા સમયે ગુમાવ્યો જીવ
આ ઘટના બાદ જાણે અમારા પરિવારનું કોઈ મોભી રહ્યું નથી. આ ઘટના વર્ષો સુધી ભૂલી નાં શક્યતા એક સમય એવો પણ આપ્યો કે જે ઘરમાં રહેતા હતા,તે ઘર પણ વહેલી દેવાની નોબત આવી છે. નેહાબેનના ભાઈ ૨૪ વર્ષે થયેલા અવશાન બાદ તેમના ભાભીને બીજા લગ્ન કરી દીધા. તેમના માતા હાર્ટ ના દર્દી થયા તેમના સાચવવાનો પડકાર હતો. હાલ દુઃખની વાત  અને બલિદાન અમર થઇ ગયું રામ મંદિરના નિર્માણ થકી તેમ કહેતા આંસુ રોકી શકતા નથી. તેવી સ્થતિ નેહા બેનની  છે.

પરિવાર ગુમાવ્યાના દુખ સાથે રામમંદિર નિર્માણનો ગર્વ
૨૦૦૨માં રામ યજ્ઞમાં મોટું બલીદાન આજે પણ અનેક પરિવાર સંઘર્ષ કરવાની નોબત આવી છે. તે સમયનો સંઘર્ષ  આજે પણ ભૂલી શકાય તેમ નથી. નેહાબેન સોનીના પતિ નું કહેવું છે કે અયોધ્યામાં આયોજિત કાર્યક્રમમાં બીપીનભાઈ કહે છે કે કયારેક કોઈની નાની મોટું નુકશાન થાય તો ભૂલી શકાય નહી તો અયોધ્યામાં આયોજિત યજ્ઞમાં મારા સસરા જેસલભાઈ  અને મારા મનસુખભાઈ સાળા હતા. જે વિશ્વ હિંદુ પરિષદ માટે વર્ષો સેવા આપી અને યુગમાં ગયા બાદ તે પરત આવ્યા નથી આ મોટું દુઃખ વિસરી નાં શકાય તેવું છે, પરંતુ રામ કાજ માટે આપેલા બલિદાન ગર્વ અનુભવ કરી રહ્યા છે.

આમંત્રણનો સહર્ષ સ્વીકાર કરીને અયોધ્યા જવાની  તૈયારી પણ કરી રહ્યા
સોની પરીવાર માથે ઘરના મોભી જ રહ્યા નહીં તેવી સ્થતિ બની અને  જાણે આભ તૂટી પડ્યો હતો. પરિવારને બલીદાન આજે પણ રામ માટે જીવન જીવ્યા હોવાનું કહી રહ્યા છે. રામ મંદિરના આમંત્રણનો સહર્ષ સ્વીકાર કરીને અયોધ્યા જવાની  તૈયારી પણ કરી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ