બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A shocking revelation was made in the UGC report presented in the Lok Sabha

UGC ડેટા રિપોર્ટ / લો બોલો! આ છે ગુજરાતના શિક્ષણની વાસ્તવિકતા: રાજ્યની 55 યુનિ., 1767 કોલેજો છે NAACની માન્યતા વિનાની

Malay

Last Updated: 09:33 AM, 26 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

UGC Data Report: લોકસભામાં રજૂ કરાયેલા UGCના રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો, ગુજરાત યુનિવર્સિટી સહિત રાજ્યની 55 યુનિવર્સિટી અને 1767 કોલેજો પાસે નથી NAACની માન્યતા.

  • લોકસભાની પ્રશ્નોતરીમાં NAACની માન્યતાનો મુદ્દો ઉઠ્યો
  • ગુજરાતની 55 યુનિવર્સિટી પાસે NAACની માન્યતા નહીં
  • ગુજરાત યુનિવર્સિટીનો પણ સમાવેશ
  • 1 હજાર 767 કોલેજો પાસે  NAACની માન્યતા નહીં

લોકસભામાં ચાલી રહેલા ચોમાસું સત્રના પ્રશ્નોતરીમાં NAACની માન્યતાનો મુદ્દો ઉઠ્યો હતો. જેમાં એક પ્રશ્નના જવાબમાં યુજીસી દ્વારા તાજેતરના રિપોર્ટને રજૂ કરાયો હતો. આ રિપોર્ટમાં સામે આવ્યું છે કે હાલ ગુજરાત સહિત દેશભરની હજારો કોલેજો અને યુનિવર્સિટીઓ પાસે NAAC (નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ)ની માન્યતા જ નથી. એક બાજુ નવી શિક્ષણ નીતિના અમલની વાતો થઈ રહી છે, ત્યાં બીજુ બાજુ હજારો નેક વગરની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં વિદ્યાર્થીઓ ભણતા હોવાનું સામે આવ્યું છે.

ફાઈલ ફોટો

ગુજરાત યુનિવર્સિટી પાસે પણ નથી નેકની માન્યતા 
અહીં સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે રાજ્યની સૌથી મોટી અને જૂની એવી ગુજરાત યુનિવર્સિટી પાસે પણ ત્રણ વર્ષથી NAACની માન્યતા નથી. વર્ષ 2015માં ગુજરાત યુનિવર્સિટી દ્વારા નેકની માન્યતા લેવામાં આવી હતી. ગુજરાત યુનિવર્સિટી સહિત 55 યુનિવર્સિટી પાસે NAACની માન્યતા ન હોવાનું યુજીસીના રિપોર્ટમાં સામે આવ્યું છે. 

હવે ગુજરાત યુનિ.ના વિદ્યાર્થીઓએ ખોવાયેલી માર્કશીટ માટે નહીં થવું પડે હેરાન,  લેવાયો આ મહત્વપૂર્ણ નિર્ણય | No affidavit for Duplicate marksheet in Gujarat  University
ફાઈલ ફોટો

ગુજરાતમાં 83 યુનિવર્સિટીઓ અને 1767 કોલેજો પાસે નથી નેકની માન્યતા
ગુજરાતમાં કુલ 83 જેટલી યુનિવર્સિટીઓ અને 2267 કોલેજો આવેલી છે. જેમાંથી માત્ર 28 યુનિવર્સિટીઓ જ નેકની માન્યતા ધરાવે છે. તો 2267 કોલેજોમાંથી માત્ર 500 પાસે જ નેકની માન્યતા છે. રાજ્યની 1767 કોલેજો પાસે NAACની માન્યતા નથી. 

દેશમાં 676 યુનિવર્સિટીઓ અને  34,461 કોલેજો પાસે નથી નેકની માન્યતા
સમગ્ર દેશની વાત કરીએ તો દેશમાં નેક માન્યતા માટે લાયક એવી કુલ 1113 યુનિવર્સિટીઓમાંથી 437 પાસે નેકની માન્યતા છે. જ્યારે 676 યુનિવર્સિટીઓ પાસે નેકની માન્યતા નથી. સાથે જ 43,796 કોલેજોમમાંથી માત્ર 9335 જ કોલેજો નેકની માન્યતા ધરાવે છે. એટલે કે 34,461 કોલેજો પાસે નેકની માન્યતા નથી. 

દર પાંચ વર્ષે કરવાની હોય છે અરજી
અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર અને યુજીસી દ્વારા નેક એક્રેડિટેશન, નેશનલ રેન્કિગ અને એનબીએ એક્રિડિટેશન લેવાનું ફરજિયાત કરાયું છે. જેમાં ટેકનિકલ કોલેજોએ કોર્સ દીઠ એનબીએ માન્યતા લેવાની હોય છે. યુનિવર્સિટીઓની વાત કરીએ તો યુનિવર્સિટીઓએ નેક એક્રેડિટેશન મેળવવાનું હોય છે. આ માટે દર પાંચ વર્ષે અરજી કરવાની હોય છે. પરંતુ મોટભાગની કોલેજો અને યુનિવર્સિટીઓ અરજી ન કરતી હોવાનું સામે આવ્યું છે. 

 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ