બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / A scuffle broke out between RMC cattle party and goods carriers in Gandhigram area of Rajkot

રાજકોટ / VIDEO: બહુ લપ ના કરો નહીંતર ઘરમાંથી કાઢીશું હોં ઢોર...: ગાય પકડવા પર ઢોર પાર્ટી સાથે ઝપાઝપી, મહિલાઓએ કહ્યું અમે 10 મિનિટ ખાલી દોહતા હતા

Dinesh

Last Updated: 12:22 PM, 5 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News : રાજકોટમાં ગાંધીગ્રામ વિસ્તારમાં RMCની ઢોરપાર્ટી અને માલધારીઓ વચ્ચે ઝપાઝપી થઈ, માલધારી મહિલા કહ્યું કે, ગાય છૂટી પણ ન હતી દોહતા હતા

 

  • રાજકોટ RMCની ઢોરપાર્ટી અને માલધારીઓ વચ્ચે ઝપાઝપી 
  • ઢોર પકડવા મુદ્દે રસ્તા વચોવચ ઢોરપાર્ટી-માલધારીઓ વચ્ચે ઘમાસાણ
  • ખાલી 10 મિનિટ દોહતા હતા: માલધારી મહિલા


રાજકોટમાં RMCની ઢોરપાર્ટી અને માલધારીઓ વચ્ચે તંગ માહોલ સર્જાયો હતો. ગાંધીગ્રામ વિસ્તારમાં ઢોર પાર્ટી રખડતા ઢોર પકડવા ગઈ હતી. તે દરમિયાન સ્થાનિકો અને કર્મચારીઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. માલધારીઓ તેમજ ઢોરપાર્ટીના કર્મચારીઓ અને SRPના જવાનો વચ્ચે ઢોર મુદ્દે રસ્તા વચોવચ ઘમાસાણ સર્જ્યું હતું. જેથી રસ્તા પર ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતાં. જો કે, આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે, એક વ્યક્તિ ધમકાવી રહ્યો છે અને તે માલધારી મહિલાને કહી રહ્યો છે કે, બહુ લપ ના કરો નહીંતર ઘરમાંથી કાઢીશું ઢોર.

'લપ ના કરો નહીંતર ઘરમાંથી કાઢીશું ઢોર'
માલધારી મહિલાઓ અને મહિલા સુરક્ષા કર્મચારીઓ વચ્ચે ઝપાઝપીના પણ દ્રશ્યો સામે આવ્યા છે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં માલધારી મહિલાને એક વ્યક્તિ કહ્યું કે,  લપ ના કરો નહીંતર ઘરમાંથી કાઢીશું ઢોર ત્યારે મહિલા કહે છે કે, ખાલી દોવે છે, ત્યારે તે વ્યક્તિ કહે છે કે, દોવે તો બહાર નહી રાખવાના. માલધારી મહિલા કહે છે કે, અમારી સાથે જબરજસ્તી થાય છે, ખાલી 10 મિનિટ દોહતા હતા. ગાય છૂટી પણ ન હતી. 

'અમારા જીવની જેમ રાખીએ છીએ'
માલધારી દીકરી ગાયને ગળે લગાવીને ઉભી રહી હતી. તે કહી રહી હતી કે, અમે ઢોરને અમારા જીવની જેમ રાખીએ છીએ નહી જવા દઈએ. ઢોર પાર્ટી તેને ડબ્બામાં પૂરવા માટે તમામ પ્રયાસો કરી રહ્યાં છે. જેમાં અંતે માલધારી દીકરીના હાથમાંથી ગાય છોડવાની ડબ્બામાં પૂરી દીધી હતી. માલધારીઓએ ઢોરપાર્ટીના કર્મચારીઓ અને SRPના જવાનો વચ્ચે ઝપાઝપી થતાં માહોલ ઉગ્ર બન્યો હતો. જો કે, ઉગ્ર માહોલ બનતા સમગ્ર મામલો ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં સુધી પણ પહોંચ્યો છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ