બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / A quick headache cure, these 5 home remedies will give you instant relief

સ્વાસ્થ્ય / માથાના દુખાવાનો અકસીર ઈલાજ, આ 5 ઘરેલુ નુસખાથી મળશે ઝટપટ આરામ, બદામવાળો સૌથી કારગર

Pooja Khunti

Last Updated: 04:14 PM, 1 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમે માથાના દુ:ખાવાથી રાહત મેળવવા માટે ઘરેલુ ઉપાય કરી શકો છો. તેનાથી સરળતાથી તમારા માથાનો દુ:ખાવો દૂર થઈ જશે અને તમને કોઈ નુકસાન પણ નહીં થાય.

  • માથાનો દુ:ખાવો આજે સામાન્ય સમસ્યા બની ગઈ છે
  • ફુદીનામાં ઘણા ઔષધીય ગુણો છે
  • સફરજનનાં સેવનથી તમારા માથાનો દુ:ખાવો દૂર થઈ શકે છે

માથાનો દુ:ખાવો આજે એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. માથાના દુ:ખાવાના અલગ-અલગ કારણો હોય શકે છે. ઘણા લોકો આ સ્થિતિમાં દુખાવાની દવાનું સેવન કરે છે. આમ તો આ કોઈ ચિંતાની વાત નથી પણ વારંવાર આ દવાનું સેવન કરવામાં આવે તો તેનાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. આ દવાની ઘણી આડઅસર હોય છે. તમે માથાના દુ:ખાવાથી રાહત મેળવવા માટે ઘરેલુ ઉપાય કરી શકો છો. તેનાથી સરળતાથી તમારા માથાનો દુ:ખાવો દૂર થઈ જશે અને તમને કોઈ નુકસાન પણ નહીં થાય. 

માથાનો દુ:ખાવો દૂર કરવા માટે આ ઘરેલુ ઉપાય અપનાવો 

આદું અને તુલસીનો રસ 
તમને માથાનાં દુ:ખાવાની સમસ્યા હોય તો તમારે આદું અને તુલસીનાં રસનો ઉપયોગ કરવો જોઈએ. તેના માટે 10-15 તુલસીનાં પાન અને થોડું આદું લો. હવે તેને પીસી લો. તેમાંથી જે રસ નીકળે તેને માથા પર લગાવો. થોડા સમયમાં તમારા માથાનો દુ:ખાવો દૂર થઈ જશે. 

ફુદીના રસ
ફુદીનામાં ઘણા ઔષધીય ગુણો છે. જો તમે માથાના દુ:ખાવાથી છુટકારો મેળવવા માંગતા હોય તો તમારે ફુદીનાનાં પાનનો રસ માથા પર લગાવવો જોઈએ. થોડી જ વારમાં તમારા માથાનો દુ:ખાવો દૂર થઈ જશે. 

સફરજનનું સેવન 
સફરજનનાં સેવનથી તમારા માથાનો દુ:ખાવો દૂર થઈ શકે છે. તમારે 1 સફરજનમાં મીઠું લગાવી તેનું સેવન કરવું જોઈએ. થોડી વારમાં તમારા માથાનો દુ:ખાવો દૂર થઈ જશે. 

વાંચવા જેવું:  વારેઘડિયે ઊડી જાય છે ઊંઘ? આજથી જ કરો આ 5 કામ, નહીં પડે કોઈ દવાની જરૂર

બદામ 
માથાના દુ:ખાવાથી છુટકારો મેળવવા માટે તમે બદામનું સેવન પણ કરી શકો છો. જો તમે 5-7 બદામ ચાવીને ખાવ છો તો તેનાથી તમારા માથાનો દુ:ખાવો દૂર થઈ જશે. 

એપલ વિનેગર 
રાત્રે વધુ દારૂનું સેવન થઈ ગયું હોય અને બીજા દિવસે માથાનો દુ:ખાવો થતો હોય તો આ સ્થિતિમાં તમારે એપલ વિનેગરનો ઉપયોગ કરવો જોઈએ. એક ગ્લાસ પાણીમાં 1-2 ચમચી એપલ વિનેગર ઉમેરો, આ સાથે 1 ચમચી મધ અને 1-2 ટીપાં લીંબુનો રસ ઉમેરો. હવે તેને મિક્સ કરી તેનું સેવન કરો. તેનાથી માથાના દુ:ખાવામાં રાહત મળશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ