બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / A pregnant woman died due to electrocution, but the baby's heart continued to beat in the womb

હ્રદયદ્રાવક ઘટના / કરંટ લાગવાથી ગર્ભવતી મહિલાનું થયું મોત, પણ ગર્ભમાં ધબકતું રહ્યું બાળકનું હ્રદય

Vishal Khamar

Last Updated: 04:46 PM, 17 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંબિકાપુરના ઉદયપુરમાં વીજ કરંટ લાગવાથી 9 મહિનાની ગર્ભવતી મહિલાનું મોત થયું હતું. ત્યારે આશ્ચર્યની વાત એ છે કે ગર્ભમાં ઉછરી રહેલ બાળકનું હ્રદય હજી પણ ધડકતું હતું.

  • છત્તીસગઢના અંબિકાપુરમાં એક હ્રદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી
  • વીજ કરંટ લાગવાથી 9 મહિનાની ગર્ભવતી મહિલાનું મોત થયું હતું
  • ર્ડાક્ટરોએ ઓપરેશન કરીને તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો

 અંબિકાપુરના ઉદયપુરમાં વીજ કરંટ લાગવાથી 9 મહિનાની ગર્ભવતી મહિલાનું મોત થયું હતું. ત્યારે આશ્ચર્યની વાત એ છે કે ગર્ભમાં ઉછરી રહેલ બાળકનું હ્રદય હજી પણ ધડકતું હતું. ર્ડાક્ટરોએ ઓપરેશન કરીને તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતું ઓપરેશન દરમિયાન જ બાળકને શ્વાસ બંધ થઈ ગયો હતો.

ર્ડાક્ટરોએ બાળકને બચાવવાનો પ્રયાસ કર્યો
છત્તીસગઢના અંબિકાપુરમાં એક હ્રદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં વીજ કરંટ લાગવાથી 9 મહિનાની ગર્ભવતી મહિલાનું મોત થયું છે. પરંતું આશ્ચર્યની વાત એ છે કે મહિલાના મૃત્યું બાદ પણ તેના ગર્ભમાં ઉછરી રહેલા બાળકનું હ્રદય ધડકતું હતું. ર્ડાક્ટરોએ બાળકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતું ઓપરેશન દરમ્યાન જ તેનું મોત થયું હતું.

ઘટનાને પગલે પરિવાર અને ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ 
આ મામલો ઉદયપુર પોલીસ સ્ટેશન વિસ્તારના બેલધબપુતા ગામનો છે. મળતી માહિતી મુજબ અહીં રહેતી 28 વર્ષની શિવકુમારી સીએચસી હોસ્પિટલ ઉદયપુર લઈ ગયા. ત્યાં તબીબોએ મહિલાને મૃત જાહેર કરી હતી. પરંતું જ્યારે તેના ગર્ભાશયની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે બાળકના હ્રદયના ધબકારા ચાલી રહ્યા છે. આ જોઈને ર્ડાક્ટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. તેણે બાળકને બચાવવા માટે ઓપરેશન શરૂ કર્યું. પરંતું તેઓ બાળકને બચાવી શક્યા ન હતા. ત્યારે આ ઘટનાને પગલે પરિવાર અને ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. 

ત્યારે નાયબ તહસીલદાર ર્ડા.એજાઝ હાશ્મીની હાજરીમાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવ્યો હતો. મૃતકના અંતિમ સંસ્કાર શનિવારે કરવામાં આવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ