બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / A Man Who Flat-Lined For 7 Minutes Before Being Brought Back To Life Is Sharing His Experience With Death

મોત પછીની દુનિયા / આ શખ્સ ચંદ્રથી પણ ઉપર જઈ આવ્યો, મોત પછી શું જોયું? હેરતઅંગેજ દાવાથી છૂટી જશે જિંદગીનો મોહ

Hiralal

Last Updated: 03:52 PM, 2 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્રિટનના સ્ટેજ એક્ટર શિવ ગ્રેવાલ 7 મિનિટના મોત બાદ ફરી જીવતા થયા હતા અને મોત પછીની દુનિયા કેવી હોય છે તેને લઈને હેરતઅંગેજ દાવા કર્યાં છે.

  • મર્યા પછી જીવતા થયેલા શખ્સે કર્યું મોત પછીની દુનિયાનું સમર્થન
  • બ્રિટીશ એક્ટર શિવ ગ્રેવાલનું હાર્ટએટેકથી થયું હતું 7 મિનિટનું મોત 
  • 7 મિનિટના મોત બાદ તે ફરી જીવતા થયો, વર્ણવ્યાં મોત પછીનો અનુભવ 

મૃત્યુ પછી શું થાય છે તે એક રહસ્ય છે જેનો જવાબ કદાચ કોઈની પાસે નથી. જો કે, પુરાણો અને ઘણા લોકોએ મૃત્યુ પછીના અનુભવનો દાવો કર્યો છે. હવે મોત પછીના લાઈફને લઈને એક નવો દાવો થયો છે. હાલમાં જ બ્રિટનના એક જાણીતા સ્ટેજ એક્ટરે અજીબોગરીબ દાવો કર્યો છે. ભારતીય મૂળના 60 વર્ષીય શિવ ગ્રેવાલનો દાવો છે કે તેમનું સાત મિનિટ સુધી મોત થયું હતું અને આ દરમિયાન તેમણે એક અન્ય દુનિયાનો અનુભવ કર્યો હતો. એ જ સમયગાળામાં તેઓ ચંદ્રની ઉપર અવકાશમાં પહોંચી ગયા જ્યાંથી દૂર-દૂર સુધી ફેલાયેલું બ્રહ્માંડ દેખાતું હતું જે પછી તે ફરી એક વાર પોતાના શરીરમાં પાછા આવ્યાં આ સાત મિનિટ દરમિયાન શું થયું તે વિશે પણ ડોક્ટરોએ જણાવ્યું હતું.

પત્ની સાથે ભોજન કરતી વખતે આવ્યો હાર્ટએટેક 
60 વર્ષીય શિવ ગ્રેવાલ પત્ની એલિસન સાથે ડિનર કરી રહ્યા હતા. સાથે જ તેને છાતીમાં દુખાવો ઉપડતા તે બેભાન થઈ ગયો હતો. એલિસને તરત જ એમ્બ્યુલન્સને ફોન કર્યો. તે પડી ગયાની સાત મિનિટ અને એમ્બ્યુલન્સના આગમન વચ્ચે જે બન્યું તે આઘાતજનક છે. લગભગ સાત મિનિટના મોત બાદ તે ફરી જીવતો થયો અને સાત મિનિટમાં શું શું થયું તેનો અનુભવ કહી સંભળાવ્યો. 

શું કહ્યું મરીને જીવતા થયેલા શખ્સે 
ગ્રેવાલે કહ્યું કે તે ખરેખરમાં મૃત્યુ પામ્યો છે. "હું જાણતો હતો કે હું મૃત્યુ પામ્યો હતો." તેણે પોતાના મૃત્યુ પછી જે જોયું તેનું વર્ણન કરતાં કહ્યું. મને લાગ્યું કે જાણે હું મારા પોતાના શરીરથી અલગ થઈ રહ્યો છું. મને હળવાશ અનુભવાઈ અને મને લાગ્યું કે હું પાણીમાં તરતો હોઉં તેવું લાગતું હતું. એ પછી મને એવું લાગ્યું કે હું આ દુનિયા છોડીને ક્યાંક જઈ રહ્યો છું. તેના થોડા સમય બાદ તે ચંદ્રથી દૂર અવકાશમાં પહોંચી ગયો. ત્યાંથી હું ઉલ્કાપિંડ અને અવકાશને દૂર-દૂર સુધી ફેલાયેલો જોઈ શક્યો. મને લાગ્યું કે મારી સામે ઘણા બધા વિકલ્પો છે. મને પુનર્જન્મની ઓફર મળી રહી છે. જોકે, હું મારી લાગણીઓને અનુભવી રહ્યો હતો. હું મારા શરીરમાં પાછા જવા માંગતો હતો બસ આટલું થયા બાદ તે ફરી શરીરમાં આવ્યો હતો અને જીવતો થયો હતો. આ પછી એમ્બ્યુલન્સ આવી ગઈ હતી અને ગ્રેવાલને શસ્ત્રક્રિયા માટે લઈ જવામાં આવ્યો હતો. તેની મુખ્ય ધમનીમાં તરત જ એક સ્ટંટ મૂકવામાં આવ્યો હતો. લોહીનો પ્રવાહ બંધ થઈ ગયો હતો. તેના હૃદયના ધબકારા બંધ થઈ ગયા હતા. સ્ટંટ કર્યા બાદ ફરી એકવાર તેના હૃદયના ધબકારા દોડવા લાગ્યા હતા. જો કે, ડોક્ટરોએ તેને એક મહિના સુધી કોમામાં રાખ્યો કારણ કે તેના મગજમાં ઓક્સિજનનું સ્તર ઘટી ગયું હતું.

હવે મોતનો ડર નથી-મરીને જીવતા થયેલા શખ્સનો દાવો 
ગ્રેવાલનું કહેવું છે કે તે વૈજ્ઞાનિક છે, જો કે આ અનુભવ બાદ તેણે મૃત્યુ બાદના જીવનમાં વિશ્વાસ કરવાનું શરૂ કરી દીધું છે. "મને હવે મૃત્યુનો ડર નથી લાગતો, પરંતુ હું જીવન પ્રત્યે સભાન બની ગયો છું અને મને સમજાયું છે કે જીવન કેટલું મૂલ્યવાન છે.

મને ખબર છે મોત પછી શું થાય છે-અમેરિકી ડોક્ટર  
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં એક અમેરિકન ડોક્ટર જેફરી લોંગનો દાવો છે કે મોત બાદ શું થાય તેની તેમને ખબર છે. આ ડોક્ટરે જેમનો મોતનો અનુભવ થયો હતો અથવા તો જેઓ કોમામાં હતા કે જેઓ મોતને માત આપીને ફરીથી જીવિત હતા તેવા 5000 લોકો પર રિસર્ચ કર્યું છે અને તેમના આ અનુભવને આધારે તેમણે મોત પછીનું રહસ્ય ઉકેલ્યું હોવાનો દાવો કર્યો છે. જેફરી લોંગનો દાવો છે કે મૃત્યુ પછી શું થાય છે તે તેમણે શોધી કાઢ્યું છે. તાજેતરના ઈનસાઈડર નામના મેગેઝિનમાં તેમણે એક લેખ પ્રસિદ્ધ કર્યો હતો જેમાં તેઓ કહે છે કે જે વ્યક્તિ કાં તો કોમામાં હોય અથવા તબીબી રીતે મૃત્યુ પામેલી હોય તેને હૃદયના ધબકારા હોતા નથી, તેનો સ્પષ્ટ અનુભવ હોય છે. તે જોઈ શકે છે, સાંભળી શકે છે, લાગણીઓ અનુભવી શકે છે અને અન્ય જીવો સાથે વાતચીત કરી શકે છે.

45 ટકા લોકોએ શરીરમાંથી આત્મા બહાર આવવાનું ફિલ કર્યું 
 જેફરી લોંગે કહ્યું કે મારા રિસર્ચમાં મને જણાયું છે કે 45 ટકા લોકોએ શરીરમાંથી આત્મા બહાર આવવા જેવા અનુભવો શેર કર્યા હતા. તેમણે કહ્યું કે મને ઘણા એવા લોકોનો અનુભવ છે કે જેમણે મૃત્યુ પછીનું જીવન અનુભવ્યું છે અને તેઓ દાવો કરતા હતા કે તેમની ચેતના (જીવ) તેમના ભૌતિક શરીરથી અલગ છે, સામાન્ય રીતે કંઈક અલગ અનુભવે છે." જેના કારણે તેઓ પોતાની આસપાસ આવી પ્રવૃત્તિઓ જાણે છે, જેને સમજવી સામાન્ય વ્યક્તિ માટે મુશ્કેલ હોય છે. જેફરી આગળ કહે છે, શરીરમાંથી આત્મા બહાર આવી રહ્યો છે તેનો અનુભવ કર્યા પછી લોકો કહે છે કે તેઓ બીજી દુનિયામાં ચાલ્યા ગયા છે. ઘણા લોકો ટનલમાંથી પસાર થાય છે અને તેજસ્વી લાઇટનો અનુભવ કરે છે. પછી, પાલતુ પ્રાણીઓ સહિત મૃત પ્રિયજનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવે છે. મોટાભાગના લોકો પ્રેમ અને શાંતિનો અનુભવ કરે છે તેમને લાગે છે કે આ બીજું ક્ષેત્ર તેમનું વાસ્તવિક ઘર છે. 

ઘોડા સાથે ચાલ્યો મહિલાનો આત્મા 
એક ઉદાહરણ આપતા અમેરિકી ડોક્ટરે કહ્યું કે એક મહિલા પગદંડી પર પોતાના ઘોડા પર સવાર થતી વખતે નીચે પડી ગઈ અને બેભાન થઈ ગઈ. થોડી વાર સુધી બેભાન રહ્યાં બાદ ભાનમાં આવતાં મહિલાએ દાવો કર્યો કે તેનું નિર્જીવ શરીર રસ્તા પર પડ્યું હોવા છતાં પણ તેનો આત્મા ઘોડા સાથે ચાલી રહ્યો હતો. ખેતર સુધી પહોંચતાં સુધી આત્મા સાથે રહ્યો હતો અને ઘોડો જ્યાં સુધી ખેતર સુધી આવ્યો ત્યાં સુધીી તેનું શરીર તેની સાથે નહોતું. આ ઘટનાને નજરે જોનાર લોકોએ પણ મહિલાની વાત સાચી ગણાવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ