બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / a man chat with others girl wife killed her husband

ક્રાઈમ / પતિ બીજી મહિલા સાથે કરતો અશ્લીલ ચેટ, પત્નીએ ઉતારી દીધો મોતને ઘાટ

MayurN

Last Updated: 04:54 PM, 13 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મકસૂદને અન્ય મહિલા સાથે પ્રેમસંબંધ હતો અને તે પત્ની સામે મહિલા સાથે અભદ્ર વાતો કરતો હતો. તેની પત્ની મદીના નારાજ હતી અને તેને મારી નાખવાની યોજના બનાવી હતી.

  • પતિ બીજી મહિલા સાથે અશ્લીલ અને અભદ્ર વાતો કરતો 
  • પત્નીએ પતિની હત્યા કરીને આત્મહત્યાનું રૂપ આપ્યું 
  • સાસુને શંકા જતાં તેણે પુત્રવધૂની પૂછપરછ કરતાં બહાર આવ્યો મામલો

પોતાના નજર સામે જ પતિએ અન્ય મહિલા સાથે અશ્લીલ ચેટ અને વીડિયો કોલ કર્યા બાદ ગુસ્સે ભરાયેલી પત્નીએ પતિને ચાર્જર કેબલથી ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ મામલો રાજસ્થાનના ફતેહપુર શેખાવતીનો છે. કોતવાલી પોલીસે મકસૂદની હત્યાનો ખુલાસો કર્યો હતો અને તેની પત્ની મદીનાની ધરપકડ કરી હતી. 

અન્ય મહિલા સાથે સબંધ હતા
ડીએસપી રાજેશે જણાવ્યું હતું કે મકસૂદને અન્ય મહિલા સાથે પ્રેમસંબંધ હતો અને તે પોતાની પત્નીની સામે જ મહિલા સાથે અભદ્ર ચેટ કરતો હતો, જેનાથી તેની પત્ની ગુસ્સામાં હતી અને તેને મારી નાખવાનો પ્લાન બનાવી રહી હતી, 2 જુલાઇના રોજ આરોપી મહિલા તેના પતિ અને સાસુ સાથે ગોડિયામાં એક લગ્નમાં ગઇ હતી. પતિ પહેલા ગામથી પરત ફર્યો હતો, જ્યારે એક કલાક બાદ તે પરત આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, "તેનો પતિ બપોરે 2 વાગ્યે ઘરે આવ્યો હતો અને જ્યારે તે બપોરે લગભગ 3 વાગ્યે આવી હતી, ત્યારે તેણે તેના પતિ મકસૂદને સૂતો જોયો હતો, ત્યારબાદ તેણે તક જોઈ અને પહેલા તેના પતિનું ચુનીથી ગળું દબાવી દીધું હતું અને ત્યારબાદ મોબાઇલ ચાર્જરની લીડથી તેનું ગળું દબાવી દીધું હતું." બાદમાં, તેણે મૃતદેહને કડીથી લટકાવી દીધો હતો અને આત્મહત્યા જેવું કરી દીધું હતું. " 

ઘણા દિવસ પહેલા જ પ્લાન બની ચુક્યો હતો
આરોપી મદીનાએ પોલીસને જણાવ્યું હતું કે, તેનો પતિ મકસૂદ તેના પર હુમલો કરતો હતો અને પરેશાન કરતો હતો. મદીનાએ ચુન્નીમાંથી ફાંસો તૈયાર કરીને પોતાના કબાટમાં રાખી દીધો હતો અને તે ઘણા દિવસોથી પોતાના પતિનું કામ તમામ કરવાની તક શોધી રહી હતી. પોલીસે હત્યામાં વપરાયેલ મોબાઇલ ચાર્જર ચુન્નીની લીડ મળી આવી હતી. 

સાસુને આત્મહત્યાની કહાની પર શંકા હતી
મકસૂદની હત્યા બાદ મદીનાએ આખો મામલો આત્મહત્યા રૂપે કરી દીધો હતો. પોલીસથી બચવા માટે પરિવારના સભ્યોએ અંતિમ સંસ્કાર પણ કર્યા હતા. આ દરમિયાન સાસુને શંકા જતાં તેણે પુત્રવધૂની પૂછપરછ કરતાં તે ગભરાઈ ગઈ હતી. જ્યારે ફરી પૂછપરછ કરવામાં આવી તો હત્યાનું ષડયંત્ર ખુલ્યું અને પછી પોલીસને જાણ કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ