બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / A major reshuffle in the Gujarat Congress organization is expected

રાજનીતિ / 2024ની ચૂંટણીની તૈયારી! ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં મોટા ફેરબદલના એંધાણ, સતત બીજા દિવસે દિલ્હીમાં હાઇલેવલ મીટિંગ

Priyakant

Last Updated: 11:42 AM, 2 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Congress News: લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસના નેતાઓ અને કેન્દ્રીય નેતૃત્વ વચ્ચે બેઠકોનો દોર, ગઈકાલે પણ સંગઠનના માળખાને લઈ થઈ હતી બેઠક, આજે બીજા દિવસે પણ કેન્દ્રીય નેતૃત્વ સાથે બેઠક

  • ગુજરાત કોંગ્રેસના સંગઠન માટે દિલ્લીમાં મંથન 
  • લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતના સંગઠનમાં થશે ફેરબદલ
  • આજે બીજા દિવસે પણ કેન્દ્રીય નેતૃત્વ સાથે થશે બેઠક 
  • પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને અમિત ચાવડા બેઠકમાં રહેશે હાજર
  • AICC મહાસચિવ અને પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક સાથે કરશે બેઠક 

Gujarat Congress News : ગુજરાત કોંગ્રેસના સંગઠન માટે દિલ્લીમાં સતત બીજા દિવસે મંથન ચાલી રહ્યું છે. વાત જાણે એમ છે કે, લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતના સંગઠનમાં મોટા ફેરબદલ થઈ શકે છે. જેને ગઈકાલે ગુજરાત કોંગ્રેસના નેતાઓની બેઠક બાદ આજે સતત બીજા દિવસે પણ કેંદ્રીય નેતૃત્વ સાથે બેઠકનું આયોજન કરાયું છે. મહત્વનું છે કે, આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને અમિત ચાવડા હાજર રહેશે. AICC મહાસચિવ અને પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક સાથે બેઠક બાદ હવે દિવાળી પહેલા મોટી જાહેરાત થઈ શકે છે. 

દિલ્હીમાં બેઠકોનો દોર યથાવત 
લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસના નેતાઓ અને કેન્દ્રીય નેતૃત્વ વચ્ચે બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. ગઈકાલે દિલ્હીમાં AICC મહાસચિવ અને પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક સાથે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને અમિત ચાવડાની સંગઠનના માળખાને લઈ  બેઠક થઈ હતી. જોકે આજે ફરી એકવાર કેંદ્રીય નેતૃત્વ સાથે બેઠકનું આયોજન કરાયું છે. મહત્વનું છે કે, ટૂંક સમાયમાં જ ટીમ શક્તિસિંહ અને જિલ્લા-તાલુકા પ્રમુખોની નિમણૂંકો થશેતો નિષ્ક્રિય નેતાઓને બહારનો રસ્તો બતાવાશે. વિગતો મુજબ સંગઠનમાં યુવા અને સક્રિય કાર્યકર્તાઓને પ્રાધાન્ય અપાશે. 

તો શું દિવાળી પછી કોંગ્રેસ સંગઠનમાં થશે ફેરફાર ? 
આ તરફ હવે બેઠક બાદ સંભવિત રીતે લોકસભા ચૂંટણી પહેલા એટલે કે હવે દિવાળી પછી તુરંત ગુજરાત કોંગ્રેસના માળખામાં મોટો ફેરફાર થઈ શકે છે. ગઈકાલે કોંગ્રેસ નેતાઓની દિલ્લીમાં બેઠકમાં ગુજરાત સંગઠનના માળખા અંગે પ્રભારી સાથે ચર્ચા કરવામાં આવી હતી. જે બાદમાં આજે પણ વધુ એક બેઠકનું આયોજન કરાયું છે. આ તરફ હવે જિલ્લા અને તાલુકા પ્રમુખો સાથે બેઠક યોજ્યા બાદ નવા માળખા અંગે ચર્ચા થશે. જેને લઈ હવે દિવાળી બાદ ગુજરાત કોંગ્રેસના નવા સંગઠનની જાહેરાતના એંધાણ જોવા મળી રહ્યા છે. જોકે એક ચર્ચા એવી પણ છે કે, સંગઠનમાં નિષ્ક્રિય નેતાઓને દૂર કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ