બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A leopard killed a 24-year-old girl in Navsari's Sadakpore village

ખળભળાટ / નવસારીમાં આદમખોર દીપડાનો આતંક: 24 વર્ષની યુવતીને જંગલમાં ખેંચી ગયો, ગ્રામજનોએ શોધખોળ કરી તો મળ્યો મૃતદેહ

Malay

Last Updated: 12:11 PM, 15 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Navsari News: નવસારીના સાદકપોર ગામમાં આદમખોર દીપડાએ 24 વર્ષની યુવતીનો લીધો જીવ, વન વિભાગે દીપડાને પકડવા હાથ ધરી કવાયત

  • પહાડ ફળિયામાં રહેતી 24 વર્ષની છાયા પટેલનું મોત 
  • દીપડાએ હુમલો કરી યુવતીને જંગલ વિસ્તારમાં ખેંચી ગયો 
  • યુવતી ઘરે ન આવતાં ગ્રામજનોની શોધખોળ બાદ મળ્યો મૃતદેહ

Navsari News: નવસારી જિલ્લામાંથી ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. નવસારીના ચીખલીમાં આદમખોર દીપડાએ 24 વર્ષીય યુવતીનો જીવ લીધો છે. માનવભક્ષી દીપડાએ યુવતીને ફાડી ખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. આ ઘટનાને પગલે વન વિભાગે દીપડાને પકડવા માટે કવાયત હાથ ધરી છે.

આદમખોર દીપડાએ હુમલો કર્યો 
મળતી માહિતી અનુસાર, ચીખલીના સાદકપોર ગામના પહાડ ફળિયામાં રહેતી છાયા ભરતભાઈ નાયકા (ઉં.વ 24) નામની યુવતી ઘરની પાછળ કુદરતી હાજતે ગઈ હતી. જ્યાંથી પરત આવતી વખતે છાયા પર આદમખોર દીપડાએ હુમલો કર્યો હતો. આદમખોર દીપડો 24 વર્ષની યુવતીને જંગલ વિસ્તારમાં ખેંચી ગયો હતો.

ગ્રામજનોએ હાથ ધરી હતી શોધખોળ
યુવતી ઘરે ન આવતાં ગ્રામજનોએ યુવતીની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગેની જાણ થતા વન સંરક્ષક, RFO, ટીડીઓ સહિતના અધિકારીઓ, સરપંચ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સહિતનાઓ ધસી આવ્યા હતા. જે બાદ મૃતક યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ચીખલી રેફરલ હોસ્પિટલ ખસેડાયો હતો. 

વનવિભાગે ગોઠવી દીધા પાંજરા
આ ઘટનાને પગલે વનવિભાગે દીપડાને પકડવાની કવાયત હાથ ધરી હતી. હાલ આ વિસ્તારમાં દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવી દેવામાં આવ્યા છે. તો આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ