બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / A friend killed a friend after an argument over making a video in Upaleta

કાળજુ કંપાવતો કિસ્સો / Reels બનાવવાની ઘેલછા ભારે પડી! મિત્ર જ બન્યો મિત્રનો હત્યારો, છરીના 19 ઘા ઝીંકી દેતા ઉપલેટામાં અરેરાટી

Malay

Last Updated: 02:41 PM, 17 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News: ઉપલેટામાં વીડિયો બનાવવા બાબતે બોલાચાલી થયા બાદ મિત્રએ જ મિત્રની છરીના 19 જેટલા ઘા ઝીંકી કરી નાખી હત્યા, પોલીસે હત્યારા મિત્રની ધરપકડ કરી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

 

  • રીલ્સ બનાવવા બાબતે થયેલી તકરારમાં ખેલાયો ખૂની ખેલ
  • મિત્રએ જ મિત્રની છરીના ઘા ઝીંકી કરી નાખી હત્યા
  • 10 દિવસ પૂર્વે વીડિયો બનાવવા બાબતે થઈ હતી બોલાચાલી

કોરોના પછી યુવાનોમાં જીમમાં કસરત માટે જવાનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે અને તેની સાથે સાથે હાલના સમયમાં રીલ્સ બનાવવાની ઘેલછા એ મોટા ભાગના યુવાનોની એક કુટેવ બની ગઈ છે અને તેના કારણે ગંભીર અસરો થવાની અનેક ઘટના સામ આવી છે, આવું જ કંઈક થયું છે રાજકોટના ઉપલેટામાં. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં જીમ જતા બે યુવાનો વચ્ચે સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવી અપલોડ કરવા બાબતે થયેલી તકરારમાં ખૂની ખેલ ખેલાયો છે. જેમાં મિત્રએ જ મિત્રની છરીના 19 જેટલા ઘા ઝીંકી હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે હત્યારા મિત્રની ધરપકડ કરી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

વર્કઆઉટનો વીડિયો બનાવવા બાબતે થઈ હતી બોલાચાલી
રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં શનિવારે રાત્રે બનેલી હત્યાની ઘટનામાં 29 વર્ષીય યુવાનને જીમમાં સાથે આવતા તેના જ 19 વર્ષીય મિત્રએ છરીના 19 ઘા ઝીંકી દેતા અરેરાટી વ્યાપી ગઈ હતી. જે બનાવમાં પોલીસે હત્યારા મિત્ર વિનય ઉર્ફે સુજુ હિતેશ ધામેચા (ઉ.વ.19) નામના આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેતપુર DYSP રોહિતસિંહ ડોડીયાએ જણાવ્યું હતું કે, નક્ષત્ર બિલ્ડિગમાં આવેલ બોડી ફિટનેસ જીમમાં મૃતક અને આરોપી સાથે જીમમાં જતા હતા. 10 દિવસ પૂર્વે બન્ને વચ્ચે વર્કઆઉટનો વીડિયો બનાવવા બાબતે બોલાચાલી થઇ હતી અને 3 દિવસ પહેલા મૃતકે આરોપીને ધોલધપાટ કરી હતી, જેનો ખાર રાખી આરોપીએ મૃતક જીમમાંથી બહાર નીકળતાની સાથે જ 19 જેટલા છરીના ઉપરા છાપરી ઘા ઝીંકી હત્યા નિપજાવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. 

મૃતક યુવકના પિતાએ નોંધાવી ફરિયાદ
મૃતકનાં પિતા નાથાભાઇ ગોવિંદભાઇ ભાદરકાએ તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારો દિકરો આશિષ છેલ્લા બે વર્ષથી નક્ષત્ર કોમ્પ્લેક્ષમાં આવેલ બોડી ફીટનેસ જીમમાં કસરત કરવા માટે જાય છે. ગઈકાલે સાંજના સાડા ચાર કે પોણા પાંચ વાગ્યાના અરસામા તે ઘરેથી નીકળ્યો હતો. ત્યારે તેણે જીમમા કસરત કરવાના કપડા કાળુ ટ્રેક પેન્ટ તથા આછા બ્લ્યુ જેવા કલરનું ટી શર્ટ પહેરેલ હતું. આશિષના ઘરેથી ગયા બાદ હું ઉપલેટા ટાઉનમાં ફરસાણની ફેરી કરવા માટે ગયો હતો અને સાંજના આઠેક વાગ્યાના અરસામા ઘરે પરત આવ્યો હતો.

જીમના માલિકે જણાવી સમગ્ર હકીકત
આ સમયે અમારા જ્ઞાતિના ભાવેશભાઇ ડેરનો ફોન આવ્યો હતો. જેમાં આશિષને ઉપલેટા સરકારી દવાખાને લાવ્યા હોવાનું જણાવતા હું તાત્કાલિક ત્યાં જ પહોંચ્યો હતો. ત્યાં ભાવેશભાઈ ડેર ઉપરાંત અમારા સમાજના ઘણા માણસો તથા બોડી ફીટનેસ જીમવાળા કેયુરગીરી અરવિંદગીરી ગોસ્વામી હાજર હતાં. આ હાજર માણસો પૈકી કેયુરગીરી જીમવાળાના કહેવાથી મને જાણવા મળ્યું કે, સાંજના આઠ વાગ્યાના અરસામા આશિષ જીમમાંથી કસરત કરીને બહાર જવા માટે નીકળ્યો ત્યારે જીમની સીડીના ફર્સ્ટ ફ્લોરની ચોકડી પર જીમમાં આવતા વિનય ઉર્ફે સુજુ હિતેષભાઇ ધામેચાએ પોતાની પાસે રાખેલી છરી વડે હુમલો કર્યો હતો.

સુજુએ પેટ અને છાતીમાં મારી છરી
જેમાં સુજુએ છરીથી આશિષને છાતીના ભાગે 3 ઘા તથા પેટના ભાગે 16 જેટલા ઘા મારતા આશિષ લોહીલુહાણ હાલતમાં ત્યાં પડી ગયો હતો. છરી તેના પેટના ભાગે ઘૂસી જતા જીમમાં હાજર વ્યક્તિઓ પૈકી યશવંતભાઇ, શ્રીરામભાઇ, વિજયગીરી, યશ વાઘેલા અને કેયુરભાઇ સાથે મળીને આશિષને પ્રથમ જે તે સ્થિતિમાં જ ઉચકીને નજીકમાં જ આવેલ ડો. મોડીયા સાહેબના દવાખાને લઈ ગયા હતાં. જોકે, ત્યાં ડોક્ટર હાજર નહીં હોવાના કારણે એમ્બ્યુલન્સમાં લઈ આશિષને ડો. કણસાગરા સાહેબના દવાખાને લઈ ગયા હતાં. ત્યાં ડોકટરે આશિષને તપાસીને મૃત જાહેર કર્યો હતો. આથી આગળની કાર્યવાહી માટે સરકારી હોસ્પિટલે લઈ જવાનું કહેતા આશિષને અહીં સરકારી હોસ્પિટલે લાવ્યા હોવાનું જણાવ્યું હતું.

પરિવારમાં છવાયો શોક
ઉલ્લેખનીય છે કે, નાથાભાઈ ભાદરકાને સંતાનમાં એક પુત્ર આશિષ અને એક પુત્રી છે. ત્યારે શનિવારે સાંજે બનેલી હત્યાની ઘટનાથી ભાદરકા પરિવારે એકનો એક પુત્ર ગુમાવતા તેમજ બહેને એકનો એક ભાઈ ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ