બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A farmer from Sabarkantha successfully cultivated strawberries
Last Updated: 11:45 PM, 19 February 2023
ADVERTISEMENT
વાત કરીએ રસ અને સ્વાદથી ભરેલી સ્ટ્રોબેરીની. સ્ટ્રોબેરી નામ સાંભળતાં જ આપના મોંમાં પાણી આવી જશે. પરંતુ હવે તમારે તેના માટે નૈનીતાલ, દેહરાદૂન, હિમાચલપ્રદેશ કે મહારાષ્ટ્રથી આયાત થતી સ્ટ્રોબેરીની રાહ નહીં જોવી પડે. કારણ કે, આપણા રાજ્યના સાબરકાંઠાના ખેડૂતે સ્ટ્રોબેરીની દુનિયામાં પગ મૂકી દીધો છે. ઠંડા પ્રદેશમાં થતી સ્ટ્રોબેરીનું ગુજરાતના ખેડૂતોએ કેવી રીતે કર્યું છે.
ADVERTISEMENT
ઈડરના એક ખેડૂતે સ્ટ્રોબેરીની દુનિયામાં પગ મૂકી દીધો
લીલાછમ છોડમાં લટકતી લાલચટક સ્ટ્રોબેરી જોઈને તમારા મોઢામાં પાણી આવે જશે. એટલું જ નહીં ભૂતકાળમાં સ્ટ્રોબેરીના ખટમીઠા સ્વાદનો ચટકો પણ દાઢે વળગ્યો હશે. તો તમારો આ સ્ટ્રોબેરીપ્રેમ યથાવત રાખજો. કેમ કે, હવે તમારે તેના માટે નૈનીતાલ, દેહરાદૂન, હિમાચલપ્રદેશ કે મહારાષ્ટ્રથી આયાત થતી સ્ટ્રોબેરીની રાહ નહીં જોવી પડે. કારણ કે, આપણા રાજ્યના સાબરકાંઠાના ઈડરના એક ખેડૂતે સ્ટ્રોબેરીની દુનિયામાં પગ મૂકી દીધો છે. તેઓ હવે સ્ટ્રોબેરીના ઉત્પાદનમાં ગુજરાતની પણ ઓળખ ઊભી કરી રહ્યા છે. આંખને ગમી જાય અને મોંમાં પાણી આવી જાય તેવા સ્ટ્રોબેરીના પાકના આ દ્રશ્યો સાબરકાંઠાના ઈડરના નવા રેવાસ ગામના ખેતરોમાં જોવા મળી રહ્યા છે. આ ગામમાં ભરતભાઈ પટેલ નામના ખેડૂતે સ્ટ્રોબેરીની સફળ ખેતી કરી એક નવો ચીલો ચાતર્યો છે.
ખેડૂતની આ જહેમત અન્ય ખેડૂતોને પણ પ્રોત્સાહિત કરનારી
ભરતભાઈ નામના પ્રગતિશીલ ખેડૂતે પોતાના ખેતરમાં આંઠ ગૂંઠામાં પાંત્રીસો જેટલા પ્લાન્ટ લગાવ્યા છે. જેમાં તેમણે યોગ્ય માવજત કરીને સ્ટ્રોબેરીના પાકનું સફળતા પૂર્વક ઉત્પાદન કરી બતાવ્યું છે. સામાન્ય રીતે ઠંડા પ્રદેશમાં થતી સ્ટ્રોબેરીને આપણા રાજ્યાના ગરમ હવામાનમાં ઉછેર કરવો તે લોઢાના ચણા ચાવવા જેવો પડકાર છે. પરંતુ આકરી મહેનત અને ધીરજ પૂર્વકની જહેમતથી આ ખેડૂતે સ્ટ્રોબેરીનું ઉત્પાદન શક્ય બનાવ્યું છે. એક ખેડૂતની આ જહેમત અન્ય ખેડૂતોને પણ પ્રોત્સાહિત કરનારી છે.
ADVERTISEMENT
લોકો તાજી ફ્રેશ સ્ટ્રોબેરી લેવા ઉમટી પડે છે
સામાન્ય રીતે કોઈપણ ખેડૂત પરંપરાગત ખેતી કરે તો તેને વેચવા માટે માર્કેટયાર્ડ સુધી જવું પડતું હોય છે, પરંતુ બાગાયત ખેતી અંતર્ગત સ્ટ્રોબેરીની ખેતી કરનારા ભરતભાઈ પટેલ પાસે તો સવારથી જ લોકો તાજી ફ્રેશ સ્ટ્રોબેરી લેવા ઉમટી પડે છે. લોકો પણ ઘર આંગણે સરળતાથી ફ્રેશ સ્ટ્રોબેરી મળતા ખુશ જણાઈ રહ્યા છે. આમ, સ્થાનિક કક્ષાએ ઉત્પાદન અને ખપત પણ સ્થાનિક કક્ષાએ જ થઈ જાય આવી આશાસ્પદ સ્થતિ અન્ય ખેડૂતોને પણ સ્ટોબેરીની ખેતી તરફ આકર્ષિત કરે તો નવાઈ નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.