બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / A devotee from Ahmedabad prepared a lock for the sanctum sanctorum of the Ayodhya Ram temple

અયોધ્યા રામ મંદિર / રામલલાના ગર્ભગૃહ માટે અમદાવાદના ભક્તે તૈયાર કર્યું 30 કિલોનું અનોખું તાળું, જાણો શું છે વિશેષતા

Vishal Khamar

Last Updated: 10:06 AM, 17 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અયોધ્યા રામ મંદિર ખાતે દેશનાં ખૂણે ખૂણેથી રામ મંદિર માટે અલગ અલગ ચીજ વસ્તુઓ મોકલવામાં આવી રહી છે. અમદાવાદનાં એક રામ ભક્તે રામ મંદિરનાં ગર્ભગૃહ માટે તાળું તૈયાર કર્યું છે. રામ મંદિર માટે ધ્વજ દંડ તૈયાર કરનાર ભરત મેવાડાએ જ ગર્ભગૃહ માટે તાળુ તૈયાર કર્યું હતું.

  • અયોધ્યા રામ મંદિર ખાતે દેશનાં ખૂણે ખૂણેથી ચીજ વસ્તુઓ મોકલવામાં આવી
  • અમદાવાદથી મંદિરનાં ગર્ભગૃહ માટે તાળુ તૈયાર કરાયું
  • તેમજ સીસમનાં લાકડામાંથી અખંડ જ્યોત પણ તૈયાર કરાઈ
ભરત મેવાડા (તાળુ તૈયાર કરનાર)

 અયોધ્યા રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ છે. આખો દેશ રામભક્તિના રંગમાં રંગાયો છે.અને દેશના ખુણે ખુણેથી રામમંદિર માટે અલગ અલગ વસ્તુઓ મોકલવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદના એક રામભક્તે 30 કિલોનું તાળું તૈયાર કર્યું છે. આ તાળાને રામમંદિરના ગર્ભગૃહમાં લગાવવામાં આવ્યું છે.મહત્વનું છે કે, રામમંદિર પરિસરમાં કુલ 42 જેટલા દરવાજાઓ છે. જેમાંથી ગર્ભગૃહના દરવાજા પર આ તાળું લગાવવામાં આવ્યું છે. રામ મંદિર માટે ધ્વજ દંડ તૈયાર કરનાર ભરત મેવાડાએ જ ગર્ભગૃહ માટે તાળુ તૈયાર કર્યું હતું. 

30 કિલો નું તાળુ તૈયાર કરવામાં આવ્યુંઃ ભરત મેવાડા
આયોધ્યામાં હજારો વર્ષ બાદ 22 જાન્યુઆરી ના રોજ ભગવાન રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. ત્યારે રામમંદિરની વાત કરવામાં આવે તો મંદિર કેમ્પસમાં કુલ અલગ અલગ 42 જેટલા દરવાજાઓ રાખવામાં આવ્યા છે, ઉલેખીની છે કે દિલ્હી અક્ષરધામ મંદિર અને ગાંધીનગરના અક્ષરધામ મંદિરમાં ભૂતકાળમાં આતંકવાદી હુમલાઓ થયા છે. ત્યારે સુરક્ષાને ધ્યાનમાં લઈને અમદાવાદની ફેક્ટરીમાં રામ મંદિરના દરવાજાઓ માટે 30 કિલોનું તાળુ તૈયાર કરવામાં આવ્યું છે. જ્યારે આ તાળું રામમંદિરના ગર્ભ ગૃહમાં લગાવવામાં આવ્યું છે. આ ઉપરાંત રામ મંદિરની અખંડ જ્યોત સ્તંભ પણ અમદાવાદ થી મોકલવામાં આવી છે.  

મંદિરમાં વપરાયેલી તમામ ચીજ વસ્તુઓ 1500 થી 2000 વર્ષનું ચાલે તે રીતે બનાવવામાં આવી છે
આ બાબતે તાળું બનાવનાર ભરત મેવાડાએ જણાવ્યું હતું કે, જે કંઈ મેટલ વપરાઈ છે. તે બધી નોન ફેરસ મેટલ છે. શાસ્ત્રમાં પણ લખેલું છે અને આ જે તાળા બન્યા તે તમામ પિત્તળનાં બનેલા છે. અમે એવું ગણિત કરીને મોકલ્યું છે. આપણું આ જે મંદિર છે. તેની લગભગ બધી જ આઈટમો સ્ટોન, ફાઈન્ડેશનથી માંડીને જે પણ મેટલ વાપરી છે તેમાં એ તમામ ચીજ વસ્તુઓનું 1500 થી 2000 વર્ષનું કેલ્ક્યુલેશનએ લોકોએ કરેલું છે. આ લોક પણ આપણું એનાથી પણ વધુ વર્ષ ચાલશે. 

વધુ વાંચોઃ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક: બજેટ સત્ર-રામ મંદિર, જાણો કયા-કયા મુદ્દાઓ પર થશે ચર્ચા

અખંડ જ્યોત મારી સ્પેશ્યલ બનાવટ છેઃ ભરત મેવાડા
અખંડ જ્યોત બાબતે ભરત મેવાડાએ જણાવ્યું હતું કે,  આ અખંડ જ્યોત એક મારી સ્પેશ્યલ બનાવટ છે. આપ જોઈ શકો છો કે સિસમનું લાકડું છે. એમાં આ પિત્તળનું કાર્વીંગ કરેલું છે. સ્ટેન્ડ પણ સિસમનું છે. ત્યારે રામ લલાની કૃપાથી મને પણ ઈચ્છા થઈ કે મારી પણ એક વસ્તુ ત્યાં જાય એટલે આ મોકલાવ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ