બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / સ્પોર્ટસ / વિશ્વ / a court case is registered against maria sharapova and michael schumacher in india

કોર્ટ કેસ / ટેનિસ સ્ટાર શારાપોવા અને રેસર શુમાકર સામે હરિયાણામાં થયો છેતરપિંડીનો કેસ, કારણ જાણીને ચોંકી જશો

Khevna

Last Updated: 01:24 PM, 17 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટેનીસ સ્ટાર મારિયા શારાપોવા, પૂર્વ ફોર્મૂલા વન રેસર માઈકલ શુમાકર અને અન્ય 11 વિરુદ્ધ છેતરપિંડી અને અપરાધિક ષડયંત્રો રચવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જાણો શું છે આખો મામલો

  • ટેનીસ સ્ટાર શારાપોવા અને રેસર શૂમાકર સામે કેસ 
  • હરિયાણાના ગુડગાંવની ઘટના 
  • છેતરપિંડીનો મામલો 

ટેનીસ સ્ટાર શારાપોવા અને રેસર શૂમાકર સામે કેસ 

ગુડગાંવ પોલીસે અદાલતનાં આદેશ બાદ પૂર્વ રશિયન ટેનીસ સ્ટાર મારિયા શારાપોવા, પૂર્વ ફોર્મૂલા વન રેસર માઈકલ શૂમાકર અને અન્ય 11 વિરુદ્ધ છેતરપિંડી અને અપરાધિક ષડયંત્રો રચવાની ફરિયાદ દાખલ કરી છે. એફઆઈઆર દિલ્હીની એક મહિલાની ફરિયાદ પર આ દાખલ કરવામાં આવી હતી, જેણે તેમના પર ધોકાધડીનો આરોપ લગાવ્યો હતો. નવી દિલ્હીમાં છતરપુર મિની ફાર્મની રહેનાર શેફાલી અગ્રવાલે ફરિયાદ દાખલ કરી હતી કે તેમણે શારપોવાનાં નામથી એક પ્રોજેક્ટમાં એક અપાર્ટમેંટ બૂક કર્યો હતો. આ યોજનામાં એક ટાવરનું નામ શૂમાકરનાં નામ પર રાખવામાં આવ્યું હતું. ફરિયાદકર્તા કહે છે કે આ પરિયોજનાને 2016 સુધીમાં પૂરું કરવાનો પ્લાન હતો, પરંતુ તેમણે ક્યારે કામ જ ન કર્યું. 

હરિયાણાના ગુડગાંવની ઘટના 

તેમણે આંતરરાષ્ટ્રીય હસ્તિઓ પર પોતાના સંઘ અને તેને પ્રોત્સાહન આપવાના માધ્યમથી  છેતરપિંડીનો હિસ્સો હોવાનો આરોપ લગાવ્યો. આ પહેલા, તેણે ગુરુગ્રામની એક અદાલતમાં મેસર્સ રિયલટેક ડેવલોપમેન્ટ એંડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડ વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરાવી હતી. લિમિટેડ, અન્ય ડેવલપર્સ, શારપોવા અને શૂમાકર પર લગભગ 80 લાખનાં દગાનો આરોપ છે. ફરિયાદકર્તાએ અદાલત સમક્ષ કહ્યું કે તેણે તથા તેનાં પતિએ ગુડગાંવનાં સેક્ટર 73માં શારપોવાનાં નામ પર એક અપાર્ટમેંટ બૂક કરાવ્યો હતો, પરંતુ ડેવલપર કંપનીઓએ તેમને પોતાની આ યોજનામાં પૈસા લગાવવાની લાલચ આપીને દગો આપ્યો. 

છેતરપિંડીનો મામલો 

તેમણે ફરિયાદમાં કહ્યું છે કે અમને જાહેરાતોનાં માધ્યમથી આ યોજના વિષે જાણ થઇ હતી અને આ પરિયોજનાની તસવીરો અને ઘણા ખોટા વચનો આપ્યા બાદ કંપની સાથે સંપર્ક કરવામાં આવ્યો. પરિયોજનાનાં પ્રમોટરોનાં રૂપમાં શારાપોવા અને શૂમાકરે ખરીદદારો સાથે ષડ્યંત્ર કર્યું છે, સુશ્રી અગ્રવાલે આરોપ લગાવ્યો છે કે પૂર્વ ટેનીસ સ્ટારે સાઈટની મુલાકાત લીધી હતી અને એક ટેનીસ એકેડમી અને સ્પોર્ટ્સ સ્ટોર ખોલવાનું પણ વચન આપ્યું હતું. 

ફરિયાદમાં લખવામાં આવ્યું કે તે પરિયોજનાને પ્રોત્સાહન આપી રહી છે ને તેણે ઘણા ખોટા વચનો પણ આપ્યા, ખરીદદારો સાથે ડીનર પાર્ટી પણ કરી અને આ બધું જ એ પરિયોજના માટે કરવામાં આવ્યું હતું, જે ક્યારેય શક્ય ન બની. બાદશાહપુર પોલીસ સ્ટેશનમાં આઈપીસીની ધારા 34, 120 બી, 406 અને 420 હેઠળ FIR દાખલ કરવામાં આવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ