બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A complaint was registered regarding the death of a girl who fell into a bore in Jamnagar

જામનગર / 20 ફૂટ ઊંડે, 20 કલાક જિંદગી સામે જંગ લડી 'રોશની' પણ..મૃતક બાળકીના પિતાએ વાડી માલિક વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ

Kishor

Last Updated: 07:55 PM, 5 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જામનગરના તમાચણ ગામે બાળકી બોરમાં ફસાવા પ્રકરણમાં વાડી માલીક વિરૂધ્ધ પંચ એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો નોધવામાં આવ્યો છે.

  • જામનગરમાં બોરમાં પડી જતા બાળકીના મોત મામલો
  • મૃતક બાળકીના પિતાએ વાડીના માલિક સામે નોંધાવી ફરિયાદ
  • તમાચાણમાં અઢી વર્ષની બાળકી રમતા રમતા બોરમાં પડી ગઈ હતી

જામનગર જિલ્લાના તમાચણ ગામે પાણીના બોરમા અઢી વર્ષની બાળકી ફસાઈ ગયાની ઘટનાને લઈને દોડધામ મચી જવા પામી હતી. આ પ્રકરણમાં વાડી માલિક સામે માનવવધનો ગુન્હો નોંધાયો છે. 20 કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ પ્રકરણમાં વાડી માલીક વિરૂધ્ધ પંચ એ ડિવિઝન પોલિસ મથકમાં ગુન્હો નોધવામાં આવ્યો છે. જેની અટકાયત પણ કરી લેવાઈ છે.

A complaint was registered regarding the death of a girl who fell into a bore in Jamnagar

 બાળકીની થયું છે મોત
તમાચણ ગામની સીમમાં આવેલ ચંદુભાઈ ગોવિંદભાઇ ગોહેલ (રહે રાજકોટ મુળ વતન તમાચણ)ની ખેતીની જમીનમા ખેત મજુરીકામ કરતા લાલુભાઇ મલસિંગ વસ્કલા (રહે. હાલ તમાચણ ગામ ચંદુભાઇ ગોવિંદભાઇ ગોહેલની વાડીમાં મૂળ મધ્ય પ્રદેશ) પોતાના પરીવાર સાથે વાડીમા રહી ખેતમજુરી કામ કરતા હતા.આ દરમિયાન ગત. તા. ૦૩/૦૬/૨૦૩ ને શનિવારે સાડા નવેક વાગ્યેના સુમારે વાડીમાં મજુરી કરતા હોય તે વખતે પોતાની અઢી વર્ષની દિકરી રોશની ખુલ્લા પાણીના બોર પાસે રમતી રમતી પડી ગઈ હતી. જેનો રાડવાનો અવાજ સાંભળી પરિવારજનોને જાણ થઈ હતી. આથી તેના માતા પિતાના પગ તળેથી જમીન સરકી ગઇ હતી.

A complaint was registered regarding the death of a girl who fell into a bore in Jamnagar

20 કલાક ચાલ્યું હતું રેસ્ક્યુ

બાદમાં NDRF અને આર્મી થતા ફાયરની ટીમને જાણ કરતા તમામ ટીમ દોડી આવી હતી. જ્યાઆધુનિક સાધનો વળે તપાસ બાદ બાળકી 30 થી 40 ફૂટ સુધી ફસાઈ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તંત્ર દ્વારા ક્ષણભરનો વિલંબ કર્યા વગર જેસીબી મારફતે ખોદકામ હાથ ધરવામાં આવ્યું હતુ. આમ લગભગ 20 કલાક તમામ ટીમ દ્વારા સતત રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. પરંતુ બાળકીનો મૃતદેહ જ બહાર આવ્યો હતો. બાદમાં બાળકીના પિતા લાલુભાઇ મલસિંગ વસ્કલાની ફરિયાદને આધારે પોલીસે વાડી માલિક ચંદુભાઇ ગોવીંદભાઇ ગોહીલ (રહે રાજકોટ પ્રાયણીનગર ખીજડા વાડો વિશ્વનગર કોરી નં-૯ ના ખુણે વડી કૃપા રાજકોટ મુળ રહે. તમાચણ) સામે ગુન્હો નોંધ્યો છે. ચંદુભાઇએ વાડીમાં પાણીનો બોર કરાવેલ હોય જે પાણીનો બોર ઘણો જુનો હોય અને બીન વપરાશી હોય અને આ પાણીના બોરમાં કોઇ પડી જવાથી મૃત્યુ થઇ શકે તેમ હોય તેવું જાણવા છતા પાણીના બોરી ખુલ્લો રાખી મુકી  દેતા જામનગર પંચકોષી એ ડીવીઝનમાં કલમ 304 મુજબ માનવ વધનો ગુન્હો દાખલ કરવામાં આવેલ છે. અને ચંદુભાઈની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ