બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A Child abandoned outside an orphanage in critical condition in Nadiad,

બાળક તરછોડાયું / આ ઘટનાઓ ક્યારે રોકાશે ? નડિયાદમાં અનાથઆશ્રમની બહાર કોઈ બાળક મૂકી ગયું, તબિયત નાજુક

Kiran

Last Updated: 09:44 AM, 11 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નડિયાદમાં નવજાત બાળકને અનાથ આશ્રમમાં તરછોડી દેવાની ઘટના સામે આવ્યા બાદ આસપાસના લોકોમાં ચકચાર

  • રાજ્યમાં બાળકને તરછોડવાની વધુ એક ઘટના
  • અનાથ આશ્રમ બહાર નવજાત બાળકને ત્યજી દેવાયું 
  • નવજાત બાળકને લઈને પોલીસે તપાસ હાથ ધરી  

ગુજરાતમાં એક બાદ એક એવી ઘટનાઓ સામે આવી રહી છે જે જોતા લાગે છે કે હવે ગુજરાત પણ ક્રાઈમનું હબ બનવા જઈ રહ્યું છે. કેમ છેલ્લા કેટલાક દિવસોમાં આપઘાત, બળાત્કાર, અપહરણ, હત્યા, નશીલા પર્દાર્થોની હેરાફેરી તેમજ બાળકોને ત્યજી દેવાની ઘટના બની રહી છે, ગાંધીનગર, અમદાવાદ બાદ હવે શિક્ષણની નગરી ગણાતા નડિયાદમાં પણ બાળકને તરછોડી દેવાનો કિસ્સો સામે આવ્યો છે.  



 

રાજ્યમાં બાળકને તરછોડવાની વધુ એક ઘટના

નડિયાદમાં નવજાત બાળકને અનાથ આશ્રમમાં તરછોડી દેવાની ઘટના સામે આવ્યા બાદ આસપાસના લોકોમાં ચકચાર મચી ગયો છે. અજાણી વ્યક્તિ દ્વારા અનાથ આશ્રમના પ્રાગણમાં જ બાળકને મુકી ચાલી જતા સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી છે. જો કે તરછોડાયેલા બાળકની તબિયત નાજુક હોવાનું મનાઈ રહ્યું છે, અનાથ આશ્રમના સંચાલકોએ બાળ સુરક્ષા વિભાગ તેમજ પોલીસને જાણ કરતા બાળક ત્યજી દેવા મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આમ આવી રીતે બાળકને અનાથ આશ્રમમાં મુકી જવાને લઈને સવાલો ઉભા થયા છે, બાળકનું અપહણર બાદ બાળકને આશ્રમમાં ત્યજી દેવામાં આવ્યુ છે કે પછી અન્ય કોઈ કારણોસર બાળકને તરછોડી દેવામાં આવ્યું તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. 

નડિયાદમાં અનાથ આશ્રમ બહાર નવજાત બાળકને ત્યજી દેવાયું 

મહત્વનું છે કે રાજ્યમાં બાળક તરછોડવાની કિસ્સા વધી રહ્યા છે. આ અગાઉ અમદાવાદમાં 5 નવેમ્બરે એક નાનકડી બાળકી કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ મહાલક્ષ્મી મંદિર પાસે amts બસ સ્ટેન્ડ પરથી મળી આવી હતી, તે પહેલા પણ 14 ઓક્ટોબરે શ્રીનંદ સિટી પાસે જ્યારે 29 ઓક્ટોબરે અમરાઈવાડીમાં મહાલક્ષ્મી નગર પાસે બાળક મળી આવ્યું હતું. સમાજમાં માનવીય મૂલ્યોનું કેટલી હદે પતન થઈ ગયુ છે, તે બાળક ત્યજી દેવાની ઘટના પરથી જોઈ શકાય છે અગાઉ પણ ગાંધીનગરના પેથાપુરમાં બાળક ત્યજી દેવાની ઘટના સામે આવી જેમાં ઘટનાનો પર્દાફાશ થતા બાળકની માતાની હત્યા બાદ બાળકને ત્યજી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું, ત્યારે હવે નડિયાદમાં તરછોડાયેલા બાળક મામલે કેવા ખુલાસા સામે આવે છે તે જોવાનું રહ્યું ? 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ