બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / વડોદરા / A case under investigation at a cheap food grain shop in Vadodara

તપાસ / ગ્રાહકને ફિંગર પ્રિન્ટ વગર જ સસ્તું અનાજ આપી કટકી, વડોદરામાં VTVના રિયાલિટી ચેકમાં સામે આવી હકીકત

Dinesh

Last Updated: 11:23 PM, 23 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં સસ્તા અનાજની દુકાનનો કૌભાંડ; કારેલીબાગમાં આવેલી બંસીલાલ ખટીકની દુકાન પર VTVએ રિયાલિટી ચેક કર્યું, દુકાન પર ગ્રાહકને ફિંગર પ્રિન્ટ વગર જ અનાજ આપ્યાનો પર્દાફાશ થયો

  • વડોદરામાં સરકારી અનાજના કૌભાંડ મામલે તપાસ યથાવત
  • બંસીલાલ ખટીકની સસ્તા અનાજની દુકાનમાં રિયાલિટી ચેકિંગ
  • દુકાન પર ગ્રાહકને ફિંગર પ્રિન્ટ વગર જ અનાજ આપ્યાનો પર્દાફાશ 


વડોદરામાં સરકારી અનાજના કૌભાંડ મામલે તપાસ યથાવત છે. ત્યારે કારેલીબાગમાં આવેલી બંસીલાલ ખટીકની સસ્તા અનાજની દુકાનમાં VTVની ટીમ પહોંચી હતી અને રિયાલીટી ચેક હાથ ધર્યું હતું.આ દરમિયાન દુકાન પર એક ગ્રાહકને ફિંગર પ્રિન્ટ વગર જ અનાજ આપ્યાનો પર્દાફાશ થયો હતો. ગ્રાહકને કેટલુ અનાજ મળવાપાત્ર છે તેની માહિતીવાળી કુપન પણ આપી ન હતી.

બંસીલાલ ખટીકની સસ્તા અનાજની દુકાનમાં રિયાલિટી ચેકિંગ
વડોદરામાં સસ્તા અનાજની દુકાનમાં કૌભાંડ યથાવત હોય તેવું જણાઈ રહ્યું છે. કારેલીબાગમાં આવેલી બંસીલાલ ખટીકની સસ્તા અનાજની દુકાનનું રિયાલિટી ચેકિંગ હાથ ધર્યું હતું, ગ્રાહકને ફિંગર પ્રિન્ટ વગર જ અનાજ આપ્યો હતો. ગ્રાહકને કેટલુ અનાજ મળવાપાત્ર તેની માહિતી વાળી કુપન પણ ન આપી જે બાબતે દુકાન માલિક બંસીલાલ ખટીકનું નિવેદન પણ સામે આવ્યું હતું
મારી દુકાન પર પુરવઠા અધિકારી તપાસ માટે આવ્યા હતા અને ઊંદર વાયર કાપી નાખ્યાં એટલે ફિંગર પ્રિન્ટ મશીન અને કોમ્પ્યુટર બંધ છે, દુકાનમાંથી પુરવઠા ઇન્સ્પેકટરએ કોઈ વસ્તુ જપ્ત નહિ કરી. 130થી વધુ બોગસ કાર્ડથી બારોબાર અનાજ વિતરણ કરાતી હોવાની છે લોકોની ફરિયાદ છે. કાર્ડધારકોના ઘરે ઘરે જઈ અધિકારીઓ કાર્ડનું ક્રોસ વેરીફીકેશન કરી રહ્યા છે.

બે દિવસ અગાઉ પણ કૌભાંડનો મામલો સામે આવ્યો હતો
બે દિવસ અગાઉ વડોદરામાં સસ્તા અનાજની દુકાનોમાં કૌભાંડનો મામલો સામે આવ્યો હતા. જે સમગ્ર કૌભાંડ આધાર અને ફિંગર પ્રિન્ટ વ્યવસ્થાના કારણે બહાર આવ્યું હતું. એક જ કાર્ડધારકના નામે અન્ય દુકાનમાંથી પણ પુરવઠો લેવાયાની આશંકા સામે આવી હતી. થમ્બ ડિવાઈસ અને લેપટોપના અલગ અલગ દુકાનમાં ઉપયોગ થયો હોવાની આશંકા સેવાઈ હતી. કૌભાંડ બહાર આવ્યા બાદ સસ્તા અનાજની 12 દુકાનોમાં તપાસના આદેશ અપાયા હતા. રાજ્યકક્ષાએથી તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. જિલ્લા પુરવઠા અધિકારીએ પુરવઠા ઈન્સ્પેક્ટર્સને તપાસનો આદેશ આપ્યો હતા.

કૌભાંડ મામલે સળગતા સવાલ
ગરીબોનું અનાજ ખાનારા કોણ છે?
રાજ્યમાં થતો ભ્રષ્ટાચાર ક્યારે બંધ થશે?
ભ્રષ્ટાચારીઓને ક્યારે સજા મળશે?
કૌભાંડીઓને કોણ છાવરી રહ્યું છે?
કૌભાંડીઓને કાયદાનો ભય કેમ નથી?
કૌભાંડીઓ વિરુદ્ધ દાખલારૂપ કાર્યવાહી ક્યારે થશે?
સસ્તા અનાજની કેટલી દુકાનમાં કૌભાંડ થયું? 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ