બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / A car release scam was caught in Surat by making bogus documents

ડુપ્લીકેટકાંડ / સુરતમાં ભેજાબાજે એવી કરતૂત કરી કે પોલીસ પણ છેતરાઇ, આ કૌભાંડ જાણીને ચોંકી જશો

ParthB

Last Updated: 03:41 PM, 1 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં RTO કચેરીના બોગસ દસ્તાવેજ બનાવીને પોલીસે પકડેલી કાર છોડાવવાનું કૌભાંડ ડીંડોલી પોલીસે ઝડપી પાડ્યું છે.

  • RTOના બોગસ દસ્તાવેજ બનાવવાનું કૌભાંડ
  • સુરતમાંથી ગેંગનો એક આરોપી ઝડપાયો
  • બોગસ દસ્તાવેજના આધારે લોન પણ લેતા હતા
  • લોન ન ચુકવીને રૂપિયા કરી જતા હતા ચાઉ

સુરતમાં RTO કચેરીના બોગસ દસ્તાવેજ બનાવીને પોલીસે ઝપ્ત કરેલી કારને છોડાવવાનું મોટું કૌભાંડ ડીંડોલી પોલીસે ઝડપી પાડ્યું છે. આરોપી RTOના ખોટા સિક્કા મારેલી રસીદ પણ બનાવતા હતાં. તેમજ બોગસ દસ્તાવેજના આધારે બેંકમાંથી લોન પણ લેતા હતાં.ડીંડોલી પોલીસે આ મામલે આરોપી વિશ્વનાથ નામના આરોપીને મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. 

આરોપી બોગસ દસ્તાવેજની સાથે આધારકાર્ડ, પાન કાર્ડ, ઇલેક્શન કાર્ડ પણ બનાવ્યા હતાં

સુરતના પોલીસ કમિશનર અજયકુમાર તોમારે આજે કરેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ડીંડોલી પોલીસે RTO કચેરીના બોગસ દસ્તાવેજ બનાવીને પોલીસે જપ્ત કરાયેલી કારને છોડવવાનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે,આરોપી બોગસ દસ્તાવેજની સાથે આધારકાર્ડ, પાન કાર્ડ, ઇલેક્શન કાર્ડ પણ બોગસ બનાવ્યા હતાં. આ સાથે પોલીસે RTO અધિકારીઓના બોગસ સિક્કા,કોરા આધારકાર્ડ, તેમજ અલગ અલગ બેન્કની પાસબુક, ડેબિટ કાર્ડ પણ કબજે કર્યા છે. આ અગાઉ આરોપી ઉમરા પોસ્ટમાં પકડાયો હતો જ્યાં તેણે બોગસ આધારકાર્ડના આધારે લોન લેવામાં આવી હતી. 

પોલીસની પ્રાથમિક તપાસમાં RTO એજન્ટની પણ સંડોવણી સામે આવી 

ઉલ્લેખનીય છે કે પોલીસની પ્રાથમિક તપાસમાં RTO એજન્ટની પણ સંડોવણી સામે આવી છે. આરોપી પોલીસે પકડેલી કાર છોડાવવા ખોટા ડોક્યુમેન્ટ બનાવતા હતાં. અને RTOના ખોટા સિક્કા મારેલી રસીદ પણ બનાવતા હતાં. તેમજ બોગસ દસ્તાવેજના આધારે બેંકમાંથી લોન પણ લેતા હતાં.અને લોન ભરપાઈ ન કરીને પણ કૌભાંડ આચરતા હતાં. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ લોનવાળી કારની બોગસ RC બુક બનાવીને બીજા રાજ્યોમાં વેંચતા હતાં. આમ પોલીસે આ મામલે મોટા પ્રમાણમાં બોગસ દસ્તાવેજ અને પ્રિન્ટર કબ્જે લેવાયા હતાં. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ