બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A bus full of students overturned in Sadalvera village of Dharampur, Valsad, the bus was carrying students studying in Surat SVNIT.

વલસાડ / 50 થી 60 જેટલા વિદ્યાર્થીઓ ભરેલી બસે ધરમપુરના સાડળવેરા ગામે પલટી ખાધી, 6ને ગંભીર ઇજા, ચીસાચીસ મચી

Dinesh

Last Updated: 10:37 PM, 12 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bus Accident: વલસાડના ધરમપુરના સાડળવેરા ગામે વિદ્યાર્થીઓ ભરેલી બસ પલટી મારી, બસમાં સુરત SVNITમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સવાર હતા

  • વલસાડના ધરમપુરના સાડળવેરા ગામે બસ પલટી 
  • ખોબા ગામે જતા વિદ્યાર્થીઓની બસ પલટી 
  • બસમાં સુરત SVNITમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હતા સવાર 


રાજ્યમાં બેફામ વાહન ડ્રાઈવના કારણે અવાર નવાર રોડ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે અમદાવાદમાં પિકઅપ વાન અને કારનો ભયજનક અકસ્માત સર્જાયો છે. તો બીજી તરફ વલસાડના ધરમપુરના સાડળવેરા ગામે બસ પલટી મારી છે. જે ઘટનામાં 6 વિદ્યાર્થીઓને ગંભીર ઇજા પહોંચી છે.

ભારે જહેમતે સ્થાનિકોએ વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા
વલસાડના ધરમપુરના સાડળવેરા ગામે બસ પલટી મારી છે. ખોબા ગામે જતા વિદ્યાર્થીઓની બસ પલટી મારી હતી. જેમાં બસમાં સુરત SVNITમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સવાર હતા. ભારે જહેમતે સ્થાનિકોએ વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા હતા. ઘટનામાં 6 વિદ્યાર્થીઓને ગંભીર ઇજા પહોંચી છે. તમામ ઘાયલ વિદ્યાર્થીઓને ધરમપુર હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. બસમાં 50થી 60 જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા.

વસ્ત્રાલ ન્યુ RTOથી રિંગરોડ માર્ગ પર અકસ્માત
અમદાવાદમાં પિકઅપ વાન અને કારનો ભયજનક અકસ્માત સર્જાયો હતો. વસ્ત્રાલ ન્યુ RTOથી રિંગરોડ માર્ગ પર ઘટના બની છે. સળિયા ભરેલુ પિકઅપ વાન કાર સાથે અથડાયુ છે. પિકઅપ વાન કાર સાથે અથડાતા સળિયા કારમાં ઘૂસ્યા છે. સદનસીબે ઘટનામાં કાર ચાલકને સામાન્ય ઈજા પહોંચી છે. પિકઅપ વાનના ચાલકને લોકોએ પોલીસ હવાલે કર્યો છે.

ગેંડા સર્કલ પર અકસ્માત
વડોદરાના ગેંડા સર્કલ પર અકસ્માતને લઈને બબાલ થઈ હતી. રોંગ સાઈડમાં બાઇક ચાલક આવ્યો અને કાર સાથે અથડાયો હતો. અકસ્માત બાદ બોલાચાલી થયા બાદ મારામારી કરી હતી. કારમાં સવાર મહિલા અને બાઈક ચાલક યુવક વચ્ચે મારામારી થઈ હતી. સ્થાનિક ટ્રાફિક પોલીસે મામલો થાળે પાડ્યો હતો. ઘટનાને પગલે ટ્રાફિક જામ થયો હતો. 

 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ