બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / A BJP meeting will be held at Kamalam tomorrow regarding the Lok Sabha elections

મિશન 2024 / લોકસભા ચૂંટણીને લઇ ગુજરાતમાં દોડધામ શરૂ: આવતીકાલે પ્રદેશ ભાજપની બેઠક, CMથી લઇને અનેક દિગ્ગજો રહેશે હાજર

Vishal Khamar

Last Updated: 12:46 PM, 23 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા ચૂંટણીને લઈ આવતીકાલે ગાંધીનગરમાં પ્રદેશ ભાજપની બેઠક મળનાર છે. કમલમમાં પ્રદેશ પ્રમુખ તેમજ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં બેઠક મળનાર છે. આ બેઠકમાં લોકસભા ચૂંટણીની જવાબદારી સોંપેલ તમામ હોદ્દેદારોને ઉપસ્થિત રહેવાનું કહેવાયું છે.

  • લોકસભા ચૂંટણીને લઈ આવતીકાલે મળશે પ્રદેશ ભાજપની બેઠક
  • કમલમમાં પ્રદેશ પ્રમુખ તેમજ મુખ્યમંત્રી બેઠકમાં રહેશે ઉપસ્થિત
  • આગામી દિવસોમાં યોજાનારા કાર્યક્રમો અને આયોજનો સંદર્ભે બોલાવી બેઠક

લોકસભા ચૂંટણી 2024 ને લઈ તમામ પક્ષો દ્વારા રણનીતિ ઘડવામાં આવી રહી છે. જેને લઈ પ્રદેશનાં નેતાઓ દ્વારા બેઠકોનો દોર શરૂ કર્યો છે. આવતીકાલે ગાંધીનગર કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ બેઠકમાં ઉપસ્થિત રહેશે. બેઠકમાં આગામી દિવસોમાં યોજાનારા કાર્યક્રમો અને અને આયોજનો સંદર્ભે બેઠક બોલાવી છે. આ બેઠકમાં તમામ જીલ્લાનાં ધારાસભ્યો, સાંસદો, લોકસભા સીટ ઈન્ચાર્જ, પ્રભારી અને કલસ્ટર ઈન્ચાર્જ પણ હાજર રહેશે. તેમજ જીલ્લા અને મહાનગર પ્રમુખ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે. 

જે.પી.નડ્ડાના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી ચૂંટણી કાર્યાલય શરૂ કર્યા
આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ગુજરાતની મુલાકાતે છે. ત્યારે જે.પી.નડ્ડાના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી ચૂંટણી કાર્યાલય શરૂ કર્યા હતા. પ્રદેશ ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે. ઉમેદવાર જાહેર થાય તે પહેલાં ભાજપ ચૂંટણી કાર્યાલય શરૂ કરશે. ગાંધીનગર લોકસભા ચૂંટણી કાર્યાલયનો પણ પ્રારંભ કરાશે. "મોદીની ગેરંટી" સ્લોગન ઉપર ભાજપે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર લોકસભા ચૂંટણી લડાશે.

કમલમ ખાતે યોજાશે બેઠક
મળતી માહિતી મુજબ લોકસભા 2024 ની ચૂંટણીને લઈ તમામ પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો જીતવા માટે ભાજપ દ્વારા સીનીયર નેતાઓને જવાબદારી સોંપાઈ છે. આગામી સમયમાં કમલમ ખાતે બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ 26 લોકસભા બેઠકો પર 3-3 નાં કલસ્ટર જૂથ પણ બનાવવામાં આવ્યા છે.

ક્યાં નેતાઓને જવાબદારી સોંપાઈ ક્યાં જીલ્લાની જવાબદારી સોંપાઈ
બાબુભાઈ જેબલિયા મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર બેઠકની જવાબદારી સોંપાઈ
કે.સી.પટેલ ગાંધીનગર, અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ બેઠકની જવાબદારી સોંપાઈ
નરહરી અમીન આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ બેઠકની જવાબદારી સોંપાઈ
પ્રદિપસિંહ જાડેજા વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ બેઠકની જવાબદારી સોંપાઈ
ડો.જ્યોતિબેન પંડ્યા સુરત, નવસારી, બારડોલી, વલસાડ બેઠકની જવાબદારી સોંપાઈ
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જૂનાગઢ, અમરેલી, ભાવનગર બેઠકની જવાબદારી સોંપાઈ
આર.સી.ફળદુ જામનગર, પોરબંદર, રાજકોટ બેઠકની જવાબદારી સોંપાઈ
અમિત ઠાકર (ધારાસભ્ય) કચ્છ, બનાસકાંઠા, પાટણ બેઠકની જવાબદારી સોંપાઈ
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ