બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / વડોદરા / A big revelation regarding the murder of a BJP worker in Vadodara

વડોદરા / હોકી સ્ટિકથી ફટકા મારીને ભાજપ કાર્યકરની હત્યા મામલે નવો ખુલાસો: આ નામચીન વ્યક્તિના દીકરો મુખ્ય આરોપી, ત્રણની ધરપકડ

Malay

Last Updated: 02:47 PM, 29 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara News: વડોદરામાં ભાજપના કાર્યકર સચિન ઠક્કરની હત્યામાં પાર્થ બાબુલ પરીખનો હાથ હોવાનું આવ્યું સામે, પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી.

 

  • ભાજપના કાર્યકર સચિન ઠક્કરની હત્યાનો મામલો
  • ગઈકાલે હત્યા સમયનો વીડિયો થયો હતો વાયરલ
  • સચિન ઠક્કરની પાર્થ પરીખે હત્યા કરાવી હોવાની ચર્ચા

વડોદરામાં ભાજપના કાર્યકર સચિન ઠક્કરની હત્યા મામલે મોટો ખુલાસો થયો છે. સચિન ઠક્કરની હત્યામાં નામચીન બાબુલ પરીખના પુત્ર પાર્થ પરીખનો હાથ હોવાનું સામે આવ્યું છે. પાર્થ પરીખે જ સચિન ઠક્કરની હત્યા કરાવી હોવાનું સામે આવ્યું છે. હાલ ગોત્રી પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે. મહત્વનું છે કે, વાસિક અજમેરી અને વિકાસ લોહાણાએ બેઝબોલ સ્ટીક અને હોકીથી સચિન ઠક્કર અને તેના ભાઈ પ્રિતેશ ઠક્કર પર હુમલો કર્યો હતો. 

શું બની હતી સમગ્ર ઘટના?
વડોદરા શહેર ભાજપના સક્રિય કાર્યકર સચિન ઠક્કર અને તેના પિતરાઈ ભાઈ પ્રિતેશ ઠક્કર પર ત્રણ દિવસ પહેલાં રાત્રિના સમયે બે શખ્સોએ હુમલો કર્યો હતો. બે શખ્સોએ બંને ભાઈ પર બેઝબોલ સ્ટીક અને હોકીથી હુમલો કર્યો હતો. જેથી તેઓને તાત્કાલિક સારવાર અર્થે ગોત્રી જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બંનેને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હોવાથી સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન સચિન ઠક્કરનું મોત નિપજ્યું હતું. 

વીડિયો પણ થયો હતો વાયરલ 
જે બાદ મૃતકના રીમાબેન સચિનભાઈ ઠક્કરે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ હુમલાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં સચિન ઠક્કર અને તેના પિતરાઈ ભાઈ પ્રિતેશ ઠક્કર પર વાસિક અજમેરી અને વિકાસ લોહાણાએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું હતું. જે બાદ બંનેની ધરપકડ કરવામાં આવી હતી. જેઓની પૂછપરછમાં બાબુલ પરીખના પુત્ર પાર્થ પરીખનું નામ ખુલ્યું હતું.

ગોત્રી પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી
વાહન પાર્કિંગની જૂની અદાવતમાં તેઓ ભાજપના સક્રિય કાર્યકર સચિન ઠક્કર અને પ્રતિશે છક્કર પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું હતું. હાલ ગોત્રી પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી છે.


 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ