બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / A big blow to the health workers, U-turn of the state government to promote pre-election surveillance, money will be taken back

પરિપત્ર / આરોગ્યકર્મીને મોટો ફટકો, ચૂંટણી પહેલાના સર્વેલન્સ પ્રોત્સાહન આપવાને લઇને રાજ્ય સરકારનો યૂ ટર્ન, પૈસા લેવાશે પરત

Vishal Khamar

Last Updated: 11:11 PM, 15 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના પંચાયત સેવા હસ્તકના વર્ગ-3 ના કર્મચારીઓ તેમની માંગણીઓને લઈને હડતાળ પર ઉતરેલ હતા. સરકાર દ્વારા ચૂકવાયેલા કુલ 8 હજાર રૂપિયા રિકવરનું નક્કી કર્યુ

  • આરોગ્યકર્મીને સર્વેલન્સ પ્રોત્સાહન આપાવને લઇને રાજ્ય સરકારનો યૂ ટર્ન
  • નવેમ્બર અને ડિસેમ્બર મહિનાના ચૂકવાયેલા કુલ 8 હજાર રૂપિયા રિકવર કરવા કર્યો પરિપત્ર 
  • ઠરાવાના અભ્યાસનો હવાલો આપીને સર્વેલન્સ પ્રોત્સાહન પાછું ખેંચાયું

 ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના પંચાયત સેવા હસ્તકના વર્ગ-3 ના કર્મચારીઓ તેમની માંગણીઓને લઈને હડતાળ પર ઉતરેલ હતા. ત્યારે સરકાર દ્વારા ઠરાવથી ગ્રામ્ય સ્તરે તેઓની સઘન સર્વેલન્સની કામગીરી ધ્યાને લઈ ફરજના ભાગરૂપે ઉચ્ચક રકમ સર્વેલન્સ પ્રોત્સાહન તરીકે આપવાનું ઠરાવેલ છે. પરંતું ઠરાવનો અભ્યાસ કરતા ફીક્સ પે મેળવતા હંગામી કર્મચારીઓને ઉપરોક્ત સર્વેલન્સ પ્રોત્સાહન રકમ આપવાની પાત્રતાનો સ્પષ્ટ ઉલ્લેખ નથી.  ત્યારે સરકાર દ્વારા નવો ઠરાવ કરવામાં આવ્યો છે. જેમાં સર્વેલન્સ પ્રોત્સાહન રિકવર કરવાનું કહેવામાં આવ્યું છે.

સરકાર દ્વારા ચૂંકવાયેલ પૈસા રીકવર કરવાના પરિપત્ર કર્યો
રાજ્યના આરોગ્ય કર્મચારી મહાસંઘના પંચાયત સેવા હસ્તકના વર્ગ-3 ના મલ્ટી પરપઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટી પરપઝ સુપરવાઈઝ, ફિમેલ હેલ્થ સુપરવાઈઝરનાં કર્મચારીઓ ગ્રેડ-પે સુધારવાની માંગણી અન્વયે હડતાળ પર ઉતરેલ હતા. ત્યારે તેઓને સર્વેલન્સની કામગીરી ધ્યાને લઈ ફરજના ભાગરૂપે પ્રતિમાસ રૂા. 4000 ઉચ્ચક રકમ સર્વેલન્સ પ્રોત્સાહન તરીકે આપવાનું ઠરાવેલ છે. ત્યારે ઠરાવનો અભ્યાસ કરતા ફીક્સ પે મેળવતા હંગામી કર્મચારીઓને ઉપરોક્ત સર્વેલન્સ પ્રોત્સાહન રકમ આપવાની પાત્રતાનો સ્પષ્ટ ઉલ્લેખ નથી. જેથી સર્વેલન્સ પ્રોત્સાહન આપી ન શકાય તેવું સ્પષ્ટ થાય છે. તેવો પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

હંગામી કર્મચારીઓને સર્વેલન્સ પ્રોત્સાહન આપી શકાય નહીનો પરિપત્રમા ઉલ્લેખ
આરોગ્યકર્મીને સર્વેલન્સ પ્રોત્સાહન આપવાને લઈને રાજ્ય સરકાર દ્વારા યુ ટર્ન લેવામાં આવ્યો છે. ત્યારે ચૂંટણી પહેલા આરોગ્ય કર્મીઓને સર્વેલન્સ પ્રોત્સાહન આપવનો નિર્ણય રદ્દ કર્યો છે. નવેમ્બર અને ડિસેમ્બર મહિનાનાં ચૂંકવાયેલ કુલ 8 હજાર રૂપિયામાં રિકવર કરવા પરિપત્ક કર્યો છે. ત્યારે પત્રમાં હંગામી કર્મચારીઓને પ્રોત્સાહન રકમ આપવાની પાત્રતાનો ઉલ્લેખ ન હોવાથી પ્રોત્સાહન રકમ આપી શકાય નહી. ત્યારે સરકાર દ્વારા હવે રિકવરીનો આદેશ કરતો પરિપત્ર જાહેર કરાયો છે. ત્યારે ઠરાવના અભ્સાક્રમનો હવાલો આપીને સર્વેલન્સ પોત્સાહન પાછું ખેંચવાનો આદેશ કર્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ