બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / A 15-year-old Saghira living in Surat was abducted by a miscreant from Maharashtra.

ચોંકાવનારો કિસ્સો / સુરતમાં રહેતી 15 વર્ષીય સગીરાનું મહારાષ્ટ્રના મુસીબે કર્યું અપહરણ, જુઓ પોલીસે કઇ રીતે ચુંગાલમાંથી છોડાવી

Malay

Last Updated: 12:03 PM, 26 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat News: સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્ર બનાવ્યા બાદ સગીરાનું અપહરણ કરી મહારાષ્ટ્ર લઈ ગયો મુસીબ, પોલીસે ટીમ બનાવીને ઔરંગાબાદ જઈ આરોપી મુસીબની કરી ધરપકડ.

  • મુસીબે 15 વર્ષની કિશોરીને પ્રેમ જાળમાં ફસાવી 
  • સગીરાનું અપહરણ કરી મહારાષ્ટ્ર લઈ ગયો યુવક
  • પોલીસે ઔરંગાબાદથી કિશોરીને છોડાવી

Surat News: સુરતની 15 વર્ષની કિશોરીને પ્રેમ જાળમાં ફસાવી મહારાષ્ટ્રનો યુવક સગીરાનું અપહરણ કરી મુંબઈ અને ત્યાંથી પોતાના ગામ ખાતે લઈ ગયો હતો. સમગ્ર મામલે માતા-પિતાએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે મુસીબ નામના યુવકની ઔરંગાબાદ ખાતેથી ધરપકડ કરી કિશોરીને છોડાવી છે. 

સોશિયલ મીડિયાથી આવ્યા હતા સંપર્કમાં
આ મામલે સુરત ACP  વી.આર મલ્હોત્રાએ જણાવ્યું કે, મુસીબ ઔરંગાબાદ ખાતે ગેરેજનું કામ કરે છે. મુસીબ અને કિશોરી આજથી એક વર્ષ પહેલાં ઇન્સ્ટાગ્રામ થકી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ મિત્રતા વધી અને બંનેએ વાતચીત શરૂ કરી હતી. જે બાદ થોડા દિવસ પહેલા જ આ મુસીબ સુરત આવ્યો હતો અને એક હોટલમાં રોકાણ કર્યું હતું. તે સમયે કિશોરીને પણ હોટલમાં મળવા બોલાવી હતી. 

કિશોરીનું અપહરણ કરીને મહારાષ્ટ્ર લઈ ગયો
તેઓએ જણાવ્યું કે, જે બાદ મુસીબ કિશોરીનું અપહરણ કરીને મહારાષ્ટ્ર લઈ ગયો હતો. આ અંગેની જાણ કિશોરીના માતા-પિતાને થતાં તેઓ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હાલના સમયમાં લવ જેહાદના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, તેમાં પણ આ મુસીબની ઇન્સ્ટાગ્રામ આઈડી પર કટર મુસ્લિમ લખેલું હતું. જેથી માતા-પિતાને લવ જેહાદની આશંકા જતા તાત્કાલિક વેસુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

વી.આર મલ્હોત્રા (ACP, સુરત)

પોલીસે અલગ અલગ ટીમો બનાવી
માતા-પિતાની ફરિયાદ બાદ પોલીસે તાત્કાલિક શહેરના સ્ટેશન સહિતના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. ત્યારબાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવી ને શોધવા માટે તજવીજ શરૂ કરી હતી. તે દરમિયાન આ કિશોરી ઔરંગાબાદ ખાતે હોવાની પોલીસને બાતમી મળી હતી. જેથી પોલીસે તાત્કાલિક ઔરંગાબાદ જઈ આરોપી મુસીબની ધરપકડ કરી હતી અને 15 વર્ષીય કિશોરીને તેના ચુંગાલમાંથી છોડાવી હતી. હાલ પોલીસે મુસીબની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ