બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / 8 year old boy stuck in residential society lift for 3 hours completed homework in it

OMG / જોરદાર... લિફ્ટમાં 3 કલાક સુધી 8 વર્ષનો બાળક ફસાયેલો રહ્યો, બાદમાં તેને જે કર્યું તે જાણીને ગર્વ થશે

Arohi

Last Updated: 03:40 PM, 21 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Faridabad Boy Stuck In Lift: ફરીદાબાદમાં બે અલગ અલગ રેસીડેન્શિયલ સોસાયટીઝમાં બે દિવસની અંદર લિફ્ટ બંધ થવાના કેસ સામે આવ્યા છે. બન્ને કેસમાં બે બાળકો લિફ્ટમાં અંદર કલાકો સુધી બંધ રહ્યા.

  • ફરીદાબાદમાં બની બે અલગ અલગ ઘટનાઓ 
  • બે અલગ અલગ સોસાયટીમાં બંધ પડી લિફ્ટ 
  • બે બાળકો લિફ્ટમાં કલાકો સુધી રહ્યા બંધ 

ફરીદાબાદમાં બે અલગ અલગ રેસીડેન્શિયલ સોસાયટીઝમાં બે દિવસની અંદર લિફ્ટ બંધ થવાના કેસ સામે આવ્યા છે. બન્ને કેસમાં બે બાળકો લિફ્ટમાં અંદર કલાકો સુધી બંધ રહ્યા. જોકે લિફ્ટમાં બંધ એક બાળકે ઘભરાયા વગર પોતાની હિંમત બતાવી હતી. તેણે પોતાનું ધ્યાન બીજી તરફ દોરવા માટે બંધ લિફ્ટમાં બેસીને હોમવર્ક પણ કરી નાખ્યું. 

ફરીદાબાદના ઓમેક્સ રેસીડેન્સી સોસાયટીમાં શનિવારે સાંજે એક 8 વર્ષનો બાળક લગભગ અઢી કલાક સુધી લિફ્ટમાં ફસાયેલો રહ્યો. બાળકો જરા પણ ગભરાયા વગર પરિસ્થિતિનો સામનો હિંમતથી કર્યો અને લિફ્ટમાં આરામથી બેસીને પોતાની સ્કૂલ અને ટ્યૂશનું હોમવર્ક પુરૂ કરી દીધી. 

શું છે સમગ્ર મામલો? 
જાણકારી અનુસાર ગૌરવાન્વિત સાંજે 5 વાગ્યે ટ્યુશન માટે 5માં માળથી લિફ્ટ દ્વારા નીચે ગયો હતો. તે 6 વાગ્યા સુધી ટ્યુશનથી પાછો આવી જાય છે. પરંતુ જ્યારે સાંજે 7 વાગ્યા સુધી ન આવ્યો તો પરિવારના લોકોએ ટ્યુશનમાં ફોન કરી તેના વિશે પુછ્યું. ત્યાં ખબર પડી કે તે ટ્યુશન જ નથી ગયો.

ત્યાર બાદ પરિવારે તેની શોધ શરૂ કરી. ત્યાર બાદ જાણકારી મળી કે લિફ્ટ 5 વાગ્યાથી બંધ છે. પરિવારના લોકોને શંકા ગઈ કે તેમનું બાળક લિફ્ટમાં ફસાયું હોઈ શકે છે. તરક લિફ્ટ મેનેજમેન્ટને આ વિશે જાણકારી આપવામાં આવી. જેના બાદ લિફ્ટને ખોલવામાં આવી તો ગૌરવાન્વિત અંદર જ હાજર હતો.

 

3 કલાક સુધી બંધ રહી લિફ્ટ 
બાળકનો પરિવાર એ વાતથી ખૂબ નારાજ થયો કે લિફ્ટ 3 કલાક બંધ રહી. પરંતુ કોઈએ એવું જાણવાનો પ્રયત્ન ન કર્યો કે લિફ્ટની અંદર કોઈ બંધ તો નથી. જોકે બાળકનું કહેવું છે કે તેણે જોરથી બુમો પણ પાડી અને ઈમરજન્સી બટન પણ દબાવ્યું. પરંતુ કોઈ પણ મદદ માટે ન આવ્યું. બાળકે જણાવ્યું કે તેણે પોતાનું ધ્યાન બીજી તરફ દોરવા માટે લિફ્ટમાં જ હોમવર્ક કરવાનું શરૂ કરી દીધુ હતું. 

બીજી ઘટના પણ ફરીદાબાદની જ 
બીજી ઘટના પણ ફરીદાબાદના એસઆરએસ રેસીડેન્શિયલ સોસાયટીની છે. સોસાયટીના C7 ટાવરમાં રહેતા વિકાસ શ્રાવાસ્તવે જણાવ્યું કે તેમની 11 વર્ષની દિકરી સ્નેહા, જે છઠ્ઠા ધોરણમાં ભણે છે તે રવિવારે સાંજે લિફ્ટમાં ફસાઈ ગઈ હતી. બાળકીના પિતાએ જણાવ્યું કે તે દરરોજ બપોરે 3 વાગ્યે ટ્યુશન જાય છે અને 5.45 વાગ્યે આવી જાય છે. પરંતુ તે મોડા સુધી પાછી ન આવતા ઘટનાની જાણ થઈ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ