બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / 6 thousand new HD cameras will be installed in Ahmedabad city

ટ્રાફિક મોનિટરિંગ / અમદાવાદીઓ સાવધાન! હવે ઓવર સ્પીડમાં વાહન ચલાવ્યું તો ગયા કામથી, શહેરમાં લાગશે નવા 6 હજાર હાઇ ડેફિનેશન CCTV

Malay

Last Updated: 04:10 PM, 12 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના એસજી હાઈવે પર અવારનવાર અકસ્માતો થતા હોય છે અને ઘણી વાર હિટ એન્ડ રનના બનાવો પણ સામે આવતા હોય છે. ત્યારે આ ઘટના અટકાવવા માટે સરકાર દ્વારા ત્વરિત પગલાં લેવામાં આવ્યા છે. જેને કારણે હિટ એન્ડ રન કરનારા વ્યક્તિ અને ઓવર સ્પીડમાં ગાડી ચલાવનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

 

  • અમદાવાદમાં લાગશે નવા HD કેમેરા
  • શહેરમાં નવા 6 હજાર કેમેરા લાગશે
  • એસજી હાઈવે પર 5 જગ્યા પર લાગશે કેમેરા

અમદાવાદના એસજી હાઇવે પર આવેલા તમામ ઓવરબ્રિજ ઉપર સીસીટીવી કેમેરા લગાવેલા નહીં હોવાના કારણે હિટ એન્ડ રનની ઘટનાને અંજામ આપીને નાસી જનાર વાહનચાલકોને ઝડપી પાડવા પોલીસ માટે અશક્ય હતું પરંતુ હવે હાઇડેફિનેશનના સીસીટીવી કેમેરા લગાવવાની કવાયત હાથ ધરાતાં આવનારા દિવસોમાં અકસ્માત કરીને નાસી જતા વાહનચાલકોને જેલમાં જવાના દિવસો આવી જશે. એસજી હાઇવેના તમામ ઓવરબ્રિજને સીસીટીવી કેમેરાથી આવરી લેવાની કામગીરી ચાલી રહી છે.  જે અંતર્ગત સોલા સિવિલ હોસ્પિટલ પાસે આવેલા ઓવરબ્રિજ પર સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ પણ થઇ ગયા છે.       

વૈણોદેવી સર્કલ પાસેનો અમદાવાદ-ગાંધીનગરને જોડતો ફ્લાઈઓવર બ્રીજ તૈયાર નાયબ  મુખ્યમંત્રી નીતિન પટેલે કરી સમીક્ષા|Flyover bridge connecting  Ahmedabad-Gandhinagar ...

હાઇડેફિનેશન  કેમેરા લગાવવાનું પ્લાનિંગ 
સરખેજથી વૈષ્ણોદેવી સર્કલ સુધીનો હાઇવે સૌથી સમૃદ્ધ વિસ્તાર કહેવામાં આવે છે જ્યાં સૌથી વધુ ટ્રાફિક રહેતો હોય છે. યંગસ્ટર પણ લોન્ગ ડ્રાઇવ પર જવા માટે આ રોડની પહેલી પસંદગી કરે છે. 15 કિલોમીટરના આ હાઇવે પર માત્ર પાંચ જગ્યા ઉપર સીસીટીવી કેમેરા લગાવેલા છે. જે ઓવરબ્રિજના કારણે ઢંકાઇ જાય છે. એસજી હાઇવે પરના તમામ બ્રિજને આવરી લેવાય તે રીતે હાઇડેફિનેશન અને નાઇટ વિઝનવાળા સીસીટીવી કેમેરા લગાવવાનું પ્લાનિંગ ચાલી રહ્યું હતું. જેના પર હવે અમલ થઇ રહ્યો છે. 

CCTV પોલીસ માટેનું ત્રીજું નેત્ર 
એસજી હાઇવે પર અવારનવાર અકસ્માત તેમજ બીજા અનેક ગુના પણ બની રહ્યા છે. જેનાં મૂળ સુધી પહોંચવા માટે પોલીસને ઓફિસ, મોલ, રેસ્ટોરાંની બહાર લગાવેલા સીસીટીવી ફૂટેજની મદદ લેવી પડે છે. ગુનેગારોને પકડવા માટે તેમજ કોઇ પણ ગુનાનાં મૂળ સુધી પહોંચવા માટે સીસીટીવી કેમેરા આજે પોલીસને વધુને વધુ ઉપયોગમાં આવી રહ્યા છે. સીસીટીવી પોલીસ માટેનું ત્રીજું નેત્ર છે. જે તેમને ડિટેક્શનમાં વધુને વધુ ઉપયોગી સાબિત થઇ રહ્યું છે. 

લોકોની સલામતીને ધ્યાને રાખતા ગુજરાતમાં આજથી જાહેર સ્થળોએ CCTV ફરજિયાત,  પ્રાથમિક શાળામાં પણ લગાવાશે કેમેરા | cctvs compulsory in public places in  metros in gujarat ...

CCTV કેમેરાનું મોનિટરિંગ કરશે ટ્રાફિક વિભાગ
સીસીટીવી કેમેરામાં સ્પીડ ડિટેકટર પણ રાખવામાં આવ્યા હોવાની શક્યતા છે. જો કોઇ વાહનચાલક નક્કી કરેલી ગતિ મર્યાદા કરતાં વધુ ઝડપથી વાહન હંકારતો હશે તો પણ સીસીટવી કેમેરાથી ખબર પડી જશે અને સીધો ઇ-મેમો તેના ઘરે પહોચી જશે. રાજ્યનું કોઇ પણ વાહન હશે અને એસજી હાઇવે પરથી સ્પીડમાં નીકળશે તો તેના ચાલકને ઇ-મેમો મળી જશે. તમામ સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ ટ્રાફિક વિભાગ કરશે. 

હવે 45 કિલોમીટરનાં અંતરથી ખેંચી શકાશે Photos, ચીનનાં રિસર્ચરે ડેવલોપ કર્યો  AI કેમેરો|Chinese Researchers developed new AI camera can see you 45  kilometers away

સોલાબ્રિજ પર લગાવી દેવાયા છે કેમેરા
સરખેજથી ગાંધીનગર હાઇવે પર આવેલા તમામ ઓવરબ્રિજને સીસીટીવી કેમેરાથી આવરી લેવાનું પ્લાનિંગ છે. હાલ સોલાબ્રિજ પર સીસીટીવી કેમેરા લગાવી દેવાયા છે જ્યારે આવનારા દિવસોમાં ઇસ્કોનબ્રિજ સહિતના તમામ બ્રિજ પર સીસીટીવી કેમેરા લગાવી દેવાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ