બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / 6 people died of heart attack in Gujarat today, there was also a discussion in the cabinet meeting

ચિંતા / ગુજરાતમાં આજે હાર્ટ એટેકથી 6 લોકોના મોત, કેબિનેટ બેઠકમાં પણ થઈ ચર્ચા, ઋષિકેશ પટેલે કહ્યું પાંચ વર્ષના આંકડા સાથે માહિતી રજૂ થશે

Dinesh

Last Updated: 06:05 PM, 2 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

heart attack news : પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, કેબિનેટ બેઠકમાં હાર્ટ એટેકના વધતા કેસોને લઇને મહત્વની ચર્ચા થઈ છે. તેમજ 4 નવેમ્બરે UN મહેતા હોસ્પિટલ ખાતે પત્રકાર પરિશદ યોજીશુ

  • હાર્ટ એટેકના વધતા કેસને લઇ સરકાર સચેત
  • 4 તારીખે યોજાશે પત્રકાર પરિષદ 
  • ડૉક્ટર્સ વિવિધ મુદ્દા પર આપશે માહિતી

રાજ્યમાં હાર્ટ અટેકથી થતા મોતની સંખ્યામાં સતત વધારો થતા હાહાકાર મચ્યો છે. એક સમયે કોરોના અને તેનાથી થતાં મોતે ચિંતા જગાડી હતી. ત્યારે હાલ હાર્ટ અટેકના વધતા જતા કિસ્સા અને તેનાથી થતા મોતના કારણે સ્થિતિ ચિંતાજનક બની રહી છે. સાબરકાંઠાના હિમંતનગર વિજાપુર હાઇવે પર ST બસ ડ્રાઇવરને ચાલુ બસમાં હાર્ટ એટેક આવ્યો હતો. જો કે ડ્રાઈવરે બસને કાબૂ કરી સાઈડમાં ઉતારી દેતા દુર્ઘટના ટળી હતી.. હાર્ટએટેક બાદ ST બસના ડ્રાઈવરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.

ક્યારે અટકશે મોતનો એટેક
બીજી તરફ અંકલેશ્વરમાં ધોરણ 4માં અભ્યાસ કરતી માત્ર 10 વર્ષની બાળકીનું હાર્ટ એટેકથી મોત થતા આરોગ્ય નિષ્ણાતોની ચિંતા વધી છે. તો રાજકોટમાં 52 વર્ષીય હિતેષ ભટ્ટી અને સુરેન્દ્રનગરના લખતરમાં 43 વર્ષીય આલાભાઈ સભાડનું હાર્ટ એટેકથી મોત થયું છે. આમ રાજ્યમાં અચાનક હાર્ટ એટેક અને તેનાથી થતા મોતની સંખ્યામાં વધારો થતા ચિંતા વધી છે.

4 નવેમ્બરે હાર્ટ એટેક મુદ્દે પત્રકાર પરિષદ 
કેબિનેટ બેઠકમાં હાર્ટ એટેકના વધતા કેસોને લઇને મહત્વની ચર્ચા થઈ છે. રાજ્યમાં વધતા હાર્ટ એટેકના કેસ વચ્ચે સરકાર છે સચેત તેમ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, 4 નવેમ્બરે એક પત્રકાર પરિષદ યોજીશું, જે UN મહેતા હોસ્પિટલ ખાતે યોજાશે. ડૉકટર્સ વિવિધ મુદ્દાઓ પર માહિતી આપશે તેમજ પાંચ વર્ષના આંકડા પણ રજૂ કરવામાં આવશે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ