બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / બિઝનેસ / 6 crore jan dhan accounts inoperative as per finance ministry check details

Jan Dhan Account / 6 કરોડ જન ધન ખાતા થયા ઈનઓપરેટિવ, જો તમારું નામ હોય લિસ્ટમાં તો કરી લો આ નાનું કામ

Bhushita

Last Updated: 09:54 AM, 12 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે મંગળવારે કહ્યું કે પીએમ જન ધન યોજનાના આઘારે 5.82 કરોડ ખાતા નિષ્ક્રિય કરાયા છે જેમાં મહિલા ખાતાની સંખ્યા 2.02 કરોડની છે.

  • 6 કરોડ જન ધન ખાતા થયા ઈનઓપરેટિવ
  • ક્યાંક તમારું ખાતું તો નથીને લિસ્ટમાં
  • મહિલા ખાતાની સંખ્યા 2.02 કરોડની

 
Pradhan Mantri Jan Dhan Yojanaના આધારે બેંકમાં જન ધન ખાતું ખોલવાની સુવિધા મળે છે. કેન્દ્ર સરકારની માહિતી અનુસાર કુલ 5.82 કરોડ ખાતા નિષ્ક્રિય છે જેમાં મહિલા ખાતાની સંખ્યા 2.02 કરોડની છે.   
 


ક્યારે ઈનઓપરેટિવ થાય છે બેંક ખાતું
રિઝર્વ બેંકના નિયમો અનુસાર કોઈ ખાતામાં સતત 2 વર્ષ કે તેનઆથી વદારે દિવસો સુધી કોઈ લેન દેન નથી થતી તો તે ખાતુ ઈન ઓપરેટિવ થાય છે. આ સંખ્યા 5.82 કરોડની છે જેમાં 2 વર્ષથી કોઈ લેન દેન થયું નથી, આ ચિંતાનો વિષય એ માટે પણ છે કેમકે સરકારની તમામ વેલફેર સ્કીમ અને ગ્રામીણ રોજગાર ગેરેંટીના આધારે આ ખાતામાં રૂપિયા મોકલાય છે. 

જૂના સેવિંગ્સ એકાઉન્ટને બદલો જનધન ખાતામાં
આ માટે બેંક જઈને એક ફોર્મ ભરવાનુ રહે છે અને રૂપે કાર્ડની અરજી પણ કરવાની રહે છે. આ પછી તમારું ખાતું સેવિંગ્સથી જન ધન ખાતામાં ફેરવાઈ જાય છે.  

આધાર કાર્ડની મદદથી ખાતું કરો ફરીથી સક્રિય
તમે આધાર કાર્ડની જાણકારી આપીને ફરીથી જન ધન એકાઉન્ટને ચાલુ કરી શકો છો. કોઈ ટ્રાન્ઝેક્શન નહીં હોય તો ખાતું બંધ કરી દેવામાં આવે છે. ખાતામાં લેન દેન કરીને પણ તેને સક્રિય કરી શકાય છે.  

કેવી રીતે ખોલશો એકાઉન્ટ
પ્રધાનમંત્રી જન ધન યોજનાના આધારે પબ્લિક સેક્ટર બેકંમાં વધારે ખાતા ખોલાય છે, જો તમે ઈચ્છો તો પ્રાઈવેટ બેંકમાં પણ જન ધન ખાતું ખોલાવી શકાય છે. તમારી પાસે કોઈ અન્ય સેવિંગ્સ એકાઉન્ટ છે તો તમે તેને પણ જન ધન ખાતામાં ફેરવી શકો છો. ભારતમાં રહેનારો કોઈ પણ નાગરિક જેની ઉંમર 10 વર્ષ કે તેનાથી વધારે છે તે આ ખાતું ખોલાવી શકે છે.  
 
1.30 લાખ રૂપિયાનો મળશે લાભ
પીએમ જન ધન યોજનાના આધારે ખોલાયેલા ખાતામાં એકાઉન્ટ હોલ્ડરને 1.30 લાખ રૂપિયાનો લાભ મળે છે. તેમાં દુર્ઘટના વીમો અપાય છે. એકાઉન્ટ હોલ્ડરને 1 લાખનો દુર્ઘટના વીમો અને સાથે 30 હજાર રૂપિયાનો જનરલ ઈન્શ્યોરન્સ અપાય છે. એવામાં ખાતાઘારકનો એક્સીડન્ટ થાય છે તો તેને 30000 રૂપિયા મળે છે. અને જો દુર્ઘટનામાં એકાઉન્ટ હોલ્ડરનું મોત થાય છે તો એક લાખ રૂપિયા મળે છે. કુલ 1.30 લાખ રૂપિયાનો ફાયદો થાય છે.  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ