બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / સુરત / 50 farmers file petition in supreme court

સુરત / બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જમીન સંપાદન વિવાદ પહોંચ્ચો સુપ્રીમ કોર્ટમાં, 50 ખેડૂતોએ કરી અરજી

Kavan

Last Updated: 10:41 PM, 16 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન કરી રહેલી કંપની અને દક્ષિણ ગુજરાતના ખેડુતો હવે આમને સામને આવી ગયા છે. યોગ્ય વળતર ન મળતું હોવાના મુદ્દે સુરત સહિત દક્ષિણ ગુજરાતના 50 ખેડુતોએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી છે.

  • બુલેટ ટ્રેનને લઇને વિવાદ યથાવત 
  • દક્ષિણ ગુજરાતના ખેડુતો પહોંચ્યા સુપ્રીમ કોર્ટમાં 
  • જમીન સંપાદનને લઇને સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી દાખલ

મુંબઈ થી અમદાવાદ વચ્ચે 508 કિલોમીટર ના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદનની કામગીરી નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ ( NHRCL) સંભાળી રહી છે. સમગ્ર પ્રોજેક્ટ માટે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ખેતીલાયક જમીન અને બુલેટ ટ્રેનના માર્ગમાં આવતાં મકાનોનો સંપાદીત કરવાના છે. ગુજરાતમાં કુલ 5400 પ્રાઈવેટ પ્લોટ સંપાદિત કરવામાં આવનાર છે. જેમાં ખેતર અને મકાનોનો સમાવેશ થાય છે.

ક્યાં સુધી પહોંચી છે સંપાદનની કામગીરી

5400 પ્લોટમાંથી 3100 પ્લોટના માલિકોએ સરકારને જમીન સુપરત કરી દિધી છે અને સરકારે આ ખેડુતોને વળતર પણ ચુકવી દીધું છે. સરકારી આંકડા મુજબ અત્યાર સુધી વળતર પેટે કુલ 2 હજાર કરોડનું ચુકવણું કરવામાં આવ્યું છે. 5400 પ્લોટમાંથી આશરે 80 ટકા જમીન ગ્રામ્ય વિસ્તારની છે, જેમાં ખેતીલાયક જમીનનો સમાવેશ થાય છે. 20 ટકા જમીન શહેરી વિસ્તારની છે, જેમાં રહેણાંક મકાનોનો સમાવેશ થાય છે.

ખેડુતોની શું છે માંગણી

હાલમાં ગુજરાતના અસરગ્રસ્ત ખેડુતોને રાજ્ય સરકારના જમીન સંપાદન માટેના 2016ના કાયદા મુજબ વળતર ચુકવવામાં આવી રહ્યું છે. ખેડુતોની માંગણી એવી છે કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મલ્ટી સ્ટેટ પ્રોજેક્ટ હોવાને કારણે કેન્દ્ર સરકારના જમીન સંપાદન માટેના 2013ના કાયદા મુજબ વળતર ચુકવવામાં આવે. આ મુદ્દે સુરત સહિત દક્ષિણ ગુજરાતના 50 ખેડુતો અને આગામી સમયમાં 70 વધુ મકાન ધારકો સુપ્રિમ કોર્ટમાં અલગથી પિટીશન ફાઈલ કરનાર છે.

ખેડુતોને વળતરમાં નુકશાન કઈ રીતે

ખેડુતોની માંગણી એવી છે કે સરકારી જમીનના જંત્રી ભાવ પ્રમાણે નહીં પણ હાલના બજાર ભાવને આધાર ગણી તેના કરતાં ચારગણી વધુ કિંમત ખેડુતોને વળતર તરીકે ચુકવવી જોઈએ. સરકાર સમક્ષ વારંવાર રજુઆત છતાં ખેડુતોની આ માંગ સ્વિકારવામાં નહીં આવતાં ખેડુતો સુપ્રીમ કોર્ટમાં ગયા છે. આ સંદર્ભે ખેડુતોનું કહેવું છે કે, નવસારી જીલ્લાના ગણદેવી તાલુકાના એક ગામની ખેતીલાયક જમીનની જંત્રી સ્ક્વેર મીટરે 48 રુપીયા છે, તો સુરતના પલસાણા વિસ્તારમાં આવેલી ખેતીલાયક જમીનની જંત્રી 3,000 રુપીયા છે. 

ખેડુતને અન્યાય 

આજ રીતે ઓલપાડમાં જંત્રી 111 રુપીયા અને ભરુચના ગામોની જંત્રી 145 રુપીયા છે. આ સ્થિતીમાં ખેડુતને અન્યાય થઈ રહ્યોં છે. માટે ખેડુતો ઈચ્છે છે કે, સરકાર બજારભાવને આધાર બનાવી વળતર ચુકવે. તો બીજી તરફ આ પ્રોજેક્ટ અંતર્ગત મહારાષ્ટ્રમાં ખેડુતોને ગુજરાતના ખેડુતો કરતાં વધુ નાણાં ચુકવવામાં આવી રહ્યાં છે. ગુજરાતના ખેડુતોને નડી રહેલી આ સમસ્યાનો હવે સુપ્રીમ શું ઉકેલ આપે છે તે જોવાનું રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ