બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ભારત / 5 Supreme Court judges were given a special invitation to Ayodhya Ram Temple

અયોધ્યા રામ મંદિર / કોણ છે સુપ્રીમ કોર્ટના 5 જજ? જેઓને અયોધ્યા રામ મંદિર માટે અપાયું સ્પેશ્યલ આમંત્રણ

Kishor

Last Updated: 03:47 PM, 19 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રામ મંદિર મામલે ઐતિહાસિક ચુકાદો આપનાર સુપ્રીમ કોર્ટના પાંચ જજોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. જાણો કોણ છે આ જજ?

  • સુપ્રીમ કોર્ટના પાંચ જજોને અયોધ્યાનું આમંત્રણ
  • રામ મંદિર મામલે આપ્યો હતો ઐતિહાસિક ચુકાદો
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ પધારશે

સમગ્ર ભારતમાં જય શ્રીરામના નારા ગુંજી રહ્યાં છે. સૌ કોઈ એ ક્ષણની રાહ જોઈ રહ્યું છે કે જે ક્ષણે ભગવાન શ્રીરામ અયોધ્યામાં પોતાના નીજ મંદિરમાં બિરાજમાન થશે. અયોધ્યાના રામ મંદિરમાં રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી એટલે કે સોમવારે કરવામાં આવશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે સાથે દેશના લાખો શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચી જશે. ત્યારે રામ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા સુપ્રિમ કોર્ટના એ પાંચ જજને આમંત્રણ આપવામાં આવ્યું છે કે જેને રામ મંદિર પર ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે.

Image

50થી વધુ ન્યાયશાસ્ત્રીઓનો પણ સમાવેશ

મળતી માહિતી અનુસાર રામ જન્મભૂમિ મામલે આ ઐતિહાસિક નિર્ણય સંભળાવનાર સુપ્રીમ કોર્ટના 5 જજને 22 જાન્યુઆરીના રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે અતિથિના રૂપમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.આમંત્રિતોમાં ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશો, ન્યાયાધીશો અને ટોચના વકીલો સહિત 50થી વધુ ન્યાયશાસ્ત્રીઓનો પણ સમાવેશ થાય છે.

ભૂતપૂર્વ CJI રંજન ગોગોઈનો પણ સમાવેશ

આ આમંત્રિતોમાં સોલિસિટર જનરલ તુષાર મહેતા અને પૂર્વ એટર્ની જનરલ કેકે વેણુગોપાલના નામ પણ સામેલ કરવામાં આવ્યાં છે. તમને જણાવી દયે કે રામ મંદિર-બાબરી મસ્જિદ વિવાદની સુનાવણી કરી રહેલા પાંચ ન્યાયાધીશો જેમને 22 જાન્યુઆરીના આગામી કાર્યક્રમ માટે આમંત્રણ પત્ર મોકલવામાં આવ્યા છે. જેમાં ભૂતપૂર્વ CJI રંજન ગોગોઈ, ભૂતપૂર્વ CJI શરદ અરવિંદ બોબડે, CJI DY ચંદ્રચુડ, અશોક ભૂષણ અને એસ અબ્દુલ નઝીરના નામ સામેલ છે.

આ અતિથિઓના લિસ્ટમાં નામ

આ સિવાય આમંત્રિત અતિથિઓના લિસ્ટમાં અયોધ્યા કેસની સુનાવણી સાથે જોડાયેલા વકીલો અને પરાસણ,  હરીશંકર જૈન, વિષ્ણુ શંકર જૈન, CS વૈદ્યનાથન, મહેશ જેઠમલાણી, એસજી તુષાર મહેતા, ભૂતપૂર્વ એજી કે વેણુગોપાલ, મુકુલ રોહતગીના નામ સામેલ છે. સાથે જ જસ્ટિસ યુયુ લલિત, જસ્ટિસ જીએસ ખેહર, જસ્ટિસ ડીકે જૈન, જસ્ટિસ જ્ઞાન સુધા મિશ્રા, જસ્ટિસ હેમંત ગુપ્તા, જસ્ટિસ ચેલમેશ્વર, જસ્ટિસ રમા સુબ્રમણ્યમ, જસ્ટિસ કેજી બાલકૃષ્ણન, જસ્ટિસ અનિલ દવે, જસ્ટિસ કૃષ્ણ મુરારી, જસ્ટિસ એમ. કે શર્મા, જસ્ટિસ આદર્શ ગોયલ, જસ્ટિસ વીએન ખરેના નામ પણ આ લિસ્ટમાં સામેલ છે.

વધુ વાંચો: આંખે પાટા, ગળામાં હાર... કરો પ્રભુ રામલલાના દર્શન, સામે આવી વધુ એક નવી તસવીર

આવો હતો સમગ્ર કેસ

ઉલ્લેખનિય છે કે રામ મંદિર-બાબરી મસ્જિદ વિવાદ પર છેલ્લો નિર્ણય 9 નવેમ્બર 2019ના લેવામાં આવ્યો હતો. ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ણય જણાવતા કહેવામાં આવ્યું હતું કે  2.77 એકરની વિવાદિત જમીન રામ લલ્લાનું જન્મસ્થળ છે. જેથી કોર્ટે આ જમીન ટ્રસ્ટને સોંપવાનો નિર્ણય સંભળાવ્યો હતો.કોર્ટે સરકારને એમ પણ કહ્યું હતું કે તે એક અલગથી 5 એકર જમીન ઉત્તર પ્રદેશ સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડને આપે. જેથી ત્યાં બોર્ડ મસ્જિદ બનાવી શકે.  બાબરી મસ્જિદને 6 ડિસેમ્બર 1992ના ટોળા દ્વારા તોળી પાડવામાં આવી હતી. જે બાદ રામ મંદિર આંદોલને એક નવો જ વળાંક લીધો હતો.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ