બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / 5 indian players playing ranji trophy just after afghanistan t20 series

સ્પોર્ટ્સ / 5 ભારતીય ખેલાડી, જેઓ T20 સીરિઝ ખતમ થતાં જ ઉતરી પડ્યાં રણભૂમિના મેદાનમાં, આને કહેવાય છે ક્રિકટપ્રેમી

Manisha Jogi

Last Updated: 04:08 PM, 19 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે T20 સીરિઝની છેલ્લી મેચ 17 જાન્યુઆરીના રોજ રમવામાં આવી હતી. અહીંયા અમે તમને 5 ખેલાડીઓ વિશે જાણકારી આપી રહ્યા છીએ, જેઓ અફઘાનિસ્તાન સામેની સીરિઝ પત્યા પછી રણજી ટીમ સાથે જોડાઈ ગયા છે.

  • T20 સીરિઝની છેલ્લી મેચ 17 જાન્યુઆરીના રોજ રમવામાં આવી
  • સુપર ઓવર પછી ભારતીય ટીમે જીત મેળવી
  • આ ખેલાડીઓ રણજી ટ્રોફી રમવા માટે મેદાન પર ઉતર્યા

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે T20 સીરિઝની છેલ્લી મેચ 17 જાન્યુઆરીના રોજ રમવામાં આવી હતી. બે સુપર ઓવર પછી ભારતીય ટીમે જીત મેળવી હતી. આ ખેલાડીઓ 19 જાન્યુઆરીના રોજ સવારે પોતપોતાની ટીમ માટે રણજી ટ્રોફી રમવા માટે મેદાન પર ઉતરી ગયા છે. અહીંયા અમે તમને તે 5 ખેલાડીઓ વિશે જાણકારી આપી રહ્યા છીએ, જેઓ અફઘાનિસ્તાન સામેની સીરિઝ પત્યા પછી રણજી ટીમ સાથે જોડાઈ ગયા છે.  

જિતેશ શર્મા
અફઘાનિસ્તાન સામેની T20 સીરિઝની પહેલી બે મેચમાં વિકેટકીપર અને બેટ્સમેન જિતેશ શર્મા પ્લેઈંગ ઈલેવનમાં શામેલ હતા. જિતેશ શર્માને ત્રીજી મેચમાં આરામ આપવામાં આવ્યો હતો અને હાલમાં રણજી મેચમાં સૌરાષ્ટ્રની ટીમ માટે રમી રહ્યા છે. 

શિવમ દુબે
શિવમ દુબેએ અફઘાનિસ્તાન સામેની સીરિઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. શરૂઆતની બે મેચમાં અડધી સદી ફટકારીને અણનમ રહ્યા હતા. શિવમ દુબેને પ્લેયર ઓફ ધ સીરિઝનો એવોર્ડ આપવામાં આવ્યો છે. બેંગલુરુમાં મેચ રમ્યા પછી તિરુવનંતપુરમ પહોંચી ગયા છે. શિવમ દુબે રણજી ટ્રોફીમાં મુંબઈની ટીમ માટે રમી રહ્યા છે. 

સંજૂ સૈમસન
વિકેટકીપર અને બેટ્સમેન સંજૂ સૈમસન રણજી ટ્રોફીમાં કેરલની ટીમ માટે રમી રહ્યા છે. સંજૂ સૈમસનને અફઘાનિસ્તાન સામેની T20 સીરિઝમાં સ્થાન આપવામાં આવ્યું હતું. મેચમાં ગોલ્ડન ડક પછી સુપર ઓવરમાં એક બોલ પર રન કરી શક્યા નહોતા. 

તિલક વર્મા
અફઘાનિસ્તાન સામેની સીરિઝમાં તિલક વર્માને સ્થાન આપવામાં આવ્યું હતું. વિરાટ કોહલીની વાપસી પછી પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા. તિલક વર્મા હાલમાં રણજી ટ્રોફીમાં હૈદરાબાદની ટીમ માટે રમી રહ્યા છે. 

વધુ વાંચો: 41 મેચ, 16 ટીમ, 24 દિવસ... આજથી અંડર 19 ક્રિકેટનો મહાકુંભ શરૂ, જાણો ક્યાં અને ક્યારે રમાશે

રિંકૂ સિંહ
બેંગલુરુમાં અફઘાનિસ્તાન સામેની ત્રીજી મેચમાં ભારતીય ટીમને જીત અપાવવામાં રિંકૂ સિંહની મુખ્ય ભૂમિકા હતી. T20 સીરિઝ પછી રિંકૂ સિંહ મેરઠ પહોંચી ગયા છે. હાલમાં રિંકૂ સિંહ રણજી ટ્રોફીમાં ઉત્તરપ્રદેશ ટીમ માટે રમી રહ્યા છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ