બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ખુલતાની સાથે જ શેરબજારમાં કડાકો, 700 પોઈન્ટ તુટ્યુ

logo

Lok Sabha Elections 2024: આજે ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 લોકસભા બેઠકો માટે મતદાન

logo

અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, અજાણ્યા ઈ-મેઇલથી અફરા-તફરી

logo

સુરતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવી ભારે પડી, ઉધના પોલીસે ઉત્તર પ્રદેશના શખ્સની કરી ધરપકડ

logo

દિલ્હીમાં સ્કૂલ બાદ હવે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે શરૂ કરી તપાસ

logo

સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકીનો કેસ, સુરત ક્રાઈમ બ્રાન્ચે શકીલ સતાર શેખ નામના શખ્સની કરી ધરપકડ

logo

નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ, કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો

logo

ડાંગ જીલ્લાના વાતાવરણમાં પલટો, સાપુતારામાં બરફના કરા સાથે વરસાદ

logo

દાહોદ જિલ્લાના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો, લીમડી, કારઠ, દેપાડા, કચુંબર સહીતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ

logo

દાંડીના દરિયામાં એક જ પરિવારના 6 લોકો ડૂબ્યા, બે લોકોને બચાવી લેવાયા, 4 લોકોની શોધખોળ શરૂ

VTV / સ્પોર્ટસ / Cricket / U19 World Cup 2024 41 matches, 16 teams, 24 days U19 cricket starts today, know where and when it will be played

ક્રિકેટ / 41 મેચ, 16 ટીમ, 24 દિવસ... આજથી અંડર 19 ક્રિકેટનો મહાકુંભ શરૂ, જાણો ક્યાં અને ક્યારે રમાશે

Megha

Last Updated: 08:53 AM, 19 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંડર 19 ક્રિકેટ વર્લ્ડ કપનો 'મહા કુંભ' આજથી સાઉથ આફ્રિકામાં શરૂ થઈ રહ્યો છે જેમાં 16 ટીમો ભાગ લઈ રહી છે. વર્તમાન ચેમ્પિયન ભારત આ ટુર્નામેન્ટમાં ખિતાબના પ્રબળ દાવેદારમાં સામેલ છે.

  • અંડર-19 મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ આજથી સાઉથ આફ્રિકામાં શરૂ થશે. 
  • ભારત અને પાકિસ્તાન સહિત કુલ 16 ટીમો ભાગ લઈ રહી છે. 
  • ભારત આ ટુર્નામેન્ટમાં ખિતાબના પ્રબળ દાવેદારમાં સામેલ છે. 

ક્રિકેટને ભવિષ્યના સ્ટાર્સ આપતો ICC અંડર-19 મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ આજથી સાઉથ આફ્રિકામાં શરૂ થશે. આ ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન સહિત કુલ 16 ટીમો ભાગ લઈ રહી છે, જેને 4 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. અંડર-19 વર્લ્ડ કપ 24 દિવસ સુધી યોજાશે જેમાં 41 મેચો રમાશે. વર્તમાન ચેમ્પિયન ભારત આ ટુર્નામેન્ટમાં ખિતાબના પ્રબળ દાવેદારમાં સામેલ છે. 

ભારત ટૂર્નામેન્ટની ડિફેન્ડિંગ ચેમ્પિયન હોવાની સાથે સાથે પાંચ વખતની વિજેતા પણ છે, જ્યારે પાકિસ્તાન પણ અહીં બે વખત ચેમ્પિયન બન્યું છે. એવામાં હાલ અન્ય ટીમોનું ધ્યાન ભારતના વર્ચસ્વને તોડવા પર રહેશે. ટૂર્નામેન્ટના પ્રથમ દિવસે યુએસએ અને આયર્લેન્ડ સામસામે ટકરાશે. ટૂર્નામેન્ટ 11 ફેબ્રુઆરી સુધી ચાલશે જ્યારે ફાઇનલ બેનોનીમાં રમાશે. 

આ ટૂર્નામેન્ટની 16 ટીમોને ચાર જૂથોમાં વહેંચવામાં આવી છે અને દરેક જૂથમાંથી ટોચની ત્રણ ટીમ સુપર સિક્સમાં આગળ વધશે, જેમાં 12 ટીમોને બે પૂલમાં વહેંચવામાં આવશે. ટોચની બે ટીમો સેમિફાઇનલ રમશે જે બેનોનીમાં 6 અને 8 ફેબ્રુઆરીએ રમાશે. 

ભારતને બાંગ્લાદેશ, આયર્લેન્ડ અને અમેરિકાની સાથે ગ્રુપ Aમાં રાખવામાં આવ્યું છે. ટીમ ઈન્ડિયા તેની પ્રથમ મેચ 20 જાન્યુઆરીએ બાંગ્લાદેશ સામે રમશે. લીગ બાદ સુપર સિક્સની મેચો રમાશે. સુપર સિક્સ પછી સેમિફાઇનલ અને ફાઇનલ રમાશે. ફાઈનલ મેચ 11 ફેબ્રુઆરીએ રમાશે. 

ભારતે સૌથી વધુ 5 ટાઇટલ જીત્યા છે 
મોહમ્મદ કૈફના નેતૃત્વમાં ભારતે વર્ષ 2000માં વર્લ્ડ કપમાં પહેલું ટાઇટલ જીત્યું હતું. તે પછી ભારત વિરાટ કોહલી (2008), ઉન્મુક્ત ચંદ (2012), પૃથ્વી શો (2018) અને યશ ધૂલ (2022) ની કેપ્ટનશિપ હેઠળ વર્લ્ડ ચેમ્પિયન બન્યું. આ સિવાય ભારત ત્રણ વખત (2006, 2016 અને 2020) રનર-અપ પણ રહ્યું છે. ભારતીય ટીમ 2010 અને 2014માં અનુક્રમે છઠ્ઠા અને પાંચમા સ્થાને રહી હતી, જ્યારે 1998માં ટીમ બીજા રાઉન્ડમાં બહાર થઈ ગઈ હતી.

વધુ વાંચો: શું T20 World Cupમાં રોહિત શર્મા કરશે કેપ્ટનશીપ? આપ્યો મોટો સંકેત, જાણો વિગત

ભારત સિવાય ઓસ્ટ્રેલિયાએ 3 (1987-88, 2001-02, 2009-10), પાકિસ્તાન 2 (2003-04, 2005-06) અને ઈંગ્લેન્ડ (1997-98), સાઉથ આફ્રિકા (2013-14), વેસ્ટ ઇન્ડીઝ (2015-16), બાંગ્લાદેશ (2019-20)એ 1-1 વખત ટ્રોફી જીતી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ