બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ટેક અને ઓટો / 5 3 billion mobile phones to become e waste this year

OMG / આ વર્ષે 500 કરોડ ફોન બની જશે 'કચરો', ખતરનાક પ્રદૂષણને લઈને ટેન્શન વધ્યું, જાણો કારણ

Premal

Last Updated: 11:59 AM, 21 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈ-વેસ્ટનો ઢગલો આજે લગભગ 54 મિલિયન મેટ્રીક ટન સુધી પહોંચી ગયો છે. જે આગામી ત્રણ દાયકામાં ડબલ થઇ શકે છે.

  • ઈ-વેસ્ટનો ઢગલો આજે આશરે 54 મિલિયન મેટ્રીક ટન સુધી પહોંચ્યો
  • આશરે 5.3 અબજથી વધુ મોબાઈલ ફોન બેકાર થઇ જશે
  • ઈલેક્ટ્રીક સામાનોનો કચરો પણ વધી રહ્યો છે

આ વર્ષે આશરે 5.3 અબજથી વધુ મોબાઈલ ફોન બેકાર થઇ જશે

વિશ્વભરમાં કચરાની સાથે-સાથે ઈ-વેસ્ટ એટલેકે ઈલેક્ટ્રીક સામાનોનો કચરો પણ વધી રહ્યો છે. જાણકારો મુજબ આ વર્ષે આશરે 5.3 અબજથી વધુ મોબાઈલ ફોન બેકાર થઇ જશે. જેના કારણે આ વેસ્ટના વધુ વધવાના અણસાર છે. ઉલ્લેખનીય છે કે મોબાઈલ બનાવતી કંપની બેકાર ડિવાઈસમાંથી નિકાળવામાં આવેલુ સોનુ, તાંબુ, ચાંદી, પેલેડિયમ જેવા મુલ્યવાન કોમ્પોનન્ટસને રિસાઈકલ કરે છે. જેને જોઇને વિશેષજ્ઞોએ ચેતવણી આપી છે કે આ વર્ષે લગભગ 5.3 બિલિયન મોબાઈલ ફોન ઉપયોગથી બહાર થઇ જશે. જેમાંથી મોટાભાગની ડિવાઈસોને કચરામાં ફેંકી દેવામાં આવે છે. 

આજે સરેરાશ પરિવારમાં લગભગ 74 ઈ-પ્રોડક્ટ હોય છે 

એક નવા ગ્લોબલ સર્વે મુજબ, આજે સરેરાશ પરિવારમાં લગભગ 74 ઈ-પ્રોડક્ટ છે. આ પ્રોડક્ટ્સમાં ફોન, ટેબલેટ, લેપટોપ, વિજળીના ઉપકરણ, હેર ડ્રાયર, ટોસ્ટર અને અન્ય ડિવાઈસનો સમાવેશ થાય છે. પરંતુ તેમાંથી 13 ડિવાઈસ ઉપયોગમાં હોતી નથી. આંકડા મુજબ એકલા 2022માં વિશ્વભરમાં ઉત્પાદિત સેેલ ફોન, ઈલેક્ટ્રીક ટૂથબ્રશ, ટોસ્ટર અને કેમેરા જેવી નાની વસ્તુઓનુ અનુમાનિત વજન કુલ 24.5 મિલિયન ટન હશે. જે ગીજાના મહાન પિરામિડના વજનના ચાર ગણા બરોબર છે. 

દરેક દેશમાં ઈ-વેસ્ટની રીસાઈકલ માટે વાપસીના દર અલગ-અલગ

યુએનઆઈટીએઆરના સસ્ટેનેબલ સાઈકલ પ્રોગ્રામના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને ગ્લોબલ ઈ-વેેસ્ટ મૉનિટરના મુખ્ય સંશોધનકર્તા ડૉ. કીસ બાલ્ડે મુજબ દરેક દેશમાં ઈ-વેસ્ટની રીસાઈકલ માટે વાપસીના દર અલગ-અલગ છે. પરંતુ ગ્લોબલ લેવલ પર કુલ ઈલેક્ટ્રોનિક વેસ્ટનો માત્ર 17 ટકા ઈ-વેસ્ટ એકત્રિત કરવામાં આવે છે અને તેને રિસાઈકલ કરવામાં આવે છે. 

ખતરનાક પ્રદૂષણનુ કારણ બને છે આ મોબાઈલ

રિપોર્ટસ મુજબ ઘણી ડિવાઈસ લેન્ડફિલ દરમ્યાન સમાપ્ત થાય છે, પરંતુ તેના કારણે ખતરનાક પ્રદૂષણ ફેલાય છે. આ ઉપરાંત ભારે માત્રામાં ધાતુઓ અને ખનિજ જેવા તાંબા અને પેલેડિયમની બરબાદી થાય છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ