શું તમે કયારેય વિચાર્યું છે કે 4 વર્ષનો બાળક મસ્તીમાં ઘરેથી ગાડી લઈને જઈ શકે છે. જો ના તો અમે આજે એવી જ ઘટના વિશે બતાવી રહ્યાં છીએ. નેધરલેન્ડના રોડ પર 4 વર્ષનો બાળક ગાડી લઈને નીકળ્યો.
પોલીસ કર્મીઓએ બાળકના માતા તેમજ કારના માલિકને બોલાવ્યાં
ચંપલ પહેર્યા વગર બાળક કાર લઇને જતો રહ્યો
પહેલા તો બાળકે ચૂપચાપ ઘરેથી ગાડીની ચાવી લીધી. ત્યારબાદ સ્લીપર પહેર્યા વગર પાઇજામો પહેરીને કાર લઈને જતો રહ્યો. રસ્તા પર બાળકને સ્લીપર પહેર્યા વગર અને પાઈજામામાં જોઈને ત્યાંથી પસાર થતાં લોકોએ ઈમરજન્સી સર્વિસને કોલ કરી જણાવી દીધું. મહત્વનું છે કે આ સમગ્ર ઘટના ગયા રવિવારની છે. નોર્થ ઉટ્રેચ પોલિસ ફોર્સે આ સમગ્ર ઘટનાની જાણકારી ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
કાર પાર્કિંગમાં ઉભી રહેલી બીજી કાર સાથે ટકરાઈ
એક મીડિયા રિપોર્ટ મુજબ એક બાળક એકલુ, સ્લીપર વગર પાઈજામામાં રોડ પર મળ્યું. બાળકને મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યો છે. ઘટના સ્થળે માતા પિતા ન હોવાથી બાળકને પોલિસ સ્ટેશન રાખવામાં આવ્યો છે. થોડા સમય બાદ પોલીસને આ વિસ્તારમાં એક નિરાધાર કારની સુચના મળી. કાર પાર્કિંગમાં ઉભી રહેલી બીજી કાર સાથે ટકરાઈ હતી. પોલીસે જ્યારે અજ્ઞાત કારના રજીસ્ટર્ડ માલિકને ફોન લગાવ્યો તો ફોન પોલીસ સ્ટેશનમાં ઉપસ્થિત બાળકની માતાને લાગ્યો.
ફોન પર બાળકની માતાએ કહ્યું કે તે હંમેશા કંઈક ને કંઈક નવુ કરવાની કોશિશ કરતો હોય છે. ત્યારબાદ પોલિસકર્મીએ માતાની વાત બાળક સાથે કરાવી. પોલીસકર્મીઓનુ કહેવુ છે કે, આ વાતચીત દરમ્યાન જ્યારે બાળકને સ્ટેરિંગ ફેરવતા જોયું તો તેઓને શંકા થઇ કે બાળક જ કારને ચલાવી રહ્યું છે. પોલીસે બાળકની માતાને દુર્ઘટના સ્થળે આવવા માટે જણાવ્યું. જ્યારે બાળકને આ અંગે પૂછવામાં આવ્યું કે તેણે કઈ રીતે આ કર્યુ? તો બાળક તરત ચાવી લઈને કારમાં ગયો અને તેને ઈગનિશનમાં નાખી દીધી. કાર સ્ટાર્ટ થયા બાદ તેને પોતાનો એક પગ ક્લચ પર રાખ્યો અને બીજો પગ એક્સિલેટર પર રાખ્યો અને પછી કાર પૂરઝડપે દોડવા માડી. આ બધુ જોઈને બધાને સમજાઈ ગયુ કે આ શેતાની પાછળ બાળકનો જ હાથ હતો.