બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / ભાવનગર / અન્ય જિલ્લા / 4-month-old girl bitten by dog in Bhavnagar, child dies after being bitten by poisonous animal in Banaskantha

દુઃખદ / પરિવાર શોકમાં : ભાવનગરમાં 4 માસની બાળકીને શ્વાને ફાડી નાંખી તો બનાસકાંઠામાં ઝેરી જાનવરે ડંખ મારતા બાળકનું મોત

Khyati

Last Updated: 05:57 PM, 9 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગર અને બનાસકાંઠામાં જાનવરને કારણે એક બાળકી સહિત એક બાળકનું મોત, પરિવારજનો દુઃખમાં ગરકાવ

  • ભાવનગરમાં શ્વાને બાળકી પર કર્યો હુમલો
  • બનાસકાંઠામાં ઝેરી જાનવરે ડંખ મારતા બાળકનું મોત
  • પરિવારજનોમાં ભારે દુઃખની લાગણી 

એક તરફ ગુજરાતમાં રખડતા ઢોરોનો ત્રાસ તો બીજી તરફ જંગલી પ્રાણીઓ પણ રહેણાંક વિસ્તારમાં આવી ચઢે છે. જો કે જંગલ એરિયા નજીક હોય તેવા વિસ્તારોમાં ખાસ જંગલી જાનવરો આતંક માચવે છે. જો કે શેરીમાં રખડતા શ્વાન પણ ઘણીવાર આતંક મચાવે છે. ત્યારે ભાવનગરમાં પણ એક આવી જ ઘટના બની..

4માસની બાળકીને શ્નાને ફાડી ખાધી

ભાવનગરમાં 4 માસની બાળકી ઘોડિયામાં સૂઇ રહી હતી. તે દરમિયાન એકાએક જ શ્વાને હુમલો કર્યો. શ્વાનના ચુંગાલમાં આવેલી કુમળી ફુલ જેવી બાળકીનું મોત નીપજ્યું છે. બાળકીને સારવાર દરમિયાન પણ બચાવી ન શકાઇ. ઘટનાને પગલે  પરિવારજનોમાં શોકની લાગણી ફરી વળી છે. એક તરફ ઘરમાં દિકરી આવ્યાની ખુશી હતી જે પળવારમાં જ માતમમાં ફેરવાઇ ગઇ. માતા પિતા દિકરીના મોતને પગલે ભારે દુઃખમાં ગરકાવ થયા છે. મહત્વનું છે કે ઘરમાં બાળકની તકેદારી રાખવી અનિવાર્ય થઇ પડે છે પરંતુ ક્યાંક પરિવારની બેદરકારીને કારણે આવી ઘટનાઓ પણ પ્રકાશમાં આવે છે.

 

ઝેરી જાનવરે ડંખ મારતા બાળકનું મોત 

તો આ તરફ બનાસકાંઠામાં ઝેરી જાનવરે ડંખ મારતા બાળકનું મોત નીપજ્યુ છે. કાંકરેજના જોટાણા ગામે આ ઘટના બની. વિજય ઇશ્વર ઠાકોર નામના બાળકને ઝેરી સાપે ડંખ મારતા મોત નીપજ્યું છે. બાળકને સારવાર માટે હોસ્પિટલ પણ લઇ જવાયો પરંતુ તે પહેલા જ તે મોતને ભેટ્યો. ઘટનાને પગલે પરિવાર અને ગ્રામજનોમાં શોકની લાગણી જોવા મળી રહી છે. મહત્વનું છે કે વરસાદી સિઝનને કારણે હાલમાં જીવજંતુઓ વધુ બહાર આવતા જોવા મળે છે. તેમાં પણ ગામડામાં ખાસ જીવાત અને ઝેરી જાનવરો નીકળતા હોય તેવું સામે આવે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ