બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / વડોદરા / 4 feet crocodile rescue near Pooja Park Garden in Vadodara

સાવધાન / VIDEO: વડોદરાવાસીઓ ધ્યાન રાખજો! પૂજા પાર્કના ગાર્ડનમાં આવી ચડેલા 4 ફૂટના મગરનું વનવિભાગે કર્યું રેસ્ક્યૂ

Khyati

Last Updated: 06:25 PM, 13 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વરસાદ આવતા જ મગરે દેખા દીધા, 4 ફૂટનો મગર નીકળતા રહીશોમાં ફફડાટ, વનવિભાગની ટીમે કર્યુ રેસક્યુ

  • વડોદરામાં વરસાદી પાણી ભરાતા મગર નીકળ્યા
  • વાઘોડિયાના પૂજા પાર્ક ગાર્ડન પાસે આવ્યો હતો મગર
  • વનવિભાગે મગરનું રેસ્કયુ કર્યુ

વડોદરામાં વરસાદ આવે અને મગરો ટહેલવા ન નીકળે તો એ ચોમાસુ કહેવાય ખરું ?  કારણ કે વડોદરામાં ઘર કરીને બેઠેલા મગરો વર્ષમાં એક વાર તો શહેરની લટાર મારી જ આવે. ચોમાસામાં એકાદ ઘરમાંથી કે સોસાયટીમાં મગરના દર્શન તો થઇને જ રહે. ત્યારે વડોદરા વાસીઓ હવે સાચવજો. વરસાદી માહોલ શરૂ થતા જ મગરો બહાર નીકળવાની પણ શરૂઆત થઇ છે.  વડોદરામાં વરસાદી માહોલને પગલે મગર જોવા મળ્યો. 

વાઘોડિયામાં ગટરનું ઢાંકણું ખોલતા નીકળ્યો મગર 

વડોદરામાં મગર નીકળવાનો સિલસિલો શરૂ થઇ ગયો છે.  વાઘોડિયાના પૂજા પાર્ક ગાર્ડન પાસે મગર દેખાતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. સાડા ચાર ફૂટનો મગર જોતા જ રહીશોએ દોટાદોટ કરી મૂકી. જો કે વનવિભાગની ટીમને જાણ કરતા તાત્કાલિક તેઓ સ્થળ પર હાજર થયા હતા. પાણીના નિકાલ માટે ગટરનું ઢાંકણું ખોલતા જ મગર નીકળતાએ લોકો ભયભીત થયા હતા. ફોરેસ્ટ વિભાગમાં જાણ કરાતા મગરનું રેસક્યુ કરવામાં આવ્યું હતું. 

 

વિશ્વામિત્રી નદી મગરોનું રહેણાંક

મહત્વનું છે કે વડોદરાની વિશ્વામિત્રી નદીએ મગરોનું રહેણાંક સ્થાન છે. અહીં મોટી સંખ્યામાં મગરો રહે છે. જ્યારે ધોધમાર વરસાદ પડે તે પછી નદીના તળ જો ઊંચા આવે તો વડોદરા વાસીઓને મગરોનું રેસક્યુ પહેલા કરવાની ફરજ પડે. કારણ કે શ્વાન અને બિલાડીની જેમ મગર ફરતા જોવા મળે છે. વડોદરા નગરી મગરોની નગરી કહેવામાં કંઇ ખોટુ નહી કરાણ કે પાણી ભરાયા નથી કે મગર દેખાયા નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ