બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / 300 cargo terminals to be built, 1.25 lakh new jobs to be created- Center approves railway land lease policy

મોટો નિર્ણય / 300 કાર્ગો ટર્મિનલ બનશે, 1.25 લાખ નવી નોકરીઓનું સર્જન- રેલવે જમીન લીઝ પોલીસીને કેન્દ્રની મંજૂરી

Hiralal

Last Updated: 04:36 PM, 7 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રની મોદી સરકારે રેલવેની જમીનોને લાંબા ગાળાની લીઝ પર આપવા માટે એક નીતિને મંજૂરી આપી છે.

  • રેલવે જમીન લીઝ પોલીસીને કેન્દ્ર સરકારની મંજૂરી
  • 5 વર્ષમાં 300 કાર્ગો ટર્મિનલ બનાવાશે
  • આને કારણે 1.25 લાખ નવી નોકરીઓનું સર્જન થશે

રેલવેની આવક વધારવા માટે તથા માલસામાનની સરળતાથી અવરજવર થઈ શકે તે માટે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. બુધવારે પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં રેલવેની જમીનોને લાંબા ગાળાની લીઝ આપવા સંબંધિત એક નીતિને મંજૂરી આપી દેવાઈ છે. પીએમ ગતિ શક્તિ ફ્રેમવર્કને આગળ ધપાવવા માટે આ નીતિને મંજૂરી આપવામાં આવી છે. આ યોજના હેઠળ પાંચ વર્ષમાં 300 કાર્ગો ટર્મિનલ બનાવવાનો નિર્ણય લેવાયો છે. રેલવે કાર્ગો ટર્મિનલ બનવાને કારણે 1.25 લાખ લોકોને સીધી નોકરી મળશે. 

1.25 લાખ નવી નોકરીઓનું સર્જન
આ નીતિ હેઠળ આગામી પાંચ વર્ષમાં 300 કાર્ગો ટર્મિનલ બનાવવામાં આવશે જેને કારણે નૂર ટ્રાફિકમાં ઘટાડો થશે અને માલગાડીઓની સરળતાથી અવરજવર થઈ શકશે. આનાથી 1.25 લાખ નવી નોકરીઓનું પણ સર્જન થશે. 

રેલવેને મળશુ વધુ આવક
રેલવેની જમીનોને લાંબા ગાળાની લીઝ પર આપવાથી રેલવેને વધુ સારી આવક થશે.

90 દિવસમાં નીતિનો અમલ થશે 
કેબિનેટની બેઠક બાદ પત્રકારોને માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે પીએમ ગતિ શક્તિ ફ્રેમવર્કનો અમલ કરવા માટે રેલવેની જમીનને લાંબા ગાળાની લીઝ પર આપવાની નીતિનો આગામી 90 દિવસમાં અમલ કરવામાં આવશે. 

પીએમ ગતિ શક્તિ યોજનાને ફંડ પુરુ પડાશે
રેલવેની જમીનને લીઝ પર આપીને જે પણ ફંડ આવશે તેનો ઉપયોગ પીએમ ગતિ શક્તિ યોજના માટે કરવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ