બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 3 people injured due to stray cattle and dogs in gujarat

ક્યાં સુધી? / ગુજરાતમાં રખડતા ઢોર અને શ્વાનનો આતંક યથાવત: વધુ 3 લોકોને ઇજા, બાળકથી લઇને યુવતી અને વૃદ્ધ પર એટેક

Dhruv

Last Updated: 11:55 AM, 13 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ફરી રખડતા ઢોર અને રખડતા શ્વાનના કારણે 3 લોકોને ઇજા પહોંચી છે. જેમાં ચોંકાવનારા CCTV પણ સામે આવ્યા છે.

  • લુણાવાડામાં રખડતા પશુએ બે લોકોને લીધા અડફેટે
  • સમગ્ર ઘટના CCTVમાં કેદ, યુવતી અને વૃદ્ધ ઇજાગ્રસ્ત
  • માંગરોળના કુંવરડામાં રખડતા શ્વાનનો બાળક પર એટેક

રાજ્ય (Gujarat) માં એકવાર ફરી રખડતા ઢોર અને રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે. સમગ્ર ઘટનાની વિગતવાર વાત કરીએ તો સુરત જિલ્લામાં એકવાર ફરી રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે. માંગરોળના કુંવરડામાં રખડતા શ્વાને એક બાળક હુમલો કર્યો છે. ઘરની બહાર રમી રહેલા 7 વર્ષીય બાળક પર શ્વાને હુમલો કરતા બાળક ઇજાગ્રસ્ત થયો છે. જોકે આસપાસમાંથી લોકો દોડી આવતા બાળકનો બચાવ થયો છે. પરંતુ થોડીક ઇજા પહોંચતા બાળકને પ્રાથમિક સારવાર આપવામાં આવી.

બીજી બાજુ મહીસાગરની પણ ચોંકાવનારી ઘટના સામે આવી છે. રખડતા પશુનો આતંક પણ હજુ સુધી યથાવત છે. ત્યારે મહીસાગરના લુણાવાડામાં રખડતા પશુએ બે લોકોને અડફેટે લેતા બંનેને ઇજા પહોંચી છે. જેની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. લુણાવાડાના ગણેશ મંદિર નજીક રખડતા ઢોરે વૃદ્ધ તેમજ યુવતીને અડફેટમાં લેતા યુવતી અને વૃદ્ધને ઈજા પહોંચી છે. ત્યારે લુણાવાડામાં રખડતા પશુની કામગીરી અંગે પણ સવાલો ઉઠ્યા છે.

તાજેતરમાં જ વડોદરામાં રખડતા પશુના કારણે બે લોકો થયા હતા ઈજાગ્રસ્ત
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ વડોદરા અને ભરૂચમાં રખડતા પશુનો આતંક સામે આવ્યો હતો. વડોદરામાં રખડતા પશુએ એક્ટિવા ચાલકને અડફેટે લેતા એક્ટિવા સવાર બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. એક્ટિવા ચાલક સમા વિસ્તારથી અભિલાષા કેનાલ તરફ જઈ રહ્યો હતો ત્યારે રસ્તા પર અચાનક ઢોર આવી જતા એક્ટિવા અથડતા એક્ટિવા સવાર બન્ને વ્યક્તિને ઈજાગ્રસ્ત થયા હતા. તો ભરૂચના જંબુસરમાં રખડતા ઢોરે વિદ્યાર્થિની પર હુમલો કર્યો હતો. રેલવે પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની શાળાથી ઘરે જતી હતી. એ સમયે રખડતા પશુએ વિદ્યાર્થિની પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં વિદ્યાર્થિની ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અગાઉ પણ જંબુસરમાં વિદ્યાર્થીની પર ગાયે હુમલો કર્યો હતો. ત્યારે વારંવાર બનતી ઘટનાને લઈ સ્થાનિકોમાં તંત્ર વિરૂદ્ધ ભારે રોષ જોવા મળ્યો હતો.

તદુપરાંત એ અગાઉ વડોદરામાં રખડતાં પશુએ કિશનવાડીમાં પ્રૌઢને અડફેટમાં લેતાં પ્રૌઢ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. છોટા ઉદેપુરના પીપળસટ ગામના પ્રભાત પરમાર ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

કચ્છમાં પણ રખડતા ઢોરે વધુ એક યુવાનનો ભોગ લીધો
આ સિવાય કચ્છમાં પણ રખડતા ઢોરે વધુ એક યુવાનનો ભોગ લીધો હતો. ગાંધીધામમાં રખડતા ઢોરની અડફેટે જીગ્નેશ દોશી નામના યુવાનનું મોત થયું હતું. અગાઉ પણ રખડતા ઢોરને કારણે લોકોએ જીવ ગુમાવ્યા છે. છતાં પણ તંત્ર અહીં માત્ર ગાંધીધામ નહીં પરંતુ રાજ્યનું કોઇપણ તંત્ર રખડતા ઢોરને લઇ કાર્યવાહી કરવામાં ઢીલું મૂકી દે છે. સ્થાનિક તંત્ર રખડતા ઢોર અંગે કાર્યવાહી જ કરવા ના માગતું હોય તેવું અહીં લાગી રહ્યું છે. અહીં સવાલો ઉઠી રહ્યાં છે કે લોકો ક્યાં સુધી તંત્રની ઉદાસીનતાનો ભોગ બનશે. તંત્ર કેમ ઢીલી નીતિ દાખવે છે. ઢોર માલિકો અને તંત્ર વચ્ચે જે સાંઠગાંઠ છે. તેના કારણે લોકોનો જીવ જાય છે એનું ભાન નથી પડતું.

સળગતા સવાલ

  • રખડતા ઢોર પર કાર્યવાહી ક્યારે?
  • કેમ તંત્ર દ્વારા રખડતા ઢોર પર કોઇ કાર્યવાહી નથી કરાતી?
  • ક્યાં સુધી તંત્રની નિષ્ફળતાનો ભોગ નાગરિકો બનશે?
  • કેમ પોતાના શહેરમાં નાગરિકોને ડરીને રહેવું પડે છે?
  • 'રખડતા મોત' સામે ક્યારે કાર્યવાહી કરાશે?
  • કેમ તંત્ર ઢીલી નીતિ દાખવે છે?
  • શું તંત્ર અને રખડતા ઢોર માલિકો વચ્ચે સાંઠગાંઠ છે?
  • કોણ રખડતા ઢોર અને તેના માલિકોને છાવરી રહ્યાં છે?
  • કોર્ટની ટકોર બાદ પણ કેમ તંત્ર આંખ આડા કાન કરે છે?
  • શું તંત્રને કોર્ટનો પણ ડર નથી?
  • તંત્ર કેમ પોતાની મનમાની ચલાવે છે?
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ