બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / 3 people died in a traffic accident on the Rajkot-Chotila highway

દુર્ઘટના / ભારે કરી! એમ્બ્યુલન્સને જ અકસ્માત નડ્યો, 3 લોકોના કરૂણ મોત, દર્દીનો આબાદ બચાવ

Vishal Khamar

Last Updated: 10:17 AM, 26 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ-ચોટીલા હાઈવે ફરી એક વખત રક્તરંજીત થયો છે. હાઈવે પર ટ્ર્ક પાછળ એમ્બ્યુલન્સ ઘૂસી જતા એમ્બ્યુલન્સમાં દર્દીને સારવાર અર્થે લઈ જઈ રહેલ 3 લોકોનાં ઘટનાં સ્થળે જ મોત નિપજ્યા હતા.

રાજકોટ-ચોટીલા હાઈવે ફરી એક વખત લોકોની ચીચીયારીઓથી ગુંજી ઉઠ્યો હતો. ટ્રક પાછળ એમ્બ્યુલન્સ ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. દુર્ઘટનામાં એમ્બ્યુલન્સમાં સવાર 3 લોકોનાં મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિનો બચાવ થયો હતો. 

અકસ્માતમાં દર્દી સાથે રહેલા ત્રણ વ્યક્તિઓનાં મોત નિપજ્યા
મળતી માહિતી મુજબ રાજકોટ-ચોટીલા હાઈવે પર સવારનાં સુમારે ચોટીલા તરફથી આવી રહેલ એમ્બ્યુલન્સમાં દર્દીને સારવાર માટે લાવવામાં આવતો હતો. જે દરમ્યાન અચાનક જ આગળ જઈ રહેલ ટ્રકની પાછળ એમ્બ્યુલન્સ ઘૂસી જવા પામી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં દર્દી સાથે રહેલા ત્રણ વ્યક્તિઓનાં મોત નિપજ્યા હતા. જ્યારે દર્દીનો બચાવ થવા પામ્યો હતો. અકસ્માતમાં બે મહિલા સહિત એક પુરૂષનું મોત નિપજતા પરિવારજનોમાં ગમગીની છવાઈ જવા પામી હતી. 

 

વધુ વાંચોઃ એપ્રિલ હવે આકરો લાગશે! વધશે તાપમાન, હિટવેવની સાથે-સાથે ગુજરાતમાં જળસંકટના પણ એંધાણ


અકસ્માતમાં મૃત્યું પામેલ લોકોના નામઃ
વિજય બાવળિયા
પાયલ મકવાણા
ગીતા મિયાત્રા

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ