બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / 2000 taxi fare, if you go in a rickshaw...: You will be shocked to hear the fare to reach Herasar airport, association says it is not affordable

મોંઘવારી / ટેક્સીનું ભાડું 2000, રિક્ષામાં જાઓ તો...: હીરાસર એરપોર્ટ પહોંચવાના ભાડા સાંભળીને ચોંકી જશો, એસોશીએશને કહ્યું પોસાય એમ નથી

Vishal Khamar

Last Updated: 05:30 PM, 29 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટનું બે દિવસ પહેલા જ વડાપ્રધાન દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે. રાજકોટથી હીરાસર એરપોર્ટ પહોંચવા માટે ટેક્સી એસોસિયેશન તેમજ રીક્ષા ચાલકો દ્વારા ભાડું નક્કી કરવાાં આવ્યું છે. જેથી મુસાફરોને હિરાસર એરપોર્ટ પહોંચવું હવે મોંઘું બનશે.

  • રાજકોટ હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પહોંચવું મોંઘુ
  • ટેક્સી એસોસીએશન દ્વારા ભાડાને લઇ લેવાયો નિર્ણય
  • એરપોર્ટ પહોંચવા માટે રૂપિયા 2000નું ન્યુનતમ ભાડુ
  • જ્યારે રીક્ષા ચાલકો રૂ.1000 આસપાસ ભાડુ લેશે 

 હીરાસર એરપોર્ટ શરૂ થયા બાદ રાજકોટવાસીઓની સુવિધામાં વધારો થયો છે. પરંતું મુસાફરોને હીરાસર એરપોર્ટ પર આવવા જવા માટે ટેક્સી એસોસિયેશન દ્વારા ભાડું નક્કી કરવા માટેની એક બેઠક મળી હતી. જેમાં ટેક્સી એસોસિયેશન દ્વારા સર્વ સંમતીથી ઓછામાં ઓછું ભાડું બે હજાર રૂપિયા ભાડું રાખવાનો નિર્ણય લેવાયો છે. જ્યારે રીક્ષા ચાલકો દ્વારા રૂપિયા એક હજાર ભાડું લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટેક્સી તેમજ રીક્ષા ચાલકો દ્વારા ભાડું વધારવામાં આવતા મુસાફરોનાં ખીસ્સા પર બોજો વધશે. 

ડ્રાયવરનું મહેનતાણું, ઈંધણનાં ભાવ તેમજ તમામ ખર્ચાને ધ્યાને લઈ એસોસિયેશન દ્વારા નિર્ણય કરાયો
હીરાસર એરપોર્ટ જવા માટે રીક્ષા તેમજ ટેક્સી એસોસીએશન દ્વારા ભાડું નક્કી કરવામાં આવ્યું છે. આ બાબતે ટેક્સી એસોસીયેશનનાં દીપકભાઈએ જણાવ્યું હતું કે,  અમારી એસોસિયેશનની સમકક્ષ નિર્ણય દ્વારા એવું નક્કી કરવામાં આવે છે કે રાજકોટથી હીરાસર એરપોર્ટ ડ્રોપ કરવા માટે બે હજાર રૂપિયાનું રેન્ટ નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે બધી વસ્તુ જેવી કે મહેનતાણું, ઈંધણનાં ભાવ તેમજ તમામ ખર્ચાને ધ્યાને લઈ સર્વાનુંમતે એસોસિયેશન દ્વારા એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે રાજકોટથી એરપોર્ટ ડ્રોપ અને એરપોર્ટથી રાજકોટ ડ્રોપ રૂપિયા બે હજાર ભાડું નક્કી કરવામાં આવ્યું છે. 

તમાં વર્કઆઉટ કરી તેમજ તમામ સભ્યોની સંમતિથી નિર્ણય લેવામાં આવ્યોઃ દીપકભાઈ
જે પ્રમાણે ફ્લાઈટનો સમય છે. એનાં ઉપર આખું વર્કઆઉટ કર્યું છે. અત્યારનુ રાજકોટ એરપોર્ટની જે ફ્લાઈટો છે એ તો ફાળવવામાં આવવાની જ છે. એ બધા જે ફ્લાઈટનાં ટાઈમીંગ શિડ્યુંલ છે અને ડ્રાયવરનું જે મહેનતાણું હોય છે એ અમે એને અમદાવાદ મોકલીએ કે ગોંડલ મોકલીએ કે હીરાસર મોકલીએ તેનું મહેનતાણું ફીક્સ હોય છે. એ દિવસ અમારી ગાડી રિઝર્વ રહે છે. તેમજ બીજું કોઈ તેને ભાડે કરી શકતું પણ નથી. અને ગાડીનું મિનીમમ ખર્ચો તેમજ અમારો જે પ્રોફીટ રેશિયો હોય તે તમામ બાબતોનું વર્કઆઉટ કરી બધા સભ્યોની સંમતિથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.   

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ