બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / 200 programs of the 100th episode of Mann Ki Baat program will be organized at religious places

યોજના / મદરસા, દરગાહ, ચર્ચ અને ગુરુદ્વારામાં કરાશે મન કી બાતનું આયોજન, 100માં એપિસોડ માટે BJPની તડામાર તૈયારીઓ

Pravin Joshi

Last Updated: 11:04 AM, 26 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મન કી બાત કાર્યક્રમના 100મા એપિસોડના 200 કાર્યક્રમો ધાર્મિક સ્થળો પર આયોજિત કરવામાં આવશે. આ કાર્યક્રમો દેશભરમાં મદરેસા, દરગાહ, ચર્ચ અને ગુરુદ્વારામાં આયોજિત કરવામાં આવશે.

  • PM નરેન્દ્ર મોદીના "મન કી બાત"ના 100 એપિસોડ થશે પૂરા
  • કાર્યક્રમનો 100મો એપિસોડ 30 એપ્રિલે પ્રસારિત થશે
  • કાર્યક્રમ દ્વારા મુસ્લિમ અને લઘુમતી સમુદાયો સુધી પહોંચવાની યોજના 
  • દેશભરમાં 2,150 સ્થળોએ 'મન કી બાત' કાર્યક્રમોનું આયોજન 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના "મન કી બાત" કાર્યક્રમનો 100મો એપિસોડ 30 એપ્રિલે પ્રસારિત થવા જઈ રહ્યો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ કાર્યક્રમ દ્વારા મુસ્લિમ અને લઘુમતી સમુદાયો સુધી પહોંચવાની યોજના બનાવી છે. ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા બીજેપી અલ્પસંખ્યક મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ જમાલ સિદ્દીકીએ કહ્યું કે દેશભરમાં 2,150 સ્થળોએ 'મન કી બાત' કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. તેમાંથી 200 કાર્યક્રમો ધાર્મિક સ્થળોએ યોજાશે. આ કાર્યક્રમો દેશભરમાં મદરેસા, દરગાહ, ચર્ચ અને ગુરુદ્વારામાં આયોજિત કરવામાં આવશે. મૌલવીઓ, મૌલાનાઓ અને મદરેસામાં ભણતા બાળકોને પણ આ કાર્યક્રમોમાં સામેલ કરવામાં આવશે. સિદ્દીકીએ કહ્યું, 'અમે આ કાર્યક્રમનો રિપોર્ટ સતત બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે શેર કરી રહ્યા છીએ. પાર્ટી અધ્યક્ષ સાથે સતત વિગતવાર ચર્ચા ચાલી રહી છે. કાર્યક્રમમાં મુસ્લિમ સમાજને જોડવાનો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંદેશ આપવાના પ્રયાસો કરવામાં આવશે.

આદિવાસી સમાજમાંથી મોટી સંખ્યામાં લોકોને અપાયા પદ્મ પુરસ્કાર: મન કી બાતમાં  PM મોદીએ જુઓ શું કરી અપીલ I 2023 first mann ki baat 97th episode of PM Modi

ભારતીય જનતા પાર્ટીએ એક પ્લાન તૈયાર કર્યો 

ભાજપ દેશભરમાં દરેક વિધાનસભા ક્ષેત્રમાં મન કી બાતના 100 માં એપિસોડનું આયોજન કરશે. તેને ખાસ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી (BJP)એ એક પ્લાન તૈયાર કર્યો છે. પાર્ટીએ કેન્દ્રીય મંત્રીઓ, લોકસભા અને રાજ્યસભાના સાંસદોને મતવિસ્તારો સોંપ્યા છે. સાંસદોને તેમના સંસદીય ક્ષેત્રમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. પાર્ટીના એક વરિષ્ઠ કાર્યકર્તાએ કહ્યું, "પાર્ટી દરેક વિધાનસભા મતવિસ્તારમાં મંડલથી લઈને બૂથ સ્તર સુધી 100 કાર્યક્રમોનું આયોજન કરવાની તૈયારી કરી રહી છે."

કેન્દ્ર સરકાર આ ખાસ પ્રસંગની યાદમાં 100 રૂપિયાના સિક્કા બહાર પાડશે

રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સહિત પક્ષના ટોચના નેતાઓ તે દિવસે મન કી બાત કાર્યક્રમોમાં ભાગ લેનારા નેતાઓમાં સામેલ થશે. કેન્દ્ર સરકાર આ ખાસ પ્રસંગની યાદમાં 100 રૂપિયાના સિક્કા બહાર પાડશે. નાણા મંત્રાલયના એક નિવેદન અનુસાર મન કી બાતના 100મા એપિસોડના અવસર પર કેન્દ્ર સરકાર દ્વારા 100 રૂપિયાનો સિક્કો જારી કરવા માટે તૈયાર કરવામાં આવશે. જણાવી દઈએ કે આ કાર્યક્રમ 3 ઓક્ટોબર, 2014ના રોજ વિજયાદશમીના અવસર પર શરૂ કરવામાં આવ્યો હતો. રેડિયો દ્વારા જનતા સાથે વડાપ્રધાનના મન કી બાત કાર્યક્રમના 99 એપિસોડ પૂર્ણ થયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ