બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 20 fishermen will be released from Pakistan jail tomorrow

પોરબંદર / નવા વર્ષે નવજીવન: પાકિસ્તાનમાં કેદ ગુજરાતનાં 20 માછીમારો થશે આઝાદ, 14 નવેમ્બરે પહોંચશે વાઘા બોર્ડર

Kiran

Last Updated: 03:08 PM, 11 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવતીકાલે 20 માછીમારો પાકિસ્તાન જેલ મુક્ત કરવામાં આવનાર છે જેને લઈને માછીમારોના પરિવારમાં ખુશી જોવા મળી રહી છે.

  • માછીમાર પરિવાર માટે ખુશીના સમાચાર
  • આવતીકાલે 20 માછીમારો થશે મુક્ત
  • માછીમારો પાક જેલમાંથી મુક્ત થશે

ગુજરાતના માછીમાર પરિવારો માટે ખુશીના સમાચાર આવ્યા, દરિયામા માછીમારી કરવા જતા માછીમારોને કેટલાક વાર સરહદી દેશ પાકિસ્તાન દ્વારા અપહરણ કરી લેવામાં આવતું હોય છે, ક્યારે માછીમારો જાણતા અજાણતા સરહદી સીમાઓને પાર માછીમારી કરવા જતા રહેતા હોય છે, તેવામાં પાક મરિન દ્વારા માછીમારોની ધરપકડ કરી તેને હંમેશ માટે પાકિસ્તાન જેલોમાં બંધ કરી દેતા હોય છે, પરતું હવે માછીમારોને પાકિસ્તાન જેલ મુક્ત કરવામાં આવનાર છે જેને લઈને માછીમારોના પરિવારમાં ખુશી જોવા મળી રહી છે. 



 

આવતીકાલે 20 માછીમારો થશે મુક્ત

આવતી કાલે પાક જેલમાંથી 20 જેટલા માછીમારોને મુક્ત કરવામાં આવનાર છે, જેઓ લાંબા સમયથી પાક જેલમાં હતા ભારતીય સીમામાંથી આ માછીમારોનું પાકિસ્તાન દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું પરતું નવા વર્ષે પાકિસ્તાન જેલમાં બંધ 20 માછીમારોને મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવતા હવે તેઓ પોતાના વતન પરત પહોંચશે, આ માછીમારો 14 નવેમ્બરે વાઘા બોર્ડર પર પહોંચશે તેમના સ્વાગત માટે પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. લાંબા સમય બાદ પરિવારના સભ્યો ઘરે પરત ફરવાના છે જેને લઈને માછીમારોના પરિવારોમાં ખુશી જોવા મળી રહી છે. 



માછીમારો પાક જેલમાંથી મુક્ત થશે

પાકિસ્તાન મરીન્સે ગુજરાતના દ્વારકામાં દરિયામાં ભારતીય સિમામાં માછીમારી કરી રહેલા માછીમાર પર ફાયરિંગ કર્યું હતું, બોટ પર ગોળીાર કરતા બોટમાં સવાર માછીમારો ઈજાગ્રસ્ત થયા હતા આ સિવાય પણ પાકિસ્તાન દ્વારા અન્ય 6 જેટલા માછીમારોનું અપહરણ કર્યું હતું. જેને લઈને ગુજરાતમાં પાકિસ્તાન મરિન જવાનો સામે ફરિયાદ નોંધાવામાં આવી હતી. જો કે એક તરફ પાકિસ્તાન દ્વારા ભારતી જળ સીમામાં માછીમારી કરતા માછીમારોનું અપહરણ કરવાનો સિલસિલો ચાલું છે ત્યારે બીજી તરફ હવે 20 જેટલા માછીમારોને મુક્ત કરવામાં આવી રહ્યા છે. આમ પાકિસ્તાનની બેવડી નીતિ જોવા મળી રહી છે. 
  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ