બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / 2 suspected terrorists arrested by Delhi's special team

કાર્યવાહી / 26 જાન્યુ. પહેલા આતંકી ષડયંત્ર નિષ્ફળ: દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે કરી 2 આતંકીઓની ધરપકડ

Dhruv

Last Updated: 10:20 AM, 15 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

26 જાન્યુઆરી પહેલા મોટા આતંકી કાવતરાને નિષ્ફળ બનાવવામાં દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે મોટી સફળતા હાથ લાગી છે.

  • 26 જાન્યુઆરી પહેલા દિલ્હીમાંથી ઝડપાયા 2 આતંકીઓ
  • પોલીસની સ્પેશિયલ ટીમે 2 આતંકીઓની ધરપકડ કરી
  • બંન્ને આરોપીઓના આતંકી સંગઠનો સાથે સંબંધ હોવાની આશંકા

પ્રજાસત્તાક દિવસની ઉજવણી પહેલા દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ કરી દીધો છે. 26 જાન્યુઆરી પહેલાં દિલ્હીના સ્પેશિયલ સેલે 2 આતંકીઓની ધરપકડ કરી લીધી છે. ધરપકડ કરાયેલા બંને આરોપીઓના આતંકવાદી સંગઠન સાથે સંબંધ હોવાની આશંકા છે. આરોપીઓ ટાર્ગેટ બનાવવાની યોજના બનાવી રહ્યાં હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું હતું. દિલ્હીના સ્પેશિયલ સેલે જહાંગીરપુરીથી ધરપકડ કરેલા બે આતંકીઓના પગેરું ભાલવા ડેરીમાં સ્થિત એક ઘરમાંથી બે હેન્ડ ગ્રેનેડ અને કેટલીક વાંધાજનક સામગ્રી મળી આવી છે.

બંનેને 14 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા
દરોડા બાદ પોલીસે આરોપી નૌશાદ (56) અને જગજીત સિંહ (29) ની ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ (UAPA) હેઠળ ધરપકડ કરી હતી. બંનેને 14 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન, આરોપીઓ પોલીસ ટીમને શ્રદ્ધા નંદ કોલોની, થાણા ભલસ્વા ડેરી ખાતેના તેમના ભાડાના આવાસમાં લઈ ગયા હતા.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે જગજીત અને નૌશાદે ભલસ્વા ડેરીના એક મકાનમાં કોઈની હત્યા કરી નાખી હતી. આ ઘટનાને અંજામ આપવા દરમિયાન બંનેએ એક વીડિયો પણ બનાવ્યો હતો અને તેને પોતાના હેન્ડલરને મોકલ્યો હતો. દિલ્હી પોલીસની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે જગજીત સિંહ ખાલિસ્તાની આતંકવાદી અર્શદીપ સિંહ ગિલ ઉર્ફે અર્શના સંપર્કમાં હતો અને તે અન્ય દેશોના રાષ્ટ્ર વિરોધી તત્વો પાસેથી સૂચના મેળવતો હતો. ગિલને સરકારે આતંકવાદી જાહેર કર્યો હતો. તે પંજાબમાં ટાર્ગેટ કિલિંગ, ટેરર ​​ફંડિંગ અને ખંડણીમાં સામેલ છે.

નૌશાદને પહેલાં પણ સજા થઇ ચૂકી છે
નૌશાદ આતંકી સંગઠન હરકત-ઉલ-અંસાર સાથે સંકળાયેલો હતો અને ડબલ મર્ડર કેસમાં સજા કાપીને તે જેલમાંથી બહાર આવ્યો હતો. નૌશાદ બે હત્યા અને વિસ્ફોટકો રાખવા માટે અગાઉ 10 વર્ષની સજા પણ ભોગવી ચૂક્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ